________________
સપ્તભંગી ઃ ૩૭૫ આદિમાં પણ કાળને વ્યવહાર થાય છે, પરંતુ તે “સ્વકાળ” નથી. તેને વ્યવહાર ચલાવવા માટેની માત્ર ક૯૫ના છે.
भावः परिणामः किल सचैव तत्त्वस्वरूपनिष्पत्तिः ।
अथवा शक्तिसमूहो यदि वा सर्वस्वसारः स्यात् ॥ વસ્તુના ગુણ, શક્તિ, પરિણામ ભાવ કહેવાય છે. દરેક વસ્તુને સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. બીજી વસ્તુના સ્વભાવથી તેમાં સદૃશતા સંભવી શકે પરંતુ એકત્વ હોઈ શકે નહિ. કારણ એક દ્રવ્યને ગુણ બીજા દ્રવ્યમાં ઉપલબ્ધ થઈ શકતું નથી.
આ રીતે સ્વચતુષ્ટયની અપેક્ષાથી વસ્તુ અસ્તિરૂપ છે અને પરચતુષ્ટયની અપેક્ષાથી નાસ્તિરૂપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જે નિર્દેશ દ્રવ્ય સાથે કરવામાં આવે છે તેને કારણે દ્રવ્યમાં અસ્તિત્વ અને નાસ્તિત્વની વ્યાખ્યા સરળતાથી સમજી શકાય છે. તેથી જે સંક્ષેપમાં અને પારમાર્થિક રીતે કહેવું હોય તે માત્ર એટલું જ કહેવું જોઈએ કે દરેક વસ્તુ સ્વસ્વરૂપથી અસ્તિરૂપ છે અને પર સ્વરૂપથી નાસ્તિકરૂપ છે. “તત્ર સવારમના ૬ ઘર કારના ચારયર” એટલે સ્વસ્વરૂપ ને સ્વાત્મા અને પરસ્વરૂપને પરાત્મા પણ કહેવાય છે. ઘટ સ્વાત્મના છે, તે પરાત્મના નથી, એટલે કે તે અઘટ છે.
જ્યારે આપણને વસ્તુના સ્વરૂપની અપેક્ષા હોય છે ત્યારે આપણે તેને “અતિ એવું નામ આપીએ છીએ અને તે જ વસ્તુના પરરૂપની જ્યારે આપણને અપેક્ષા હોય છે ત્યારે આપણે તેને નાસ્તિ” એવું નામ આપીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણને સ્વરૂપ અને પરરૂપ બન્નેની અપેક્ષા હોય છે ત્યારે આપણે તેને “અસ્તિનાસ્તિના નામે ઓળખીએ છીએ. આ ત્રીજો ભંગ છે.
વસ્તુમાં સ્વભાવતઃ રહેલા અસ્તિત્વ અને નાસ્તિત્વને એક જ સમયમાં આપણે કહી શકતા નથી. જ્યારે વસ્તુના અસ્તિત્વ ધર્મની આપણે વિવક્ષા કરતાં હોઈએ છીએ ત્યારે નાસ્તિત્વ ધર્મ રહી જાય છે અને જ્યારે નાસ્તિત્વ ધર્મનું પ્રતિપાદન કરવાની આપણી ભાવના હોય છે ત્યારે અસ્તિત્વ અવશિષ્ટ રહી જાય છે. એટલે જ્યારે આપણે કમથી અસ્તિ અને નાસ્તિ કહેવા માંગીએ, ત્યારે “અસ્તિનાસ્તિ’ નામને ત્રીજો ભંગ બની શકે છે.
આપણે જે વસ્તુના અસ્તિ અને નાસ્તિ ધર્મને એક જ સમયમાં એક જ સાથે (યુગપત) કહેવા ઈચ્છા ધરાવીએ, તે “અવક્તવ્ય –(ન કહેવા ગ્ય) નામને ચે ભંગ પ્રાપ્ત થાય છે. આ રીતે ક્રમશઃ સ્વ અને પરરૂપની અપેક્ષાથી “સ્વાદસ્તિનાસ્તિ’ નામને ત્રીજો ભંગ અને યુગપનું સ્વ–પરરૂપની અપેક્ષાથી “અવકતવ્ય” નામને ચે ભંગ થાય છે. આ ચાર ભંગમાંથી નીચે જણાવેલ બીજા પણ ત્રણ ભંગ બની શકે છે.