________________
નયનિરૂપણ : ૩૬૩
એટલે શબ્દનય, જ્યાં લિંગ જાતિને ભેદ હોય ત્યાં, અર્થને ભેદ પણ અવશ્ય સ્વીકારે છે. જેમ પહાડ–પહાડી, નદ–નદી, આદિ શબ્દોને અર્થ બહુ ઊંડાણમાં ન ઊતરીએ તે સર જ લાગે. છતાં જાતિના ભેદથી તેમાં થેડે ભેદ અવશ્ય થવા પામ્યું છે. તે ભેદનાં કારણે અને ભેદ સ્વીકારે તે શબ્દનયની કાર્યસીમા છે. નાના પહાડને પહાડી અને મેટી નદીને નદ કહેવાય છે. આથી એ તો સ્પષ્ટ જ છે કે, જાતિ ભેદના કારણે અર્થનો ભેદ થાય છે. હાં, આ સંભવ છે કે, જાતિ ભેદના કારણે થનારે અર્થભેદને વ્યવહાર લુપ્ત થઈ ગયે હેય. ઉપમા, રૂપક આદિમાં તે જાતિ ભેદની ઉપગિતા વધારે પરિમાણમાં દેખાય છે. જેમકે મુક્તિ અને મેક્ષ બંને પર્યાયવાચી શબ્દો છે. છતાં “મુકિત વધૂને વરી લે છે. આ પ્રવેગ સહુને ગમનારે હોય છે અને “મોક્ષ વધૂને વરે છે–એવો પ્રયોગ કાનને કે મનને મીઠે નથી લાગતું. આનું કારણ બંને શબ્દોમાં જાતિ ભેદ જ છે. આજ રીતે આ નય સંખ્યા, વચન, કારક આદિના ભેદથી પણ અર્થભેદ સ્વીકારે છે.
૬. સમભિરૂઢનય-જ્યાં શબ્દને ભેદ છે ત્યાં અર્થને ભેદ પણ અવશ્ય છે એમ બતાવનારે નય સમભિરૂઢનય છે.
पर्यायशब्देन भिन्नार्थ स्याधिरोहणात् ।
नयः समभिरूढःस्यात् पूर्ववच्चास्य निश्चयः ॥ શબ્દ નય તે અર્થને ભેદ ત્યાં જ દાખવે, જ્યાં લિંગ, સંખ્યા, વચન અને કારક આદિને ભેદ હોય. પરંતુ આ નયની દષ્ટિમાં તે દરેક શબ્દનો અર્થ જુદો જુદો જ છે. ભલે તે શબ્દ પર્યાયવાચી હોય અને તેમાં હિંગ, વચન આદિને ભેદ પણ ન હોય. ઈન્દ્ર અને પુરંદર શબ્દ પર્યાયવાચી છે છતાં તેમના અર્થમાં અંતર છે. ઈન્દ્ર શબ્દ શિશ્ચર્યવાળાને બંધ કરાવનાર છે તે પુરંદર શબ્દ નગરને નાશ કરનારને. બંનેને આધાર એક જ વ્યક્તિ છે એટલે તે પર્યાયવાચી થઈ ગયા છે, પરંતુ તેમના અર્થો જુદા જુદા જ છે. આ રીતે આ નયની દ્રષ્ટિમાં દરેક શબ્દ મૂળમાં તે ભિન્ન અર્થને જ બતાવનાર હોય છે પરંતુ કાલાંતરમાં એક જ વ્યક્તિ અથવા સમૂહમાં પ્રયુક્ત થતાં થતાં તે પર્યાયવાચી બની જાય છે. સમભિરૂઢનયની વિશેષતા એ છે કે, તે શબ્દના પ્રચલિત અર્થને પકડત નથી પરંતુ તેના મૂળ અર્થને પકડે છે.
૭. એવભૂતનય-જે શબ્દનો અર્થ જે ક્રિયારૂપ હોય, તે ક્રિયામાં જોડાએલા પદાર્થને જ તે શબ્દને વિષય બનાવે તે એવંભૂતનય છે.
तक्रिया परिणामोऽर्थस्तथैवेति विनिश्चयात् ।
मेवभूतेन नीयेत क्रियांतरपराक्मुखः ॥ સમધિરૂઢનયથી દરેક શબ્દને જુદો જુદો અર્થ જણાતું હતું અને શબ્દના અર્થવાળા પદાર્થને જ્યારે પણ આપણે ઈચ્છીએ તે શબ્દથી આપણે કહી શકતા હતાપરંતુ આ નયથી