________________
૩૫
ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
શરીરમાં તેને જે સાધારણ ઈજા થાય છે તે તે ધૂળ ભભરાવવાથી પણ ચાલી જાય છે. વળી કેટલાક ચબરાક, રમતિયાળ અને ચંચળ સ્વભાવનાં બાળકને તે વાગ્યાની કે લેહી નીકળ્યાની પરવા પણ હોતી નથી. આવા બાળકને વાગ્યું હોય તે પણ તેને મનમાં લાવ્યા વગર, તેની જરા પણ પરવા કર્યા વગર, તે તે જે કરતાં હોય તે કર્યા જ કરે છે. જાણે કાંઈ બન્યું જ ન હોય ! પરંતુ બાળકોના માબાપને કે સ્કુલના સંચાલકોને એટલાથી ચાલતું નથી. તે બાળકને પિતાની પાસે બોલાવશે અને કહેશે “તું રમતાં રમતાં પડી ગયે? કેવું લાગ્યું ? બહ તે નથી વાગ્યું ને? અરે, આ શું? આ તે લેહી નીકળી રહ્યું છે!” આમ કહી બાળકની હિંમત નબળી પાડે છે. તે નહિ રડતે હોય તે પણ તેને રડાવશે અને ભલામણ કરશે કે, “જે હવે કૂદકા મારીશ નહિ, રમવા જઈશ નહિં–આમ કહી તેનાં ઉત્સાહ અને આત્મબળને મંદ પાડે છે.
આમ બાળકને નાનપણથી જ માત્ર શરીર તરફ જોવાનું અને તેને સંભાળવાનું શીખવવામાં આવે છે. બાળકની નિંદા કરવાની હોય તે પણ તેના દેહને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવે છે. તેને ધખવાનું કે વઢવાનું બને ત્યારે પણ “કેમ સંડાળા !” એવું સંબોધન કરી, તેને બોલાવવામાં આવે છે. આ રીતે તેને સંબોધવાથી તેના હૃદય ઉપર શી અસર થાય છે તેને આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. એક નાના બાળકના નાકમાં સેવા હોય તે તેને કઢાવવા કે સાફ કરવાની આપણી ફરજ છે, શિક્ષકેની ફરજ છે. સ્વચ્છતા એ પણ શિક્ષણને એક ભાગ જ છે. પરંતુ શિક્ષણના તે પાયાના સિદ્ધાંતને એક બાજુ મૂકી, આપણે બાળકને આવા કઠોર, નબળા અને અણછાજતા શબ્દોથી સંબોધી, આપણે તેના નિર્મળ, કમળ, સ્વચ્છ અને ભેળા આત્માને આઘાત પહોંચાડીએ છીએ. શૈક્ષણિક વિકાસની દૃષ્ટિએ પણ બાળક પ્રત્યેનું આપણું આવું વલણ હિત કર્તા નથી. “સેડાળા !” શબ્દ સાથે પિતાને શો સંબંધ છે તે પણ તે બિચારાની સમજમાં આવતું નથી. બાળકની અંદર બિરાજેલ પરમાત્માના પ્રેમભર્યા માધુર્યને જેવાને બદલે, તેની શારીરિક ગંદકી કે વિકૃતિને જેવાથી અધ્યાપકને પણ સંસ્કાર, શિક્ષણ અને વિકાસની દષ્ટિએ કયે લાભ થવાને હતો ? આથી તે બાળકનું માનસ વિક્ષુબ્ધ થાય છે, સુધારાની વાત ભૂલાઈ જાય છે.
અધ્યાપકોની પણ જ્યારે દેહદષ્ટિ જ બલવત્તર હોય ત્યારે બાળકોનાં માનસમાં પણ દેહ બલવત્તરતાની વાત ઠસાવી દેવાય છે. અધ્યાપકેનાં માનસમાં વિદ્યાર્થીઓમાં પ્રભુતા નિહાળવાની દ્રષ્ટિ હોવી જોઈએ. અધ્યાપકેમાં આ દષ્ટિ એગ્ય રીતે કેળવાઈ હશે તો વિદ્યાર્થીઓને નાના અને હલકા માનવાની વૃત્તિ તેમનામાં નહિ રહે. “છડી વાગે છમ છમ અને વિદ્યા આવે રમઝમ’ આ સિદ્ધાંત બદલાઈ જશે. અભ્યાસ અને સેટીને કશો જ સંબંધ નથી એ સત્ય સમજાઈ જશે. આ થશે તે ગુરુની પ્રભુતા અને દિવ્યતા કેત્તર થઈ જશે. વિદ્યાર્થીઓની દષ્ટિમાં ગુરુ હિમાલયની જેમ ઊંચા અને ન આંબી શકાય એવા ઉરંગ લાગશે. તેમનાં ચરણોને સ્પર્શ કરતાં તેઓ અગમ્ય ધન્યતા અનુભવશે. ગુરુના સ્વરૂપમાં પ્રભુ મળ્યાને તેમને આનંદ થશે.