________________
૩૪ર : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર શરીરને આત્મા માની લેનારા તે શરીરાત્મવાદી કહેવાય. આત્મવાદીઓ નાસ્તિકની માફક ચૈતન્યશક્તિને પંચભૂતના સહયોગથી ઉત્પન્ન થએલી એક વિશેષ પ્રકારની શકિત હોવાનું તેમજ શરીરની સ્થિતિ ટકે ત્યાં સુધી તે ટકે છે અને શરીરને વિનાશ થતાં તે શકિતને પણ વિનાશ થાય છે એમ માનતા નથી. આત્મવાદીઓ તે આત્મતત્ત્વને સનાતન, શુદ્ધ, અસૃષ્ટ અશરીરી, અક્ષત, નિર્મળ, સર્વજ્ઞ, સર્વદશ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંભૂ માને છે.
આત્મવાદીઓની એક નિશ્ચિત માન્યતા છે કે જે અસૃષ્ટ છે તે આત્મા છે. વૈજ્ઞાનિક માતા પિતાની મદદ વગર વૈજ્ઞાનિક પ્રક્રિયાથી જે શરીરની સૃષ્ટિ કરી શકે, તે તેને અર્થ એટલે જ થયું કે, વૈજ્ઞાનિકે એમ કહી શકે કે શરીર તે આત્મા નથી. આનાથી તે ઊલટાની આત્મવાદીઓની માન્યતાને પુષ્ટિ જ મળવાની છે. શરીરથી પૃથફ અને સ્વતંત્ર આત્મતત્વની સિદ્ધિ તેમને ઈષ્ટ જ છે. રાસાયણિક વ્યવસ્થાથી શરીરનું નિર્માણ થાય, કે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી મનુષ્યના શરીરના ઢાંચાને બનાવાય, આત્મવાદીઓની શ્રદ્ધાને તેથી કંઈ જ આંચ આવવાની નથી.
વૈજ્ઞાનિક અથવા રાસાયણિક પ્રક્રિયાથી શરીર બનાવવામાં ફેર એટલે જ પડશે કે પહેલા શરીર પ્રાકૃતિક પદ્ધતિએ નિર્માણ પામતું હતું, હવે તે કૃત્રિમ રીતિએ નિર્માણ પામે છે. મા બાપના સહગથી જે કેષ્ઠ અથવા શરીરના પ્રથમ ઘટકની રચના થતી હતી તે હવે રાસાયણિક કેષ્ઠથી થશે. પરંતુ તેથી તેને આત્મા એટલે સ્વયંભૂ પરમતત્વ ગણી શકાશે નહિ. તે શારીરિક કેષ્ઠ રાસાયણિક પદ્ધતિથી કૃત્રિમ રીતે બનાવવામાં આવે કે પ્રાકૃતિક રીતે માબાપના સહયોગથી, તે અને અંતે નિમિત જ છે, પોતાની મેળે ઉત્પન્ન થયેલું નથી. તે સ્વયંભૂ નથી એટલે તે આત્મતત્વ હોઈ શકે નહિ. કારણ આત્મતત્વ સ્વયંભૂ છે.
આ રીતે તૈયાર થતાં શરીરથી તે આત્મવાદીઓને લાભ થવાને. શરીર સાથેનું જે તાદાત્ય છે તે તેનાથી તૂટી જશે. વિજ્ઞાન આત્મવાદીઓના પક્ષમાં કામ કરશે. વિજ્ઞાનની આ પ્રક્રિયાથી બરાબર સમજી શકાશે કે શરીર એક યંત્ર છે. શરીરને સ્વયં (આત્મા) માની બેસવું એ એક અજ્ઞાનતા છે. શરીરના સંબંધની ગેર સમજણ તે અત્યારે પણ ઊભી જ છે. તે પ્રકૃતિ પ્રાપ્ત હોય કે રાસાયણિક પ્રક્રિયાથી એથી તેના યાંત્રિકપણામાં કશે જ ફેર પડતો નથી. ભલે તે પ્રાકૃતિક રીતે ઉપલબ્ધ થયું હોય, છતાં શરીર એક યંત્ર જ છે. પ્રકૃતિનાં શરીર નિર્માણ સંબંધી રહસ્યને યથાર્થ રીતે સમજી લીધા પછી, શરીરનું નિર્માણ ભલે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી કરી શકાય પરંતુ તેથી તે શરીર સાથેનું આપણું જે તાદાભ્ય છે તે વિલય પામશે. સ્વયંમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન થશે અને ત્યાં સુધી પહોંચવાને પ્રયત્ન થશે કે જ્યાં સુધી અનિર્મિત સ્વયંભૂ તત્વ હાથ ન લાગે! જ્યાં સુધી વૈજ્ઞાનિકની નિર્મિત ક્રિયા નિર્માણનું કાર્ય કરી શકે ત્યાં સુધી આત્મતત્વ નથી તે એક સુનિશ્ચિત તથ્ય છે. આત્મા તે જ્યાં નિર્માણની કશી જ ક્રિયા થઈ શકતી નથી એટલે કે નિર્માણ કાર્યથી પર છે. એટલે વૈજ્ઞાનિક ગહનતા અને