________________
પ્રકૃતિની પ્રભુતા : ૩૫૭ દયાથી, કેદની કૃપાથી, મેળવેલ વસ્તુ ખરી રીતે મેળવેલ ગણાય જ નહિ. આવી રીતે મળેલી વસ્તુ અથવા વૈભવ લબ્ધિનું કઈ જ મૂલ્ય નથી. તે આપણું પ્રાણોને ભાગ બની શકતી નથી. જે આપણા શ્રમથી મળે છે તે જ આપણી ખરી સંપદા બની શકે છે. આપણું પુરુષાર્થનું ફળ જ આપણું વિકાસમાં સહાયક અને ઉપયોગી નીવડે છે.
- જેમનામાં સ્વયંના પુરુષાર્થથી આત્મવિશ્વાસ અને ઉપલબ્ધિ અભિવ્યક્તિને પામી છે એવા શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી આધ્યાત્મિક ભૂમિકાને આશ્રય લઈ, એકત્રિત થયા છે. તેમના શિષ્યની મૂંઝવણ અને ગૂંચવણને ઉકેલવાને અને આધ્યાત્મિક વિકાસની ભૂમિકાને વધારે વ્યાપક બનાવવાને તેમને આદર્શ છે. બાહા ભૂમિકાના ભેદે ભલે કેન્દ્રને ન સ્પર્શતા હોય, આમ છતાં પરિધિ ઉપર જણાતાં આ ભેદે પિતાના દેહને ફેલા કરી, જે કેન્દ્રને અભડાવવા પ્રયત્ન કરતા હોય, તે કેન્દ્રને સંપૂર્ણ શુદ્ધ અને નિર્મળ છતાં પરિધિના રાહની છાયાની અસરને ભેગા થવું ન પડે તે આપણે જોવાનું રહ્યું. વિચાર વિનિમયનું આ મૂળ છે.
એક જ આદર્શ અને લક્ષ્યને અભિમુખ રાખી પ્રવૃત્ત થનારી આ યાત્રાના યાત્રીઓમાંથી અમુકને સામાન્ય નિયમ અને અંકુશનું કહેવાતું નામમાત્રનું અનુશાસન હોય, તે સુખે યથેચ્છ વિહરી શકતા હોય, સુંદર કીમતી, રંગબેરંગી વસ્ત્રો પહેરી શકતા હોય, એક સ્થાન પર ઈચ્છાનુસાર રહી શકતા હેય, આહાર વિહારના સંબંધમાં પણ નામનું જ નિયંત્રણ હોય અને બીજા યાત્રિકોનાં ગળામાં જાણે નિયમ અને નિયંત્રણને એક મોટે પાશ નાખી દેવામાં આવ્યું હોય, જેના માટે વસ્ત્રોના પહેરવાનાં સંબંધમાં પણ અકળામણ ભરેલાં બંધને હોય–જેવાં કે તે યા તો અચેલક જ રહે અથવા ઓછામાં ઓછા અને ઓછામાં ઓછી કીમતનાં મર્યાદિત વસ્ત્રોને સ્વીકાર કરે, રહેવાના સંબંધમાં પણ એક સ્થાન પર લાંબા વખત સુધી ન રહે, તેમના માટે કે તેમના જેવા સાધુઓના નિમિત્તથી બનાવેલા આહાર તરફ દષ્ટિ પણ ન નાખે, આ નિયમની વિવિધતામાં આદર્શની એકરૂપતા કેમ સચવાય તે શિષ્યસમુદાયને પ્રાણપ્રશ્ન છે. એક જ આદર્શને સિદ્ધ કરવા મથતા એક જ યાત્રાના યાત્રિકો માટે નિયમન અને અનુશાસનના એ ભેદનું મૂળ શું છે? આના મૂળને જે યાચિત રીતે શેધવામાં ન આવે તે આદશે વિશે શંકા જન્મ અને આદર્શોની આદર્શતા જોખમાય. અણસમજુઓ સંકલ્પ-વિકલ્પ અને બેટા ઉહાપોહથી પીડિત થાય. માટે આ બધા સ્કૂલ દેખાતા પ્રશ્નોની ઉપેક્ષા અનપેક્ષિત છે. તેનું મેગ્ય નિરાકરણ શોધી કાઢવું આવશ્યક છે. એટલે કેશીકુમાર શ્રમણના ગઈ કાલે જણાવેલ પ્રશ્નોને પિતાની પારદર્શી પ્રજ્ઞાથી સમાધાન કરતાં ગૌતમસ્વામી કહે છે –
के सिमेवं बुवाण तु, गोयमा इणमब्बवी । विन्नाणेण समागम्म, धम्मसाहणमिच्छिय ॥ ३१