________________
આપણાં શાસ્ત્રો : ૩૩૭
જ્ય-પરાય તે અંગેની વાત છે. તે તે પ્રારબ્ધ અને નિયતિને આધીન છે. આજે હું તમારે બંદી છું; સંભવ છે, આવતી કાલે તમે પણ તમારાથી વધારે શકિતશાળી રાજાના કેદી બને ! સમય કયારે અને કેને સાથ આપે છે અને તેને દગો આપે છે, તે કહી શકાતું નથી. માટે એક રાજા બીજા રાજાની સાથે કે વ્યવહાર કરે, તે શું મારે તમને કહેવું પડે
જેવા વ્યવહારની આપણે આપણું પ્રત્યે બીજા પાસેથી અપેક્ષા રાખીએ, તે જ વ્યવહાર આપણે પણ બીજા પ્રત્યે રાખવું જોઈએ. જે આટલું પણ આપણે ન કરી શકીએ તો છેવટે જે વિચાર આપણે આપણી જાત માટે કરીએ, તે જ વિચાર આપણે બીજા માટે પણ કરવું જોઇએ. જે વિચાર આપણે આપણું માટે કરીએ છીએ તે વિચાર આપણે બીજાને માટે કેમ કરતા નથી? ત્યાં વિચાર કેમ બદલાવી નાખીએ છીએ? જ્યારે આપણે કોધિત થઈએ છીએ, ત્યારે આપણે માટે જેમ પરિસ્થિતિને કારણરૂપ માની લઈએ છીએ, તેમ
જ્યારે બીજે ક્રોધિત થાય, ત્યારે પણ પરિસ્થિતિને કારણરૂપ માની લેવામાં આપણને શી હરકત આવે છે? ત્યારે આપણે તેને માટે એમ કેમ વિચારતા નથી કે પરિસ્થિતિ એવી હતી કે જેનાં કારણે તેને ક્રોધિત થવું પડયું. આપણું ઉપર કઈ ક્રોધિત થાય ત્યારે પણ આપણે એમ કેમ નથી માની લેતા કે “મેં એવી પરિસ્થિતિ ઊભી કરી કે જેથી તેને મારા પર ક્રોધ કરે પડે.” આપણે આપણા માટે તર્ક જુદો હોય છે અને સામેવાળી વ્યક્તિ માટે તર્ક જુદે હોય છે. આપણા લેવાનાં અને દેવાનાં ત્રાજવાં અને તેનાં માપતેલ જુદાં છે. આજે આપણે માટે અને સામે વાળી વ્યક્તિને માટે આપણા તર્કોમાં જે ભિન્નતા છે તેનું એક જ કારણ છે કે, આપણે આપણી અણીદાર અણીઓને બચાવી લેવા માંગીએ છીએ.
ઈસાઈ ધર્મના પ્રવર્તક શ્રી જીસસનું બાઈબલમાં એક વચન છે-“Do unto other's as you would like to be done with you'–તમે બીજા સાથે તે જ કરે જે તમે ચાહે છે કે બીજા તમારી સાથે કરે. આ એક કથનમાં બધાં શાસ્ત્રોને નિષ્કર્ષ આવી જાય છે. મહાપુરુષોની વાણુ સદા સૂત્રના રૂપમાં હોય છે. તે છેડા અક્ષરેમાં ગંભીર અને ઘણી કીમતી વાત કહી નાખે છે. આજે યુગ બદલાઈ ગયે છે. હવે સૂત્રરૂપે ઓછું બોલવાની વાત અભરાઈએ ચઢી ગઈ છે. અત્યારે તે ઢેલમાં પિલ હોય છે. કહેવાના શબ્દોમાં તવ ભાગ્યે જ હોય છે અને વાત લાંબી લાંબી કરી નાખતા હોઈએ છીએ. થેડા શબ્દોમાં ઝાઝી અને કીમતી વાત કહેવી તે એક કલા છે. તે કલાને આત્મસાત્ કરનારા કલાકારે આજે ભાગ્યે જ દેખાય છે.
સારાંશ એ છે કે આપણે બીજા સાથે આચરતા વ્યવહાર માટે પ્રતિક્ષણ જાગૃત રહેવું જોઈએ તમાં યમ!મ પ્રમા–ને ક્રિયાન્વિત કરવાને અને જીવનમાં તેને વણી લેવાના ભગવાનના આદેશ પાછળનો આદર્શ પણ આ જ છે. આપણે પ્રતિક્ષણ જાગૃત રહેવું પડશે કે “મારી જેમ હું બીજાને પણ એ જ અવસર અને એ જ તકને લાભ આપું, જે અવસર અને જે તકને લાભ હું ઉઠાવી રહ્યો છું—એમ કરવા જતાં સ્થિતિ બદલાઈ જશે. આપણી અણુઓ આપણને