________________
પ્રકૃતિની પ્રભુતા : ૩૫૩ ફૂલે પિતાની ખીલવાની પ્રક્રિયા ચાલુ રાખશે, ચાંદ પિતાની શીતળ નાના રજત કિરણો પૃથ્વી પર પાથર્યા કરશે અને સૂર્ય પોતાની સેનેરી કિરણોની ઉમા જનતાને અર્પણ કર્યા કરશે ! આમ પ્રકૃતિ તે પિતાની રીતે પિતાનામાં જ મસ્ત રહેશે.
પ્રકૃતિના આ પારમાર્થિક સ્વભાવને આપણે જાણતા નથી. પ્રકૃતિ વિષેની આપણું કલ્પના આપણુ ખ્યાલે પ્રમાણે હોય છે. દાખલા તરીકે એક વૃક્ષની પાસે એક સુતાર, એક કવિ, એક ચિત્રકાર, એક પ્રેમી કે જેને પિતાની પ્રેમિકા નથી મળી તે બધા સંયુકત બેઠા છે. ત્યારે સુતારને વૃક્ષમાં ફનીચર સિવાય ભાગ્યે જ કોઈ બીજું દેખાય છે. તે વખતે વૃક્ષ વિશે તેની દ્રષ્ટિમાં વિશિષ્ટ સૃષ્ટિ ખડી થશે જેમાં નાના મોટા વિવિધ પ્રકારના ફનચરના આકારે તેને દેખાવા લાગશે. દુનિયા આપણી અંદર જ છે. જે આપણી અંદર છે તે જ આપણું જગત છે. જે આપણે નિર્મિત કરીએ છીએ તે જ આપણી દુનિયા છે. ચમારની દષ્ટિ સદા આપણે પગરખાં તરફ જ જવાની. પગરખાંના નંબરથી તે આપણને ઓળખે છે. દરજી આપણને આપણાં કપડાંના માપથી ઓળખે છે. ચમાર આપણા જેડાને જોઈ આપણી સ્થિતિ વિષેના અનુમાને બાંધી લે છે. સૌ પોતાના આંતરિક વિચારે કે કલ્પનાઓ પ્રમાણે બહારના જગતને ખ્યાલ કરે છે.
સુતારને માટે વૃક્ષનાં ફળફૂલેનું કોઈ જ મહત્વ નથી. વૃક્ષેને જોઈ તેને પિતાના ધંધાને લગતા એટલે ટેબલ ખુરશીઓને લગતા વિચારે આવે છે. એની જ પડખે બેઠેલા ચિત્રકારને વૃક્ષ વિવિધ રંગેની એક રંગેની રૂપ દેખાવા લાગે છે. સામાન્યતયા લોકેને વૃક્ષે લીલા રંગનાં દેખાય છે ત્યારે ચિત્રકારને તે એક લીલા રંગના વૃક્ષમાં હજારે રંગ બેઠેલા દેખાય છે. ચિત્રકારની દ્રષ્ટિમાં જ તે દેખાય, દરેક માણસને તે દેખાય નહિ. આપણી દ્રષ્ટિમાં લીલો રંગ એટલે બસ લીલો રંગ, પણ ચિત્રકારની દ્રષ્ટિમાં વૃક્ષના લીલા રંગમાં વૈવિધ્ય ભરેલું હોય છે. વૃક્ષ વૃક્ષમાં તે જુદો હોય જ; પણ ચિત્રકારને તે એક જ વૃક્ષને લીલે રંગ પણ વિવિધ રૂપે દેખાય છે. પ્રત્યેક પાંદડાના લીલા રંગમાં પણ તે ભિન્નતા જુએ છે. જેવું ચિત્રકારને દેખાય છે તેવું આપણને દેખાતું નથી. કારણ ચિત્રકારને પિતાની આગવી દષ્ટિ છે જેથી તેને પાંદડે પાંદડાંનું વ્યકિતત્વ પૃથક અને સ્વતંત્ર દેખાય છે.
ચિત્રકારની પાસે જે કવિ બેઠે છે તેને માટે તે વૃક્ષ કાવ્ય બની જશે. વૃક્ષમાં તેને જે પ્રભુતા અને ભવ્યતા દેખાશે તે આપણને કદી નજરે પણ ચઢશે નહિ. તેની દષ્ટિમાં વૃક્ષ એક દિવ્ય જગતની ગરજ સારશે. વૃક્ષ ખવાઈ જશે અને તે કેત્તર જગતમાં પ્રવેશી જશે. તે જે જગતને અનુભવ કરતે હશે, જે દુનિયામાં તે વિચરતા હશે તેને આપણને ખ્યાલ પણ આવશે નહિ. તેનું વૃક્ષ વિષેનું જગત સુથાર અને ચિત્રકાર બંને કરતાં ભિન્ન અને અલૌકિક હશે.
હવે કવિની પાસે જે એક પ્રેમી બેઠો છે કે જેને પોતાની પ્રેમિકા નથી મળી, તેને આ વૃક્ષ ઉપરનાં સુંદર, વિવિધરંગી ફૂલે સુખપ્રદ અને આનંદદાયી નહિ લાગે. આ ફૂલે તેને