________________
પ્રકૃતિની પ્રભુતા : ૩૫૫ પરમાત્માને જે આપણે સદય થવા રાજી કરી શકીએ તે કઠોર થવા માટે પણ તે રાજી કરી શકાય છે. આવી સ્થિતિમાં પ્રભુની પ્રભુતા ખવાઈ જશે અને તે આપણું હાથની કઠપુતળી બની જશે.
પ્રકૃતિ કે પરમાત્મા જે સદાય હેય તે તેની સાથે આપણે રમત પણ રમી શકીએ. તે નિર્દય છે, તે કઠોર છે એમ પણ કહી શકાય નહિ. કઠેરથી કઠોર જણાતી વ્યકિતમાં પણ દયાને સંભવ હોય છે. પછી ચાહે તે તૈમૂર હોય, ચંગીઝખાન હોય, હિટલર હોય કે સ્ટાલિન હોય! ગમે તેવી કઠોરતમ વ્યક્તિ પણ દયાશીલ હોઈ શકે છે. કઠેર જણાતા માણસના હૃદયને પણ કોમળ ખુણાઓ હોય છે. તેની પણ કમજોર બાજુઓ હોય છે. કઠેર જણાતે માણી પણ કોઈકને તે જરૂર પ્રેમ કરતો જ હશે ! કોઈકની પીડાથી તે જરૂર દુઃખી થતો હશે ! હાં, નિર્દય દેખાતી વ્યકિતની કરુણાની મર્યાદા નાની હશે અને કઠોરતાની મેટી, પણ તેનામાં કરુણું અવશ્ય હોવાની. આ જ રીતે દયાશીલ વ્યક્તિની દયાની સીમા ભલે વિશાળ હશે અને કઠોરતાની સીમા સાંકડી હશે, છતાં તેનામાં કઠેરતા અપાશે પણ અવશ્ય હોવાની. આમ દયાશીલ ગણાતા માણસના હૃદયમાં પણ ક્યાંક વાની સખ્તાઈ છે તે કઠેર ગણાતી વ્યકિતના હૃદયમાં કયાંક પુષ્પની મૃદુતા છે. પ્રકૃતિનું ગણિત જ ભારે વિચિત્ર છે.
પ્રકૃતિ સદા કંઢરહિત છે એટલે તે નથી સદય કે નથી કોર. તે બૂરા માટે ગળું કાપવાની વ્યવસ્થા નહિ કરે તેમ ભલા માટે સિંહાસનની વ્યવસ્થા પણ નહિ કરે. આને પારમાર્થિક નિષ્કર્ષ એટલે જ છે કે આપણે જે કાંઈ કરીએ છીએ, કે મેળવીએ છીએ, તે પોતાનું જ કરેલું અને મેળવેલું છે. પ્રકૃતિને તેમાં કઈ રસ નથી. તે અલિપ્ત છે, તે શેમાં ભાગ ભજવતી નથી.
રસ્તે ચાલતાં તમારા પગમાં જે કાંટે ખૂંચી જાય તે એમ ન માનશે કે પ્રકૃતિ તમને કાંટા ખંચાડવા ઉત્સુક છે. હકીકત તે એ છે કે, જે માર્ગમાં કાંટા છે તે માર્ગ પર જવા તમે ઉત્સુક છે. તમારા માથા પર ફૂલેને વરસાદ થઈ જાય તે એમ સમજી જશે નહિ કે આકાશને દેવતા તમારા પર પ્રસન્ન થઈ ફૂલોને વરસાદ વરસાવવા ઉત્સુક થયે છે! આ બધા રોગો છે. તેનાં કારણભૂત તમે પોતે જ છે. તે તમારે પિતાને જ શેબેલે માગે છે, પછી તે કટાને હોય કે ફૂલેને, કઈ તમને ગાળ આપે એ હોય કે કોઈ તમારી પ્રશંસા કરે એવો હોય, નરકને હોય કે સ્વર્ગન, દુખને હોય કે સુખને ! આ બધી પરિસ્થિતિઓને માટે તમે જ જવાબદાર છે, તમે જ તેના કર્તા છો. પ્રકૃતિ તે માટે સર્વથા નિરપેક્ષ છે. પ્રકૃતિ આ બધાં પ્રત્યે ઉદાસીન છે. જે પ્રકૃતિ તેમાં સમુત્સુક થઈ જાય તે ભારે અવ્યવસ્થા ઊભી થઈ જાય. પ્રકૃતિને પુરુષ પિતાની તાબેદાર બનાવી લે. પરંતુ પ્રકૃતિ આપણુમાં જરા જેટલી પણ ઉત્સુક નથી; એટલે તે હંમેશાં આપણુ અંકુશ બહાર જ રહે છે.