________________
નયવાદ : ૩૬૭
જુદા આકાર ધારણ કરીને ઘડો થઈ જાય અને કુંભાર, કે તેના હાથમાં કઈ ક્રિયા ન થાય. કાળ દ્રવ્ય વડે જ્યારે અન્ય દ્રવ્યમાં પરિવર્તન થશે ત્યારે કાળ દ્રવ્યમાં પણ કોઈ ને કાંઈક થશે. પરિવર્તન એક અવસ્થાનું જવું (વ્યય) અને બીજી અવસ્થાનું આવવું (ઉત્પાદ) એ જ કહેવાય છે. એટલે પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય પરિવર્તનશીલ, ઉત્પાદવ્યય સહિત અને નિત્ય એટલે દ્રવ્ય યુક્ત છે.
૬ ભેદ ક૯૫ના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઃ આ નય ભેદની અપેક્ષા રાખનારે છે. જેમકે જ્ઞાન, દર્શન આદિ જીવના ગુણે છે. જ્ઞાન અને દર્શન જીવથી પૃથફ નથી. પરંતુ ગુણ અને ગુણીને ભેદ માની અહીં કથન કરવામાં આવેલ છે.
() અન્વય દ્વવ્યાર્થિક નય : ગુણ અને પર્યામાં દ્રવ્યની અનુવૃત્તિ બતાવનાર આ નય છે. જેમકે, દ્રવ્ય ગુણપર્યાય રૂપ છે.
(૮) સ્વ પ્રત્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નય : આ નય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાથી દ્રવ્યને સરૂપ ગ્રહણ કરે છે. જેમકે સ્વચતુષ્ટય (સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ની અપેક્ષાથી દ્રવ્ય છે.
(૯) પર દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નય : પરચતુષ્ટયની અપેક્ષાથી દ્રવ્યને અસત રૂ૫ ગ્રહણ કરનારે આ નય છે. જેમકે, પર ચતુષ્ટયની અપેક્ષા દ્રવ્ય નથી.
(૧૦) પરમ ભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય : પરમ ભાવને ગ્રહણ કરનારે આ નય છે. જેમકે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
આ જ આધ્યાત્મિક કથનની અપેક્ષાથી પર્યાયાર્થિકનયના છ ભેદ છે. સ્કૂલતાની દષ્ટિથી અનાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનારે અનાદિ નિત્ય પર્યાયાર્થિક નય છે. જેમકે, મેરૂ પર્વત નિત્ય છે. સ્કૂલતાની દૃષ્ટિથી સાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનાર સાદિ નિત્ય પર્યાયાર્થિક નય છે. જેમ-મુક્ત પર્યાય નિત્ય છે. સત્તાને ગૌણ કરી માત્ર ઉત્પાદ વ્યયને વિષય કરનાર અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય છે, જેમ-પ્રત્યેક પર્યાય પ્રતિસમય વિનશ્વર છે. જે ઉત્પાદ વ્યયની સાથે પ્રતિસમય, પર્યાયમાં શ્રૌવ્ય પણ ગ્રહણ કરે તે અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય છે. જેમ-પર્યાય એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ છે. જે સંસારી જીની પર્યાયને કર્મની ઉપાધિ રહિત જુએ તે કર્મોપાધિ નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસારી જીની પર્યાય મુક્ત આત્માની સદૃશ શુદ્ધ છે. કર્મની ઉપાધિ સહિત સંસારી જીવોને ગ્રહણ કરનાર કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય છે. જેમકે, સંસારી જીવ મરે છે અને જન્મ લે છે.