________________
સપ્તભંગી દ્વાર
ગઈ કાલથી સ્યાદ્વાદની સમજણ માટે મે' જે સપ્તભંગીનું' વિવેચન પ્રારંભ કરેલ છે તેના જ અનુસંધાનમાં, આજે પણ પ્રવચન આગળ ચલાવું છુ. સપ્તભગીની તલસ્પર્શી સ્પષ્ટતા જ સ્યાદ્વાદના રૂપને ઉજજવલ બનાવે છે, તેજસ્વી બનાવે છે. તમને આ વિષય ભલે શુષ્ક જણાય પણ આ વિષય ઘણા જ આવશ્યક છે એ વાતમાં શકાને અવકાશ નથી. અસ્તુ
ગઈ કાલના પ્રવચનમાં સાતે ભુંગાની વ્યાખ્યા મેં તમને ખતાવી હતી. તે ઉપરાંત સ્યાદ્વાદના આંતરિક સ્વરૂપને ન સમજનારા અન્ય દાર્દેનિક સ્યાદ્વાદ ઉપર જે આઠ દોષોનુ આરેપણ કરે છે તે આઠ દોષાનુ, તેમની માન્યતા મુજબનું સ્વરૂપ અને સ્યાદ્વાદમાં આઠે દોષાની સંભવિતતા સુસ્પષ્ટ રૂપમાં તમને બતાવી હતી. તે આઠે દાષા જેમ તેમની માન્યતા મુજબ ઘટાવવામાં આવે છે તેમ તે દોષાના આપણી દૃષ્ટિએ કરવામાં આવેલેા પરિહાર પણ યથાતથ્ય રૂપે તમારી સામે મૂકવામાં આવેલ હતા. હવે તે વસ્તુને સ્પર્શતી વધારે ઝીણવટભરી વાત આજે આપણે કરીશુ, તનુસાર—
તમને કદાચ
પ્રશ્ન થાય કે, મૂળ ભંગ જે અસ્તિ અને નાસ્તિ રાખવામાં આવેલ છે, તેને બદલે જો એક જ ભંગ રાખવામાં આવે તે શી હાનિ થાય? એમ માનવા જતાં બાકીના પાંચ ભંગે પણ નહિ માનવા પડશે.
આ પ્રશ્ન સંભવે ખરો, પરંતુ જો માત્ર ‘અસ્તિ’ રૂપ એક જ ભંગ માનવામાં આવે તે જ તે સંભવે. જે રીતે વસ્તુ એક ઠેકાણે ‘અસ્તિ’ રૂપ થશે તે જ રીતે દરેક ઠેકાણે થશે. કારણ અસ્તિરૂપ એક જ ભંગ માનવા જતાં, ‘નાસ્તિ' રૂપ ભંગના અભાવ થઇ જશે. આવી સ્થિતિમાં દરેક વસ્તુ સર્વત્ર ઉપલબ્ધ થવાથી વ્યાપક બની જશે. રેતીના એક કણને પણ વ્યાપક માનવા પડશે. તે માત્ર રેતીના જ એક કણ રહેશે નહિ પરંતુ તે કણુ સ`મય થઇ જશે. પરમાણુ પણુ વ્યાપક બની જશે. અસ્તિને ખદલે જો નાસ્તિ રૂપ જ એક ભંગ માનવામાં આવે તે અસ્તિત્વના સર્વથા અભાવ થશે. એટલે સર્વત્ર સર્વ વસ્તુઓના અભાવ થઈ જશે. આ બન્ને વાતા પ્રમાણુથી વિરૂદ્ધ છે. કારણ, ન તે દરેક વસ્તુ સવ રૂપથી અસ્તિ છે અને ન તે તેના સ રૂપથી અભાવ છે. ઉપર જે વાત કહેવામાં આવી છે તેને આચાર્યએ એક નાનકડા અનુષ્ટુપમાં ગૂંથી લીધી છે. તે મુજબ
मस्ति स्वरूपेण पररूपेण नास्ति च । अन्यथा सर्वसत्त्वस्यात् स्वरूपस्याप्यसंभवः ॥
અર્થાત્ પ્રત્યેક વસ્તુ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે. જો વસ્તુને પરરૂપથી અસત્ માનવામાં ન આવે દરેક વસ્તુ વિશ્વરૂપ બની જાય; અને જો સ્વરૂપથી સત્તાને સ્વીકાર
તે