________________
૩૪૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર
કેશીકુમાર શ્રમણે કહ્યું: હું ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમેાએ અમારી માનસિક શકા નિર્મૂળ કરી છે. મારી હજી પણ એક શંકા છે. હે ગૌતમ, તે વિષે પણ તમે મને કહે !’
કેશીકુમાર શ્રમણ ગૌતમ સ્વામીએ આપેલા જવાએથી પોતાના અંતરને સતાષ થયા છે એવા ઇશારો કરી રહ્યા છે. ગૌતમ સ્વામીની પારદર્શી અને સૂક્ષ્મ પ્રજ્ઞા તેમજ ઊંડાણમાં અવગાહન કરનારી આધ્યાત્મિક સૂઝથી શ્રી કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામી પરત્વે માન ઉપજ્યું છે. જયારે હૃદય આત્યંતિક સંતાષની પરમ અનુભૂતિ કરતુ હાય છે, ત્યારે વાણીમાં સદ્ભાવના તે પ્રકા, તે તે પ્રકારે બહાર આવ્યા વગર રહેતા નથી. કેશીકુમાર શ્રમણની વાણીમાં જે આનંદ સાષ અભિવ્યકત થાય છે તે તેમની પરમ સાધુતા અને એકાંત ગુણગ્રાહી સૃષ્ટિને આભારી છે. બન્ને સાધુતાના પરમ શિખરને સ્પર્શેલા છે. બન્નેનાં હૃદય એક બીજા પરત્વે સન્માન અને સદ્ભાવથી ભરેલાં છે. જ્ઞાનનું અભિમાન કે પૂછવાની નાનપ કોઇને સ્પશી નથી. આધ્યાત્મિક પરમ કીમતી તત્ત્વ જ્યાંથી અને જ્યારે પણ મળી શકે ત્યાંથી અને ત્યારે મેળવવાની એકજ ભાવના તેમના અંતરમાં વ્યાપ્ત છે. બીજાનું હિત એટલે પરમાજ જેમની સ્વા સંપત્તિ છે એવા સત્પુરુષા સમીચીન સમાધાનથી જે સાષ અને આનંદ મેળવે છે તે વાણીમાં કેમ અભિવ્યકત થઈ શકે ? આ તો સ`તેષના સામાન્ય ઈશારા માત્ર છે.
જીવન શુદ્ધિના આધાર
દરેક વસ્તુના બાહ્ય અને આભ્યંતર એમ બે સ્વરૂપા હેાય છે. બાહ્ય સ્વરૂપના અભ્યાસ કરવા માત્રથી, કે તેને જોવા માત્રથી, બાહ્ય સ્વરૂપનું આંતરિક સ્વરૂપ ઓળખાઈ જતું નથી. આભ્યંતર સ્વરૂપને ઓળખવા માટે ઇન્દ્રિયાથી ઉપરના જગતમાં એટલે કે વસ્તુના અંતરમાં પ્રવેશ કરવા પડે છે. આંખ રૂપને જોવાની શિત ધરાવે છે. તે રૂપને આપણે આકૃતિ, પ્રતિકૃતિ, કૃતિ કે વિકૃતિનાં નામે ઓળખીએ છીએ. આંખ વડે આપણે તેને પ્રત્યક્ષ કરી શકીએ છીએ. આંખેથી જે જોઈ શકાય છે તે આપણા દેહ છે. આંખની જોવાની શક્તિની મર્યાદા છે, સીમા છે. તે સીમાતીન વસ્તુને સાક્ષાત્કાર કરવા અંતષ્ટિ જોઈ એ.
પ્રકૃતિની વસ્તુઓના પણ બે સ્વરૂપે છે. ફળાના રક્ષણ માટે તેની છાલ તે તેનુ બાહ્ય સ્વરૂપ છે અને અંદરને ગર, જે ખાદ્ય સ્વરૂપ કરતાં વધારે કીમતી અને સારભૂત છે, તે તેનું આંતરિક સ્વરૂપ છે. નાળિયેરની કાચલી તે તેનુ બાહ્ય સ્વરૂપ છે અને અંદરના ગોટા તે તેનું આંતિરક રૂપ છે. ફ્યુસની બહારની છાલ ઉપર કાંટા દેખાય છે પણ અંદર મજાનાં રસાળ મીઠાં ચાંપાં હોય છે. દરેક વસ્તુના આ બે સ્વરૂપે છે. આપણે આપણી જાતને જોઈએ કે બીજાને, આ બંને સ્વરૂપોનું પૃથકકરણ અનિવાય છે. ઉપરની છાલ અથવા કાચલી હટાવવી એના અ