________________
૩૫૬ : ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર
તમારી પ્રાર્થના ક્યારેક ફળીભૂત થાય તે એમ ન માની લેતા કે પરમાત્માએ ખુશ થઈ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. તે પ્રાર્થનાને પૂરી કરવા માટે તમે બીજાં બળને પણ કામે લગાડયાં જ હશે. તમારા સંક૯પબળની સજાગતા અને સમર્પણની પ્રબળતા પણ તેની સફળતામાં કારણભૂત છે. સંકલ્પની દઢતા અને સજાગતા બહારથી નથી આવતાં, તે તમારા પિતાનામાંથી જ જન્મતાં હોય છે. જે તમારી પ્રાર્થના નિષ્ફળ નીવડે તો પણ તેમાં તમે પરમાત્માની નાખુશીની કલ્પના કરશે નહિ. પ્રભુ તે સદા કૃતકૃત્ય જ છે. તેને કાંઈ પણ કરવાનું હેતું નથી. મુકિત તેમની પરમ સ્થિતિ છે. આવી પરમ સ્થિતિમાં પણ જે કંઈ કરવાપણું અવશિષ્ટ રહેતું હોય તે સંસારી અને મુક્તમાં ફરક જ દે રહેવાને? હકીકત તો એ છે કે, તમારી પ્રાર્થનાની નિષ્ફળતાનું કારણ તમારું હદય તેમાં જોડાએલું નથી એ જ છે. પરમાત્માને તમારી પ્રાર્થનાની સફળતા સાથે કોઈ જ લેવાદેવા નથી. તમારી પ્રાર્થનામાં જે બળ પ્રગટે છે તે તમારામાંથી જ પ્રગટેલું તમારું પિતાનું જ બળ છે. મંદિરે, મસ્જિદ અને ઉપાશ્રયમાંથી બહાર નીકળતી વખતે તમારા પગમાં જે વધારે બળ જણાય, તમારે ઉત્સાહ વધી ગયેલ દેખાય, તમારી સ્કૂર્તિ દ્વિગુણિત થઈ ગએલી લાગે, તમારે સંકલ્પ વધારે જાગૃત થએલો ભાસે અને તમારા પ્રાણમાં અસાધારણ શકિત અનુભવાય, તે માની લેજો કે તે શકિત, તે બળ અને તે ઉલ્લાસ, કયાંય બહારથી આવેલ નથી, તે તમારા અંદરની જ તાકાત છે જે પ્રગટેલ છે. મંદિરમાં વિરાજીત કરેલા ભગવાન તે માત્ર પ્રતીકાત્મક નિમિત્ત છે. એટલે મંદિરમાં જ એમ થાય એવું કાંઈ આત્યંતિક નથી. મંદિરની બહાર પણ તે સંભવી શકે છે.
એ જ કારણે આપણી આંતરિક શકિતની જ્યારે જાગૃતિ થાય છે ત્યારે એ જાગૃતિની ક્ષણે કરવામાં આવેલી પ્રાર્થનાના પ્રતીકમાં એક પત્થર તરફની શ્રદ્ધા પણ પ્રાર્થનાને સફળ બનાવવામાં નિમિત્ત બની જાય છે. તે પત્થરની શકિત નથી. તે શકિત શ્રદ્ધા અને સંકલ્પની છે. પત્થર તે આકસ્મિક રીતે પ્રતીકાત્મક છે એટલે તેના નિમિત્તને આશ્રય કરી કથન થાય છે. કાર્ય તે પિતાના જ ઉપાદાન શકિતના બળથી થતું હોય છે. આમ ન થતું હોય તે ઘણી વખત ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા પરિપૂર્ણ વ્યકિતના સાન્નિધ્યથી પણ પ્રાર્થનાઓ અધૂરીની અધૂરી જ રહે છે. એટલે પ્રાર્થનાની સફળતા કે અસફળતાને આધાર પ્રકૃતિ ઉપર નથી, પરમાત્મા ઉપર નથી, કેઈ ઉપર નથી, આપણું પિતાનાં ઉપર જ છે.
આ રીતે જ્યારે ગંભીરતાપૂર્વક વિચાર કરીએ છીએ ત્યારે પ્રાર્થનાઓ કપાઈ જાય છે, સ્તુતિએ કપાઈ જાય છે, પરમાત્મા કપાઈ જાય છે, આપણે એકલા જ રહી જઈએ છીએ. એકલા રહેવામાં માણસ ભયને અનુભવ કરે છે. ખેટે પણ સથવારે મળી જાય તે મન રાહતને અનુભવ કરે છે.
સારા માણસો કદી કેઈની પાસેથી કશી જ અપેક્ષા રાખતા નથી. દયાની ભીખ મેટા માણસ જ માંગે છે. જે દયાથી મળે તેને સ્વીકારવા સારે માણસ તૈયાર પણ થશે નહિ. કારણ