________________
નયવાદ : ૩૬૯
“मुख्याभावे सति प्रयोजने निमित्तेचोपचारः प्रवर्तते"સર્વથા ભિન્ન વસ્તુઓને કઈ પ્રયજન વ્યવહાર સિદ્ધિ આદિ) નિમિત્તને જોઈ અભેદરૂપથી ગ્રહણ કરનાર ઉપચરિત વ્યવહારનય છે. એના પણ સ્વાતિ, વિજાતિ અને સ્વજાતિવિજાતિ એવા ત્રણ ભેદે છે. “આ મારો મિત્ર છે–આ દષ્ટાંતમાં મિત્ર સજાતીય છે. કારણ હું પણ જીવ છું અને મારો મિત્ર પણ જીવ છે. માટે આ સજાતિઉપચરિત વ્યવહારનય કહેવાય. “આ ઘર મારું છે_આ વિજાતિઉપચરિતવ્યવહારનય છે. “આ દેશ મારે છે આ સજાતિ વિજાતિ ઉપચરિત વ્યવહારનય છે. કારણ દેશમાં જીવ અને અજીવ બંનેને સમાવેશ
થાય છે.
અધ્યાત્મ પ્રકરણમાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનને ઉપયોગ કેમ થાય તે વાત કહેવાઈ ગઈ છે. હવે અધ્યાત્મ પ્રકરણને અનુસરી નિશ્ચય, વ્યવહાર તેમજ તેના ભેદ પ્રભેદની પ્રરૂપણ કરાય છે.
| નયના મૂળ બે ભેદો છે–નિશ્ચયનય અને વ્યવહારનય. અભેદરૂપ વિષય કરનાર નિશ્ચય નય અને ભેદરૂપ વિષય કરનાર વ્યવહારનય છે. નિશ્ચયનયના બે ભેદ છે. શુદ્ધ ગુણગુણ એટલે જીવ અને કેવળજ્ઞાનને અભેદરૂપ વિષય કરનાર તે શુદ્ધ (નિરૂપાધિક) નિશ્ચયનય છે. અશુદ્ધ ગુણ ગુણી એટલે જીવ અને રાગદ્વેષને વિષય કરનાર તે અશુદ્ધ (પાધિક) નિશ્ચયનય છે.
વ્યવહારનયના પણ બે ભેદો છે. સદ્દભૂત વ્યવહારનથ અને અસદભૂત વ્યવહારનય. એક જ વસ્તુમાં ભેદને વિષય કરનાર સભૂત વ્યવહારનય છે. તેના પણ બે ભેદે છે. ઉપચરિત સદભૂત વ્યવહારનય અને અનુપચરિત સદભૂત વ્યવહારનય. પાધિક ગુણ ગુણીમાં ભેદ ગ્રહણ કરનાર તે ઉપચરિત સભૂત વ્યવહારનય છે અને નિરૂપાધિક ગુણ ગુણીમાં ભેદ ગ્રહણ કરનાર તે અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય છે.
ભિન્ન વસ્તુઓના સંબંધને વિષય કરનાર અસદ્દભૂત વ્યવહારનય છે. એના પણ બે ભેદે છે. ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનય અને અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય. સંશ્લેષ રહિત વસ્તુમાં સંબંધને વિષય કરનાર ઉપચરિત અસબૂત વ્યવહારનય છે. જેમકે ધન ધાન્ય મકાનાદિ મારાં છે. સંશ્લેષ સહિત વસ્તુમાં સંબંધને વિષય કરનાર અનુપચરિત અસદભૂત વ્યવહારનાય છે. જેમકે, મારું શરીર. જો કે આત્મા અને શરીર અને ભિન્ન દ્રવ્ય છે છતાં તે બંને વચ્ચે એક ક્ષેત્રાવગાહ સંબંધ છે એટલે બંને એક જ સ્થાન પર અવસ્થિત છે તેથી બંનેને સંશ્લેષ છે.
અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી સંક્ષેપમાં કહેવાએલા આ છે ભેદે પહેલાં બતાવી ગએલા નયના ભેદમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમકે શુદ્ધ નિશ્ચયનય, ભેદ વિકલપ નિરપેક્ષ શુદ્ધ