________________
૩૬૮ : ભેઘા પાષાણુ, બેલ્યાં દ્વાર
આ રીતે દ્રવ્યાર્થિક નયના ૧૦, પર્યાયાર્થિક નયના ૬, નૈગમનયના ૩, સંગ્રહનયના ૨, વ્યવહારનયના ૩, જુસૂત્રય શબ્દનય સમભિરૂઢય અને એવંભૂતનયના એક એક એમ બધા મળી, નિશ્ચયનયના ૨૮ ભેદ થયા.
નિશ્ચયનયના દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક ભેદે અને પ્રત્યેનું વર્ણન સાંભળી તમારા મનમાં અવશ્ય આવી આશંકા જન્મશે કે તેને ગુણાથિકનય એ ભેદ કેમ કરવામાં ન આવ્યા?
તેને જવાબ એ છે કે, વિશેષને વિષય કરવાનું કામ પર્યાયાર્થિક નયનું છે. વિશેષના બે ભેદ છે. સહભાવી વિશેષ અને ક્રમભાવી વિશેષ ગુણ એ સહભાવી વિશેષ છે કેમકે તે સદા દ્રવ્યની સાથે રહે છે. ગુણો કદી નાશ પામતા નથી. પર્યાયે કમભાવી વિશેષ છે કારણ પર્યાયે ક્રમથી થાય છે.
गुणः पर्याय अवात्र सहभावी विशेषतः ।
- इति तद्गोचरोनान्यस्तृतीयोऽस्ति गुणार्थिकः ॥ આ રીતે સહભાવી અને કમભાવી બંને વિશેષ પર્યાયાર્થિક નયના જ વિષય છે માટે ગુણને વિષય કરનાર ગુણાર્થિકનયની શી આવશ્યકતા?
વ્યવહારનયના ત્રણ ભેદ છે. સદ્દભૂતનય, અસદભૂતનય અને ઉપચરિતનય. અભિન્ન વસ્તુને ભેદરૂપથી વિષય કરનાર સદભૂત વ્યવહારનય છે. જેમકે, આત્મા અને જ્ઞાન ભિન્ન ભિન્ન છે. સદ્દભૂત વ્યવહાર નયના વળી બે ભેદે છે. શુદ્ધ ગુણગુણી અથવા શુદ્ધ પર્યાયપર્યાયીને વિષય કરનાર શુદ્ધ સદભૂત વ્યવહારનય અને અશુદ્ધ ગુણ ગુણી અથવા અશુદ્ધ પર્યાય-પર્યાયીને વિષય કરનાર અશુદ્ધ સદ્દભૂત વ્યવહારનય.
એકત્રિત થએલી ભિન્ન વસ્તુઓ અથવા ભિન્ન ધર્મોને એકરૂપ વિષય કરનાર અસદભૂત વ્યવહારનય છે. તે સ્વજાતિ, વિજાતિ અને સ્વજાતિવિજાતિરૂપે ત્રણ પ્રકારનો છે. પરમાણને બહપ્રદેશી સમજવા તે સ્વજાતિ અસદ્દભૂત વ્યવહારનય છે. સંસારી સુખને મૂર્તિક સમજવું તે વિજાત્યસભુત વ્યવહારનય છે. જીવ અને અજીવ બંને જ્ઞાનના વિષય છે એટલે બંનેને જ્ઞાનરૂપ વિષય કરવા એ સ્વજાતિવિજાત્ય સદ્દભૂત વ્યવહાર નય છે.
આમાંથી દરેકના નવ નવ ભેદ છે. (૧) દ્રવ્યમાં દ્રવ્યને આરેપ (૨) દ્રવ્યમાં ગુણને આપ (૩) દ્રવ્યમાં પર્યાયને આપ. આ જ રીતે ગુણમાં ત્રણેને આરેપ અને પર્યાયમાં પણ ત્રણેને આપ-આ રીતે નવ ભેદ થયા. એક એકના નવ ભેદ થતાં અસભૂત વ્યવહારના બધા મળીને ૨૭ ભેદ થયા.