________________
સ્વયંભૂ પરમતત્ત્વ
જે વસ્તુ નિર્માણ પામે છે તે નષ્ટ પણ થાય છે. કોઈ પણ નિર્માણ શાશ્વત હાતું નથી. નિમિતિએ સમયે સમયે નિર્માણ પામે છે અને કાળ તેને મિટાવી પણ દે છે. જન્મ એ જ મૃત્યુનું આમત્રણ છે. ચાહે બાળકેાએ સમુદ્રને કિનારે રમત રમતાં રેતીના ઢગલામાંથી બનાવેલાં ઘરા હાય કે તાશનાં પાનાંઓને મનાવેલા મહેલ હાય, ચાહે સંગેમરમરના ભવ્ય પ્રાસાદ હાય કે લેાખંડના મજબૂત મકાને હાય, કાલાંતરે તે બધાં નાશ પામવાનાં જ છે. કેાઈ વહેલાં તે કોઇ મેાડાં, પણ એક દિવસ અવશ્ય તે ધરાશાયી બની જવાનાં જ છે. કોઈ માત્ર હવાના સાધારણ ઝોકાથી પડે છે તેા કાઇ ધરતીક પના જબરદસ્ત આંચકાથી, પણ તેથી તેમના પડવામાં કાઇ પાયાના ભેદ ઊભા થતા નથી. તાત્પ એ જ છે કે જે નિર્મિતને પામેલ છે તે વિનાશને પણ પામશે જ. જેનું નામ છે તેના નાશ પણ થશે જ.
એક માત્ર આત્મતત્ત્વ સ્વયંભૂ છે. તે કોઇની સહાય કે શ્રમથી નિર્માણ પામેલ નથી. જેનું હાવુ' સ્વયંમાંથી નીકળેલ છે, જે કાઈ ખીજાથી જન્માવવામાં આવેલ નથી, જેનું અસ્તિત્વ બીજા કેાઈના હાથમાં નથી એવું આ આત્મતત્ત્વ સ્વયંભૂ છે.
જે જે આપણી દૃષ્ટિ અથવા ઇન્દ્રિયાની વિષયભૂત વસ્તુએ છે તે દરેક નિર્મિત થએલી છે. વૈજ્ઞાનિકે આશ્ચય પમાડે એવા મહાયંત્રાનું નિર્માણ કરે છે, મંગળ સુધી સરળતાથી પહેાંચી શકે એવા આકાશયાનાના મહાનિર્માણુમાં અખોની ધનરાશિ ખર્ચાય છે, પર ંતુ તે અધાંના વિનાશ પણ નિશ્ચિતપણે નિર્માણુ સાથે જ થઇ ગએલ છે. એટલે આ જગતના અસ્તિત્વના ઊંડાણમાં ઊતરતાં, અન્વેષણ કરતાં, તે આધારને પકડી લઇએ કે જે શાશ્વત છે, જે સદાથી છે જ. જે કાઈનેા બનાવેલા નથી, જે અનિર્મિત છે એવા શાશ્વત ભાવને પકડીશું તે જ પરમાત્વભાવને ઉપલબ્ધ થઇ શકીશુ.
જો આપણે સ્વયંમાં પ્રવેશ કરી વિચારીશું તે આપણુને લાગ્યા વગર નહિ રહે કે આ શરીર પણ નિમિત છે. આપણાં માતાપિતાનાં સહયોગ વગર આ શરીરના સંભવ નથી. વિજ્ઞાનની શેાધખાજ જરા વધારે ગહનતા અને સૂક્ષ્મતામાં પહેાંચી જાય તે સંભવ છે કે, શરીરનું નિર્માણ ટેસ્ટ ટયુબમાં પણ થઈ શકે. એટલે વૈજ્ઞાનિક જીવશાસ્ત્રી અન્વેષણના ઊંડાણમાં ઊતરી, માતા પિતાના સહયોગ વગર જ, શરીર નિર્માણની પ્રક્રિયા પૂરી કરી શકશે એ હકીકતમાં હવે સ ંદેહને અવકાશ રહ્યો નથી. પરંતુ તેથી આત્મવાદીઓએ ગભરાઈ જવાના કે પરાજિત થઇ જવાના ભય રાખવાની જરાયે જરૂર નથી.
આત્મવાદીઓએ શરીરને આત્મા માની લેવાના કદીપણ આગ્રહ રાખ્યા નથી. શરીરને જ આત્મા માની, શરીરનાં પોષણમાં જોડાએલાએની, આત્મવાદીઓએ ઠીક ઠીક ઝાટકણી કાઢી છે.