________________
૩૫૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર અર્થાત્ કેશીને ગૌતમસ્વામીએ એ જવાબ આપે કે, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન. કેવળદર્શનથી યથાતથ્ય ભાવેને જાણીને તેમજ જોઈને અને ધર્મનાં ઉપકરણને સારી રીતે જાણીને જ તેની સંમતિ અપાઈ છે.
ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની પરંપરાને અનુસરનારાઓમાં બાહો આચાર વિચાર અને વેશભૂષાના જે ઔપચારિક ભેદ દેખાય છે તે પાયાના મૂળને સ્પર્શનારા ભેદે નથી. પરિધિ ઉપર જ રહેલી આ વિવિધતા છે. કેન્દ્રમાં તે બંને એકરૂપ જ છે. ત્યાં ભેદને સામાન્ય અવકાશ પણ નથી. આ જે સ્થૂલ અને બાહ્ય વિભિન્નતા દષ્ટિગોચર થાય છે તે ભલે તાત્ત્વિક ન હોય છતાં તે ભેદનાં કારણે તો અવશ્ય તાત્વિક છે અને તે પ્રજ્ઞાવાન મહાપુરુષોએ વિચારપૂર્વક, જેનાં હિત અને એકાંત શ્રેય માટે, આ રીતિ પ્રવર્તાવી છે.
નયનિરૂપણ
વસ્તુના કેઈ એક ધર્મનું નિરૂપણ કરનાર, ગ્રહણ કરનાર અથવા વિષય કરનાર જ્ઞાનને નય કહેવાય છે. ગ્રંથકારેએ નયની વ્યાખ્યા આ રીતે કરી છેઃ
'वस्तुन्यनेकात्मन्यविरोधेन हेत्वर्पणात्साध्य विशेषस्य याथात्म्य प्रापणप्रघणप्रयोगा નવ”
सर्वार्थ सिद्धि નિષ્કર્ષ એ છે કે પ્રમાણ વસ્તુના પૂર્ણ રૂપને ગ્રહણ કરે છે અને નય તેના અંશેને ગ્રહણ કરે છે. કારણ “કાવેરા: પ્રમાણાધીનઃ વિવાદેશ જવાથી”—જ્યારે આપણે કઈ માણસને જોઈએ છીએ ત્યારે આપણને આ મનુષ્ય છે એવું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે જ્ઞાન વખતે તેના કેઈ એક ધર્મથી પ્રજન નથી રહેતું, તે જ્ઞાન તે પ્રમાણ છે. પરંતુ જ્યારે આપણે તેના અંશની કલપના કરવા લાગીએ છીએ ત્યારે તે આંશિક જ્ઞાન નય થઈ જાય છે. જેમકે તે અમુકને પિતા છે, અમુકને પુત્ર છે. પ્રમાણુ બધી ઈન્દ્રિયે વડે થઈ શકે, પરંતુ નય તે મન વડે જ થાય છે. જ્યાં સુધી વસ્તુને જાણવા માટે નયનો ઉપગ ન કરીએ ત્યાં સુધી વસ્તુનું યથાર્થ જ્ઞાન ન થાય.
તમને શંકા થશે કે નય જે પદાર્થ નિર્ણાયક છે તે તેને પ્રમાણથી જુદા પાડવા શું અર્થ છે? જે નય પ્રમાણ ન હોય તે અપ્રમાણભૂત એવા નયને, વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાનમાં શે ઉપયોગ થઈ શકે ? યથાર્થને સમજવા માગતા બુદ્ધિશાળી માણસેનાં માનસમાં આવી આશંકાને આવિર્ભાવ થાય, તે સમજી શકાય છે. આચાર્યોએ તેને સુંદર દષ્ટાંત સાથે અસરકારક જવાબ પૂરો પાડે છે. તદનુસાર–