________________
નયનિરૂપણ : ૩૫૯
नाय वस्तु न चावस्तु, वस्त्वंशः कथ्यते यतः । नासमुद्रः समुद्रो वा, समुद्रांशो यथोच्यते ॥ तन्मात्रस्य समुद्रत्वे, शेषांशस्यासमुद्रता ।
समुद्रबहुता वा स्यात् तच्चेत्कवास्तु समुद्रवित् ॥ અર્થા–નયથી વસ્તુને નહિ પરંતુ વસ્તુના એક અંશને નિર્ણય થાય છે. નયને વિષય ન તે વસ્તુ છે, ન તે અવસ્તુ છે; કિન્તુ વસ્તુને અંશ છે. જેમાં સમુદ્રનું બિન્દુ સમુદ્ર નથી, તેમ અસમુદ્ર પણ નથી; પરંતુ સમુદ્રને એક અંશ છે. જે એક બિંદુને જ સિધુ માની લેવામાં આવે, તે બાકીના બિન્દુઓ સમુદ્રથી બહાર થઈ જશે અથવા દરેક બિન્દુ એક એક સમુદ્ર થઈ ઊભું રહેશે. એટલે એક જ સમુદ્રમાં કરેડે સમુદ્રોને વ્યવહાર થવા લાગશે.
જેમ એક સૈનિકને સેના ન કહી શકાય, તેમ તેને તેનાથી અલગ પણ ન માની શકાય; પરંતુ તેને સેનાનો એક અંશ કહી શકાય તેમ નયને પણ પ્રમાણને એક અંશ કહી શકાય.
| નયના ઉપયુંકત સ્વરૂપને સાંભળી, તમારા માનસમાં સંદેહ જન્મશે કે, અનંતધાત્મક વસ્તુને એકધર્માત્મક ગ્રહણ કરવી, એ મિથ્યા જ્ઞાન નથી તે બીજું શું છે? વ્યવહારમાં પણ આવા અધૂરા અને ઊણપભર્યા જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહેવાય છે. દાખલા તરીકે કઈ સભામાં વીસ-પચ્ચીસ માણસો બેઠા હોય અને કેઈ કહે કે, ત્યાં એક માણસ બેઠે છે, તે તે એક માણસ તે પચ્ચીસના સમુદાયમાં સમ્મિલિત હોવા છતાં, પચ્ચીસના સમુદાયને એક જ માણસ માનવે તે મિથ્યાજ્ઞાન જ કહેવાય.
તમારી આ શંકા અસ્થાને નથી. એક અંશનું જ્ઞાન જે બાકીના અંશેને પલાપ કરનાર કે સર્વથા નિષેધ કરનાર હોય, તે તેને મિથ્યાજ્ઞાન જ કહી શકાય. પરંતુ તે રાશનું જ્ઞાન જે બાકીના અંશને અપલાપ કરનાર કે નિષેધ કરનાર ન હોય, તે તેને મિથ્યાજ્ઞાન કહી શકાય નહિ. જ્યાં પચ્ચીસ માણસે બેઠા હોય ત્યાં એક માણસના જ બેસવાનો ઉલ્લેખ કરવાથી બાકીના ચાવીસને નિષેધ થઈ જાય છે તેથી તે મિયાજ્ઞાન બની જાય છે. પરંતુ નય કદી પણ બીજા અંશને નિષેધ કરતું નથી તેથી તેને મિથ્યાજ્ઞાન કહી શકાય નહિ. જે નય બીજા અંશોને અપલાપ કરે છે તે નયાભાસ અથવા મિથ્યાનય કહેવાય છે.
“જાવા વચન વિશqસ્તાર ના –જેટલા પ્રકારના વચને હોય છે તેટલા જ પ્રકારના નો હોય છે. આર્ષપુરુષોની આ ઉકિતથી બે વસ્તુઓ સિદ્ધ થાય છે. પહેલી વાત તે એ કે, નયના એક બે નહિ, પરંતુ ગણ્યા ગણાય નહિ એવા અસંખ્ય ભેદે છે અને બીજી વાત એ છે કે, નાને વચને સાથે ઘનિષ્ઠતમ સંબંધ છે. જે વચને સાથે નયને સંબંધ હોય તે ઔપચારિક રીતે નયને વચનાત્મક પણ કહી શકાય. અર્થાત્ દરેક નય વચને વડે પ્રગટ