________________
૩૩૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા
આપણે આપણી સમજણને દઢ, દઢતર, અને દઢતમ બનાવતા જઈએ છીએ. એક દિવસે આ સમજણ પાણીની માફક સખત બની જાય છે. પછી તે તે જાણે સ્વભાવ હોય એમ લાગવા માંડે છે. તે ભૂલી જાય છે કે જીવન આખું એક લાંબે અભિનય છે. .
અભિનયને અભિનયની રીતે જ જાણવું જોઈએ. પરંતુ જગતમાં એવી કઈ ઘટના નથી કે જેના કર્તા થવાના ગાંડપણમાં આપણે પડીએ. કર્તુત્વ તે અસ્તિત્વનું છે, જે વૈકાલિક છે.
પ્રારબ્ધ અને નિયતિવશ જે થવાનું હોય તે થાય. તેના ઉપર જ બધી જવાબદારી છેડી દેવી જોઈએ. નિયતિએ વહન કરવા જોઈતા ભારને નિષ્કારણ આપણે શા માટે ઉપાડ જોઈએ? આપણી ક્ષમતા અને શકિત કરતાં તે વધારે વજનદાર પાણી છે. તેની નીચે દબાઈ જવાને અને મરી જવાને ભય છે. પરંતુ આપણે અહને એમાં મુશ્કેલી લાગે છે. અહંકારને રસ જ તેમાં છે. જેમ મેટ અને વજનદાર પાણે આપણી છાતી ઉપર હોય તેમ અહંકારને રસ અને મજા આવે છે. મેટી પદવીઓ અને અધિકારનો રસ મેટો હોય છે.
અસલિયત તે એ છે કે જેના ઉપર ભાર નથી તે માણસ ફૂલની માફક હળવે હોય છે. તેની નિશ્ચિતતા ઈષ્ય ઉપજાવે એવી હોય છે. પરંતુ એ માણસ મળે મુશ્કેલ છે. નિયતિએ ઉપાડેલા ભારને આપણે ઉપાડવા જતાં આપણી સ્થિતિ પણ પેલા માણસ જેવી થાય છે જે ટ્રેનમાં બેઠે હતો અને પોતાની ઘરવખરી પોતાના માથા ઉપર ઉપાડી રાખી હતી! તે માણસને જ્યારે બીજા મુસાફરોએ કહ્યું: “હે ભાઈ, તમે ટ્રેનમાં બેઠા છે, તમારે ભાર ટ્રેન ઉપાડી રહી છે, તે નાહક તમારા માથા ઉપર ઘરવખરીને ભાર શા માટે ઉપાડે છે? આ ભારને માથા ઉપરથી ઉતારી ટ્રેનમાં જ મૂકી દે તે એમાં કશે જ ફેર પડતું નથી ! ત્યારે તે માણસે તેના જવાબમાં કહ્યું: “ભાઈ ! એમ કેમ બની શકે ? મેં મારા એકલાની જ ટિકીટ લીધી છે. આ સરસામાનની ટિકીટ મેં કઢાવી નથી. મારાથી સરકારને દગો દઈ શકાય નહિ. આ ઘરવખરી તે મારા માથા ઉપર જ રહેશે. હું સરકારને છેતરવા ટેવાએલ નથી. તે ભેળા અને ભલા માણસને ખબર નથી કે સરસામાન માથા ઉપર રાખે કે ટ્રેનમાં મૂકે, તેમાં કશે જ ફેર પડતો નથી. ટ્રેનને જ બધે ભાર વહન કરવાનું હોય છે. આ જ રીતે પ્રારબ્ધ, નિયતિ અને ઈશ્વર કતૃત્વને માનનારાઓની દષ્ટિ. આપણે બધાં પરમાત્માની ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરે છીએ. આપણે અને આપણી ઘરવખરીને ભાર તે જ વહન કરનારાં છે છતાં તે પારમાર્થિક સત્યને સમજ્યા વગર, કતૃત્વને ભાર આપણું માથા ઉપર રાખી, આપણે મુસાફરી કરી રહ્યા છીએ. જેના માથા ઉપર નાનો ભાર છે તેના નામ પર આપણે કહીએ છીએ કે તેની જિંદગી બેકાર ગઈ. કંઈ પણ ભાર રાખ્યા વગર જે તે મરી જાય છે તે આપણે તેની ચર્ચા કરીએ છીએ.
અહંકારને અર્થ કર્તાપણાને ભાવ. જેણે જીવનની આખી યાત્રામાં અહંકારને પ્રવેશવા ન દીધી હોય, જેનું જીવન નિરહંકાર એટલે પ્રારબ્ધ, નિયતિ અથવા પરમાત્માના ચરણોમાં