________________
જીવન શુદ્ધિને આધાર : ૩૫૧ આજ સુધી શ્રતિ એવી હતી કે વિદ્યાર્થીઓએ ગુરુઓને “વાર્થ મ”—દેવતુલ્ય અથવા પ્રભુસ્વરૂપ માનવા જોઈએ. આજે યુગ બદલાઈ ગયે છે. સ્થિતિ અને સંગે પલટાઈ ગયા છે. કૃતિમાં તેથી એટલો વધારો કરે જોઈએ કે ‘વાટ રે મ—ગુરુએ પિતાના શિષ્યમાં અત્યંત સુંદર, પ્રિય, મધુર અને પવિત્ર પરમાત્માના દર્શન કરવા જોઈએ. જે અરસપરસ આ ભાવના પલવિત અને વિકસિત થશે તે ગુરુ અને શિષ્યના સંબંધ પણ લકત્તર બની જશે. આજે આ ભાવનાનો અભાવ દષ્ટિગોચર થાય છે. એટલે તે બાળકમાં અધ્યાપકેને સતાવવાની વૃત્તિ બલવત્તર થતી જાય છે. મારવાની આ પ્રક્રિયા બાળકને વિકાસની દિશામાં લઈ જવાને બદલે પશુતાની દિશામાં ગતિ કરાવનારી સિદ્ધ થતી જાય છે. દેહમૂલક શિક્ષણથી કદી પણ જીવન શુદ્ધિ થવાની નથી. હું દેહથી જુદો છું—એ વાત જ્યારે પાકી સમજાશે ત્યારે જ જીવન સુધારણા શક્ય બનશે.
દેહ અને આત્મભાવના પાર્થયને પામેલા આ મુનિ પુંગવે, આધ્યાત્મિક ઊંડાણમાં અવગાહન કરતાં કરતાં જે આંતરિક આનંદની અનુભૂતિ કરી રહ્યા છે તેને સૂત્રમાં તે નિર્દેશ માત્ર છે. કારણ આનંદનું કઈ પણ સાધન હોતું નથી. આનંદ તે આત્મામાંથી આવિર્ભત થાય છે. સાધન તેનું જ હોય છે જે આપણાથી દૂર હોય. પહાડનાં શિખર ઉપર ચઢવા માટે સાધનની આવશ્યકતા રહે છે. પર્વત ઉપર આરહણ કરવા માર્ગ, વિધિ, ગાડી અથવા ઘોડે જોઈએ. આપણુમાં પ્રવેશ માટે આપણને કશા જ સાધનની અપેક્ષા નથી. બીજા પાસે પહોંચવા માટે કોઈ સેતુ જોઈએ પરંતુ પિતાની પાસે જ પહોંચવા માટે કોઈ સેતુની જરૂર હોતી નથી. દૂર જવું હોય તે ચાલવું પડે, પરંતુ સ્વયંમાં જવા માટે ચાલવાની જરૂર નથી.
આનંદ સીધી રીતે જ પ્રગટાવી શકાય છે. તેનું કેઈ સાધન નથી કારણ કે આપણે સ્વભાવ છે. જે આપણી પાસે છે તેને તે માત્ર ઓળખી લેવાની જ જરૂર રહે છે. આનંદને મેળવવું પડતું નથી. તે આપણી પાસે મોજૂદ છે. આ આનંદ ગુણની મોજ માણતાં શ્રી કેશીકુમાર શ્રમણ પૂછે છે.
अचेलगा य जो धम्मो जो इमो सन्तसत्तरी । देसिओ बद्धमाणेण पासेण य महाजसा ॥ २९ अगकज्जपवन्नाण विसेसे किं नु कारण।
लगे दुविहे मेहावि ! कह विप्पच्चओ न ते ? ॥ ३० આ અલક ધર્મ વર્ધમાને કહ્યો છે અને આ સાંતરોત્તર (વિશિષ્ટ વર્ણ અને કીમતી વાવાળો) ધર્મ મહા યશસ્વી પાશ્વ પ્રભુએ કહ્યો છે. એક જ કામ–ઉદ્દેશ્યથી બંને પ્રવૃત્ત થયા છે. છતાં બંનેમાં આ ભિન્નતા શા માટે છે? હે મેઘાવી ! ચિહ્ન (લિંગ)ને આ બે પ્રકારે વિષે તમેને શંકા નથી થતી?