________________
આપણાં શા : ૩૩૯ લાદવામાં આવે છે ત્યારે આપણે તેના વિષે આપણા અધિકાર અને ન્યાયીપણાને દાવો કરીએ છીએ. દરેકની વૃત્તિ અને વ્યવહાર સમાન હોય છે. આનાથી ભિન્ન વ્યક્તિત્વવાળી વ્યક્તિને શોધવામાં ભારે મુશ્કેલી છે અને શોધવા જતાં ક્યાંય જે મળી જાય તે તે અતિમાનવ હોય છે. માનવ સમાજનું એ કેઈ અદ્વિતીય પુષ્પ હોય છે !
આપણે બીજાના અન્યાયથી પીડિત છીએ, બીજાના અન્યાયના શિકાર બનીએ છીએ એવો વિચાર આપણે પ્રતિક્ષણ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે ક્રોધ અને અન્યાયના શિકાર બીજા બન્યા કરે છે એ વાતને વિચાર આપણને કદી પણ આવતા નથી. આપણા ઉપર ક્રોધ કરનાર આપણી સાથે અન્યાય કરી રહ્યા છે એમ આપણને લાગે છે. પરંતુ તે જ વસ્તુ જ્યારે આપણે બીજા ઉપર આચરતા હોઈએ, ત્યારે આપણે બીજા સાથે અન્યાય કરી રહ્યા છીએ એવું આપણને કદી લાગતું નથી. આપણે અન્યાય ન જોવાની આ આપણી એકપક્ષી દૃષ્ટિ છે.
આપણું માનસિક સ્થિતિ જ એવી છે કે, આપણને એમ જ લાગ્યા કરે છે કે દુનિયા આપણને ખેટી રીતે સતાવી રહી છે. આપણે નિર્દોષ છીએ. દુનિયા શરારતથી ભરેલી છે. આખી દુનિયા જાણે આપણી વિરૂદ્ધ ષડયંત્રથી ભરેલી છે !
આપણે ભૂલી જતા હોઈએ છીએ કે, આપણે ચોવીસે કલાક કેટલા આઘાત-પ્રત્યાઘાતો ફેલાવી રહ્યા છીએ! બોલીને, ઊઠીને, બેસીને, ઈશારાથી, આંખથી અને હાસ્યથી જ્યારે આપણે બીજાની અણ આવડતને હસી કાઢીએ છીએ, બીજા પર ક્રોધિત થઈ જઈએ છીએ કે બીજાની નિંદામાં ઓતપ્રેત બની જઈએ છીએ ત્યારે આપણને એ વાત યાદ પણ નથી રહેતી કે બીજી ક્ષણે આપણે પણ આ પરિસ્થિતિ નહિ થાય તેની શી ખાતરી? આપણે જેની મજાક કરી રહ્યા છીએ તેની જ મજાકના પાત્ર આપણે નહિ બનીએ તેની શી ખાતરી ?
આપણી આખી શક્તિ બીજાનું શોષણ અને દમન કરવામાં ખર્ચાય છે. બીજાનું દમન કર્યા વગર આપણે કંઈક છીએ એવી પ્રતીતિ આપણને થતી નથી. બીજાનું દમન કર્યા વગર આપણને ચેન પડતું નથી. આપણે છીએ એની પ્રતીતિ આપણને ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી આપણે બીજા ઉપર જબરદસ્તી દબાણ અને દમન ન લાદીએ ! આપણું હાથમાં જેટલા માણસેની ચોટલીઓ હોય તેટલા આપણે મોટા માણસ ગણાઈએ છીએ. માણસની પાસે મોટાઈ માપવાનું આ સિવાય બીજું કઈ માપ યંત્ર નથી. સૌ એક બીજાના ગળાં દબાવવા આતુર દેખાય છે !
આ બધી હિંસા છે. આમાંથી મુક્ત થયા વગર કોઈને પણ શાતિ કે સમાધિ મળવાનાં નથી. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી શેષણ અને દમનની જનસાધારણમાં દેખાતી ભાવનાઓથી અટકી ગએલા લકત્તર અતિમાનવ છે. તેમનાં હૃદમાં, પ્રાણી માત્ર તરફ સમાનતા અને સદ્ભાવ ભરેલ, સ્નેહને અવિસ્ત પ્રવાહ વહી રહ્યો છે. તેમણે બીજાને ખૂંચતી પતાની