________________
સપ્તભંગી : ૩૭૩
છો? કારણ કે આ વિધાનમાં અપેક્ષાભેદ રહે છે. બસ, આ જ વાત અનેકાંતના સંબંધમાં છે. એક જ વસ્તુને અપેક્ષાભેદથી અસ્તિ-નાસ્તિ કહી શકાય છે.
જે પુસ્તક અમારા ઓરડામાં છે, તે પુસ્તક અમારા ઓરડાની બહાર નથી એમાં જે છે અને “નથી” એ કથનમાં કઈ પણ પ્રકારને વિરોધ છે એમ કહી શકાય નહિ. આ અવિધ અનેકાંત દષ્ટિનું જ ફળ છે. આ રીતે અનેકાંત દષ્ટિને સામાન્ય રીતે સમજી લીધા પછી, ઉપર બતાવેલા આઠે દોષનું નિરાકરણ સરળતાથી થઈ જાય છે.
દેને પરિહાર : શીત અને ઉષ્ણની માફક અસ્તિ અને નાસ્તિમાં વિરોધ ન સંભવી શકે. વિરોધ ત્યારે જ કહી શકાય જ્યારે એક જ કાળમાં એક જ જગ્યાએ આ બંને ધર્મો સાથે ન રહી શકતા હેય. સ્વચતુષ્ટય (સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ની અપેક્ષાથી અસ્તિત્વ અને પર ચતુષ્ટય (પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરભાવ)ની અપેક્ષાથી નાસ્તિત્વ તે પ્રત્યક્ષાદ પ્રમાણોથી એક જ વસ્તુમાં સિદ્ધ છે. તે પછી વિરોધ કેમ સંભવે? કઈ બે ધર્મોને વિરોધ છે એ વાત પહેલેથી જ જાણી શકાય નહિ. જ્યારે આપણને એ વાત જણાઈ જાય છે કે આ ધર્મો એક જ સમયમાં એક જ ઠેકાણે નથી રહી શકતા ત્યારે તેમાં આપણે વિરોધ માનીએ છીએ. જે તે સાથે રહી શકતા હોય તે વિરોધ કેમ કહેવાય? સ્વચતુષ્ટયની અપેક્ષાથી જ અસ્તિત્વ અને સ્વચતુષ્ટયની અપેક્ષાથી જે નાસ્તિત્વ કહેવાય તે પરસ્પર વિરે સંભવે પરંતુ અપેક્ષા ભેદથી બંનેમાં કમિપિ વિરોધ સંભવે નહિ.
જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ વિરોધી ન રહ્યા તે અસ્તિત્વ અને નાસ્તિત્વનું અધિકરણ પણ જુદું ન રહ્યું, તે પછી વૈયધિકરણ્ય નામના દેષને અવકાશ જ કયાં રહ્યો?
કલ્પનાના આમંત્યથી જ અનવસ્થા દેષ નથી આવતું. અનવસ્થા દોષ તે ત્યાં જ સંભવે છે જ્યાં કલ્પના અપ્રમાણિક હેય! દરેક માણસ માતાપિતાથી જન્મે છે એટલે માતૃપિતૃ પરંપરા અનંત છે. પરંતુ ત્યાં અનવસ્થા દોષ ગણી શકાય નહિ. કારણ, માતૃપિતૃ પરંપરા પ્રમાણસિદ્ધ છે. આવી જ રીતે સપ્તભંગ પણ સર્વત્ર પ્રમાણસિદ્ધ છે. એટલે એક જ પદાર્થમાં અનંત સપ્તભંગી થઈ જતી હોય, છતાં પણ પ્રમાણસિદ્ધ હોવાથી, અનવસ્થા દોષ આવતું નથી. બીજી વાત એ છે કે ધર્મમાં ધર્મની કલ્પના ન કરવી જોઈએ. ઘટમાં ઘટત્વ એ ધર્મ છે. ઘટત્વમાં ઘટવ ધર્મ માની, ઘટત્વત્વમાં ઘટતૃત્વત્વમાની, અનંત ધર્મની કલ્પના કરી શકાય છે તે શું અનવસ્થાના ભયથી ઘટત્વ પણ ન સ્વીકારવું? જેવી રીતે અહીં ધર્મમાં ધર્મની કલ્પના ન કરીને અનવસ્થાના ભયથી બચી શકાય છે, તેવી જ રીતે અસ્તિત્વાદિ ભંગમાં પણ બીજા અસ્તિત્વાદિની કલ્પના ન કરીને અનવસ્થા દેશથી બચી શકાય છે.
જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને પરસ્પર અવિરૂદ્ધ ધર્મ સિદ્ધ થઈ ગયા ત્યારે સંકર દેષ પણ રહેતું નથી.