________________
જગત એક મંચ છે : ૩૩૩
જે અભ્યાસી અને સ્વભાવનું સૂક્ષમ નિરીક્ષણ કરી શકનારા પ્રજ્ઞાશીલ પુરુષ છે તે તે સદા કહેતા જ આવ્યા છે કે તાશ, હોકી, કુટબોલ લીબેલ ક્રિકેટ જ રમત નથી; હિન્દુ મુસલમાન અને ઈસાઈપણની ગણતરી પણ રમતમાં જ કરી છે. આ બધી પણ રમત છે જે માણસે રમી રહ્યા છે. આ રમતે ક્યારેક ઘી અને ભારે પણ પડી જાય છે ! આમ તો શેતરંજ જેવી રમત પણ ક્યારેક રમત રહેવાને બદલે તલવારનું મેદાન બની જાય છે. તે પછી હિન્દુ-મુસ્લિમ વચ્ચે તલવાર ખેંચાય તેમાં શું આશ્ચર્ય ?
ગંભીરતાથી પકડી લેવામાં આવેલા અભિનયે આજે જીવન બની ગયા છે. જે જે શીખડાવવામાં આવે છે તે સમય જતાં ઊંડાણમાં પ્રવેશી જાય છે અને જીવન બની જાય છે. આખી દુનિયામાં પુરુષ કરતાં સ્ત્રીઓ ઊતરતી કોટિની છે એમ શીખડાવવામાં આવ્યું. સદીઓથી શીખડાવવામાં આવેલી આ વાત સ્ત્રીઓ અને પુરુષો માટે જીવન બની ગઈ. એટલે સ્ત્રીઓ પણ પિતાને પુરુષ કરતાં હીનતર માનતી થઈ ગઈ અને પુરુષો પિતાને સ્ત્રીઓ કરતાં શ્રેષ્ઠતર માનતા થઈ ગયા. સામાન્ય કક્ષાને પુરુષ પણ ઉચ્ચ કોટિની શકિતશાળી સ્ત્રી કરતાં પોતાને શ્રેષ્ઠતર માનશે અને શ્રેષ્ઠતમ સ્ત્રીને પણ યત્ર તત્ર પુરુષની સહાયની અપેક્ષા રહ્યા જ કરશે. જેમ આવા પ્રશિક્ષણની આપણે ત્યાં આવી અસર થવા પામી તેમ એવી પણ જનજાતિઓ આપણે ત્યાં છે, જે સ્ત્રીઓની સર્વોપરિતાને સ્વીકારે છે અને પુરુષને હીનતર ગણે છે. જે સમાજમાં સ્ત્રીઓ શ્રેષ્ઠ છે અને પુરુષ હીન છે એમ શીખડાવવામાં આવેલ છે ત્યાં સ્ત્રીઓ શ્રેષ્ઠ થઈ ગઈ અને પુરુષ પિતાને હીન માનતા થઈ ગયા. આ બધા વાસ્તવિક સ્વભાવે નથી પરંતુ શીખડાવવામાં આવેલા અભિનયે છે જે સમય જતાં જીવન બની ગયા છે.
નાનાં બાળકે ઢીંગલા ઢીગલીના લગ્ન કરે છે. લગ્નની બધી પ્રક્રિયાઓ, ગીતે વગેરેનું આયોજન લગ્નની માફક જ કરે છે. પરંતુ તેને આપણે રમત માની લઈએ છીએ કારણે તે બાળકનું આયોજન છે. સ્ત્રી પુરુષના વિવાહ પણ ઢીંગલા ઢીંગલીને જ વિવાહની એક માત્ર આવૃત્તિ છે કે બીજું કાંઈ? હાં, બાળકે સવારમાં લગ્ન કરી સાંજે ભૂલી જાય છે કે સવારમાં ઢીંગલા ઢીંગલીનાં પિતે લગ્ન કર્યા હતાં ત્યારે મોટી ઉંમરના માણસ અદાલતમાં જઈ લડે છે, ભૂલતા નથી, દઢતાથી તેને પકડી રાખે છે.
વિવાહને ખેલ, રમત કે કીડા માનવા આપણે તૈયાર નથી. વિવાહને ખેલ માનવા જતાં તે એક ક્રીડા-રમત થઈ જશે અને પરિવાર પણ એક ખેલ થઈ જશે. પરિવાર જે ખેલ ગણવામાં આવશે તે પરિવારની આજુબાજુમાં ઘેરાઈને રહેલે સમાજ પણ ખેલ થઈ જશે. ખેલ અને ખેલનું કીડાંગણ વામનમાંથી વિરાટ બની જશે અને સમાજની આસપાસ ફેલાએલું સારી મનુષ્ય જાતિનું જગત પણ ખેલ બની જશે. એટલે વિવાહને ખેલ માની લેવામાં તો ભારે મુશ્કેલી ઊભી થવા સંભવ છે. એટલે આપણને દઢતાપૂર્વક શીખડાવવામાં આવ્યું છે કે વિવાહ એ ખેલ નથી, પરિવાર એ ખેલ નથી અને સમાજ એ પણ ખેલ નથી. આ રીતે ડગલે અને પગલે