________________
૩૩૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર તે આપણી પાસે આપણી અણી સિવાય બીજું કઈ ઉપકરણ નથી કે જેના આધારે આપણે બીજાંની અણીઓને તેડી શકીએ. પરિણામ એ આવ્યું કે બીજાની અણી તડવી એટલે આપણી અણીને વધારે ધારદાર, ચમકતી અને તીક્ષ્ણ બનાવવી! આ કોઈ એક વ્યક્તિની વાત નથી પરંતુ એકબીજાને એકબીજા પરત્વેને આ વ્યવહાર જ હોય છે. તેથી દરેક બીજાની તીણ અને તેડવા અને પિતાની અણીને વધારે અણીદાર બનાવવા મશગુલ છે. આ એક વિષચક છે અને સૌ એના ભંગ થઈ રહ્યા છે.
જ્યારે આપણી અણી બીજાને ખૂંચતી હોય, બીજાને ભેદતી હોય ત્યારે બીજા પણ પિતાની અણી આપણને ભેદવા, આપણને ખૂંચાડવા, તેને વધારે ને વધારે તીક્ષ્ણ બનાવતા રહે છે. આ રીતે આપણું જ ધારદાર અણીએ જે બીજાને આઘાત આપનારી બને છે, તેને કારણે, સૌ એકસામટા આપણું ઉપર પ્રહાર કરનારા થઈ જાય છે. એટલે આપણી જ અણીઓ આપણને આડકતરી રીતે ખેંચનારી બની જાય છે. આપણી અણીને ઓળખવાને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
અનંત જન્મની લાંબી યાત્રાઓમાં આપણે આપણી તીક્ષ્ણ અણીઓને જ સુરક્ષિત રાખી છે, બાકીના ભાગ કાપી નાખ્યા છે. આપણી આ અણીઓની પ્રતીતિ આપણને ક્યારે થાય ? આપણી આ અણુઓની પ્રતીતિ આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે બીજાના સ્થાન ઉપર ઊભા રહી તેને અનુભવ કરીએ.
જ્યારે કોઈ માણસ આપણાથી ઉદ્વિગ્ન અને પીડિત થાય છે ત્યારે આપણે આપણાં મનમાં તેના ઉદ્વેગ અને પીડા વિષે શું વિચારતા હોઈએ છીએ તેને ઊંડાણથી વિચાર કરે. બીજાને આપણાથી પીડિત થયેલાં જઈ આપણું મન સાક્ષી પૂરશે કે, “તે જે પીડિત થઈ રહ્યો છે તે તે તેની માત્ર ભ્રાંતિ છે. મેં તેને ખરેખર કેઈ પીડા પહોંચાડી નથી. અને જ્યારે આપણે બીજાથી પીડિત થઈએ છીએ ત્યારે આપણા મનની કલ્પના જુદી જ હોય છે. તે વખતે આપણે માનીએ છીએ કે “મારા ઉદ્વેગ અને પીડાનું કારણ સામેવાળી વ્યક્તિ જ છે. જ્યારે આપણે કોધિત થઈએ છીએ ત્યારે પિતાને વિષે એ દા કરીએ છીએ કે, પરિસ્થિતિનું જ કંઈક એવું નિર્માણ થયું કે મારે ક્રોધ કરવો પડે. અને આ રીતે જે બીજો કોધિત થાય તે, જે પરિસ્થિતિનું બહાનું આપણે આપણું કેધી સ્વભાવનું સંરક્ષણ કરવા માટે કાઢતા હતા, તે તેના કાધ માટે કાઢતા નથી. તે વખતે તે આપણે પેલાને સ્વભાવ જ કેધી છે એમ કહી તેના સ્વભાવને જ દેષિત ઠરાવીએ છીએ. તે માણસ જ ક્રોધી છે એવી તેને માટેની આપણી દલીલ હોય છે. આ દલીલમાં જ આપણી અણિયાળી ધારે છુપાયેલી હોય છે જેની આપણને ખબર પણ હોતી નથી.
સિકંદરે જ્યારે રાજા પોરસને પરાજિત કરી કેદી બનાવ્યું ત્યારે તેણે તેને પૂછયું પિરસ ! બોલે, તમારી સાથે હું કેવો વ્યવહાર કરું ?” રાજા પાસે જવાબ આપેઃ “રાજન