________________
જીવન શુદ્ધિને આધાર : ૩૪૭
જ એ છે કે ઉપરને દેહ અને અંદરને આત્મા એમ દરેક વસ્તુનું બેવડું રૂપ જેવું. દરેક ચીજના બાહ્ય ફેતરા, છાલ અને અંદરના ગરભ કે ગરનું પૃથકકરણ કરવું.
પ્રત્યેક ક્રિયાઓના બે સ્વરૂપે હૈય છે. એક બાહ્ય સ્વરૂપ અને બીજું આત્યંતર સ્વરૂપ. ક્રિયાઓનું જે બાહ્ય સ્વરૂપ છે તે તેનું ભૌતિક રૂપ છે અને ચિત્તની શુદ્ધિ તે તેનું તાત્વિક સ્વરૂપ છે. સારભૂત જે પારમાર્થિક સ્વરૂપ છે તેને સ્વીકાર થવું જોઈએ અને બાહ્ય સ્વરૂપ ઉપેક્ષિત થવું જોઈએ. દરેક વસ્તુમાંથી સારને શોધી કાઢવાની સાત્ત્વિક અને સારગ્રાહી દષ્ટિ કેળવવી જોઈએ. શરીરની દરેક ઈન્દ્રિયે, મન, વિચાર અને બુદ્ધિને પણ એ રીતે કેળવવી જોઈએ કે જેથી તે આત્મતત્ત્વને આત્મસાત્ કરવા કટિબદ્ધ થાય અને ભૌતિક દેહ તરફ ઉપેક્ષિત રહે. પૃથકકરણ કરવાની આ પ્રક્રિયાઓ ચેતનાના વિકાસમાં ઉપકારક નીવડશે.
ઉપનિષદમાં સંન્યાસીના ગુણધર્મોનું પૃથકકરણ કરતાં “હંસાચાર:” એવો ધર્મ બતાવવામાં આવ્યો છે. એટલે સંન્યાસીનું આચરણ હંસ જેવું હોય છે. હંસના આચરણની બે વિશેષતાઓ છે. તે વિશેષતાઓ લક્ષ્યમાં લેવા જેવી છે. સંન્યાસીના આચાર-વ્યવહારની પણ વિશેષતાઓ તે જ છે. સંન્યાસી સદા હંસવૃત્તિ વાળ હોય છે. હસવૃત્તિને આપણે વિચાર કરીએ.
હંસને વિષે જે કલ્પનાઓ અને માન્યતાઓ પ્રચલિત છે તે વૈજ્ઞાનિક હોય કે ન હોય, છતાં તે કલપનાઓ ભારે કાવ્યાત્મક છે, હૃદયસ્પર્શી છે. તે માન્યતા પ્રમાણે હંસમાં દૂધ અને પાણીને પૃથક્ પાડવાની કુદરતી ક્ષમતા છે. તેની ચાંચમાં પ્રાકૃતિક એવી વિશિષ્ટતા રહેલી છે કે જેની શક્તિ વડે હંસ દૂધ અને પાણીને પૃથફ કરી શકે છે. આ અસાધારણ ગુણ ધર્મને લઈને કવિઓએ તેનું લક્ષણ જ “ કુરિ દંત:ચાત” એટલે કે દૂધ અને પાણીને જુદું પાડવાની ક્ષમતા વાળ જે છે તે હંસ કહેવાય છે.
હંસ જેમ સાર અને અસારને વિવેક, એટલે કે દૂધ પાણીના પાર્થ કયની ક્ષમતા ધરાવે છે તેમ સંન્યાસીને જાગૃત વિવેક પણ, જેમ તલવાર કઈ પણ વસ્તુને બે ભાગમાં વિભાજિત કરી નાખે છે તેમ સારાસારને બે કટકામાં વિભાજિત કરી નાખે છે.
હંસની જે બીજી ક્ષમતા છે તે એ છે કે તે મોતી સિવાય બીજો કોઈ ચારો ચરતે નથી. આ માન્યતા પણ વૈજ્ઞાનિક છે કે નહિ તે તે ભગવાન જાણે, પરંતુ કવિઓની આ કાવ્ય કલ્પના તે નિશ્ચિત રીતે છે જ કે હંસ મરી જશે પણ મતી સિવાય બીજો કોઈ ચારો નહિ ચરે. સંન્યાસીની પણ આજ સ્થિતિ છે. તે મરી જવાનું પસંદ કરશે પરંતુ પદાર્થ તરફનું આકર્ષણ અને પરમાત્મા તરફનું વિકર્ષણ તેનામાં કદી જન્મશે નહિ. તેના માનસમાં સદા પરમાત્માનું આકર્ષણ અને પદાર્થો તરફનું વિકર્ષણ રમ્યા જ કરતું હોય છે.