________________
- ૩૭૮ : ભેઘા પાષાણ, છેલ્લાં દ્વાર ન કરવામાં આવે તે વસ્તુનું કેઈ સ્વરૂપ જ રહેવા ન પામે. આ પ્રકારે પ્રમાણસિદ્ધ સ્યાદ્વાદનું પ્રતિપાદન કરતાં આગમે અહંતની સર્વજ્ઞતાનું પણ પ્રતિપાદન કરે છે. એટલે જ શાસ્ત્રોની સ્તુતિ કરતાં આચાર્યશ્રી ફરમાવે છે કે
यदीयसम्यक्त्वबलात् प्रतीमा भवावृशानां परमात्मभावम् ।
कुबासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै तव शासनाय ।। જેની સત્યતાના બળથી અમે તમારા જેવાના પરમાત્મભાવને સમજી શકીએ તે કુવાસનાઓના પાશના વિનાશ માટે આપના શાસન એટલે આગમને નમસ્કાર.
કદાચ તમે કહો કે “અતિ ભંગ સાથે સ્વચતુષ્ટયે જોડવામાં આવેલ છે અને નાસ્તિ ભંગ સાથે પરચતુષ્ટયનું સંયોજન કરેલ છે. અસ્તિના પ્રયોગથી સ્વચતુષ્ટયની અપેક્ષાથી અસ્તિ સમજાશે પરંતુ સર્વત્ર નહિ. તે જ રીતે નાસ્તિ કહેવાથી પણ પરચતુષ્ટયની અપેક્ષાથી નાસ્તિ કહેવાશે પરંતુ સર્વત્ર નહિ. એટલે એક જ ભંગ માનવામાં વધુની વિશ્વરૂપતાને અથવા અભાવને જે ભય બતાવવામાં આવ્યું છે તે ઊભું રહેશે નહિ. એટલેકે દરેક વસ્તુ વ્યાપક પણ થશે નહિ અને કેઈને સર્વથા અભાવ પણ થશે નહિ. તે પછી એક જ ભંગને પ્રગ શા માટે ન કરાય ?
તમારી ઉપર્યુક્ત આશંકાના જવાબમાં જણાવવાનું કે બને ભંગથી જુદી જુદી જાતનું જ્ઞાન થાય છે. એક ભંગને પ્રવેગ કરવા છતાં પણ બીજા ભંગ વડે ઉત્પન્ન થનારું જ્ઞાન પ્રથમ ભંગથી થતું નથી. જેમકે –“રમેશ બઝારમાં નથી—એમ કહેતાં રમેશ બીજી જગ્યાએ છે એ સિદ્ધ થતું નથી. રમેશ બઝારમાં નથી તે તે ક્યાં છે?—એ જિજ્ઞાસા ઊભી જ રહે છે. આને માટે “અસ્તિ ભંગની જરૂર છે. વ્યવહારમાં અસ્તિ ભંગને પ્રયાગ થવા છતાં પણ નાસ્તિ ભંગના પ્રગની આવશ્યકતા હોય છે. મારા હાથમાં રૂપીઆ છે–આમ કહેવું એ એક વાત છે અને તમારા હાથમાં રૂપીઆ નથી-એમ કહેવું તે બીજી વાત છે. આ રીતે બને ભંગોને પ્રયોગ અત્યંત આવશ્યક છે.
તમે કહેશે કે નાસ્તિરૂપ ભંગની પૂર્તિ અન્યાભાવથી થઈ શકશે તે તે વાત પણ બરાબર નથી. કારણ એને સંબંધ કેઈ નિયત અભાવથી નથી. અન્યોન્યાભાવને સમજવા માટે અભાના સ્વરૂપ સમજવા જોઈશે. અભાવ ચાર પ્રકારના છે. (૧) પ્રાગભાવ (૨) પ્રäસાભાવ (૩) અન્યાભાવ (૪) અત્યંતાભાવ
પ્રાગભાવ : ઉત્પત્તિ પૂર્વે વસ્તુના અભાવને પ્રાગભાવ કહે છે. જેમકે, માટીના પિંડની નિવૃત્તિ થવાથી ઉત્પન્ન થનાર ઘડાને, માટીને પિંડ એ પ્રાગભાવ છે.