________________
૩૩૨ : મેઘા પાષાણુ, ખાલ્યાં દ્વાર
જીવન અથવા સ્વભાવ બની જાય છે. એક માંસાહારી કુટુંબના બાળકને જન્મથી જો શાકાહારી રાખવામાં આવે અથવા શાકાહારીને ત્યાં તેનું પાલનપેાણ થાય તેા તે શાકાહારી બની જાય છે. શાકાહાર કે માંસાહાર તેને જન્મગત સ્વભાવ નથી. એવા માણસ કે જે માંસાહારી કુળમાં જન્મેલે હાય અને તેનેા શાકાહારીને ત્યાં ઊછેર થયા હાય તે તેને માંસ જોતાંવેંત ઊલટી થઈ જશે. એટલે શાકાહારીને ત્યાં જન્મેલેા ગુણિયલ છે અને માંસાહારીને ત્યાં માટે થએલા દુર્ગં ણી છે એમ રખે માનતા ! વાતાવરણથી તેનુ તે તે રીતે ઘડતર થયેલુ હાય છે. બાલ્યાવસ્થાથી જે કઈ પણ આપણે બાળકને શીખડાવી રહ્યા છીએ, તે ક્રમે ક્રમે તેના જીવનમાં, જે જે અભિનયા તેને કરવાના છે, તેની પૂર્વભૂમિકા અથવા તૈયારી રૂપ છે. એકને આપણે હિન્દુની રીતે તૈયાર કરીએ છીએ, ખીજાને અમેરિકન ઢમથી, ત્રીજાને મુસલમાનની રીતે તે ચેાથાને ચીની રીતભાતથી, તા એ રીતે તેમને તૈયાર કરવામાં જે જે પ્રક્રિયાઓએ ભાગ ભજવ્યેા હોય છે તેની પકડ તેમના સ ́સ્કારમાં એવી તે દૃઢ બની જાય છે, તે તે વાતાવરણને પામી તે તેમાં એવા તે તદ્રુપ બની જાય છે, કે તેમને ખ્યાલ પણ નથી રહેતો કે હિન્દુ, મુસલમાન, ઇસાઇ, બૌદ્ધ આ બધાં તે તેમને શીખડાવવામાં આવેલા અભિનયા છે, જગતના ર'ગમંચ પરની રમત માત્ર છે. આ તૈયાર કરવામાં આવેલા પાત્રો અને રૂપો જો શીખડાવવામાં ન આવ્યાં હોત તે આપણે શીખ્યાં જ ન હાત અને આપણે શુદ્ધ મનુષ્ય જ રહ્યા હોત.
જ્યારે આપણે કહીએ છીએ કે હું હિન્દુ છું ત્યારે આપણે કર્તો અની જઇએ છીએ અને જે હિન્દુ નથી તેના તરફ આપણને ધૃણા અને સૂગ થાય છે. પછી આપણને એકબીજાનાં ગળાં કાપવામાં પણ કશો જ આંચકા આવતા નથી. જાણે કોઇ ધર્મનું કામ કરી રહ્યા હાઇએ તેમ, નિશ્ચિ ંતતા અને સહજતાથી ખીજાનાં જાન પણ લઇ નાખીએ છીએ અને પોતાના જાનની કુરબાની પણ કરી નાખીએ છીએ. આ સ્વભાવ નથી પણ એક જાતની ટેવ છે, આદત છે, જે ગહનરૂપે અંદરમાં પ્રવેશી ગઈ છે. તેણે એવી દૃઢતાથી પોતાની પકડ જમાવી છે કે વ્યકિત ભૂલી જાય છે કે જગતના રંગમાંચ પરના આ બધા એક અભિનય છે, રમત છે.
કાઈ હિન્દુને એમ થાય કે “આ જગતમાં હું હિન્દુ હાવાની રમત રમી રહ્યો છું, હું હિન્દુત્વના અભિનય કરી રહ્યો છું, હિન્દુત્વનું પાત્ર ભજવી રહ્યો છુ” અને એ જ રીતે કોઈ મુસલમાનને એમ થાય કે ‘હું મુસલમાન હેાવાની રમત રમી રહ્યો છું, હું મુસલમાનપણાના અભિનય કરી રહ્યો છું, મુસલમાનપણાનું પાત્ર ભજવી રહ્યો છુ”–એમ બંનેના માનસમાં, આ બધાં જગતના રંગમંચ પરના પોતાના અભિનયા જ છે, રમત છે, એમ માનશે તે પરસ્પરના ઝઘડા ઊભા નહિ થાય, કોમવાદનું ઝેર નહિ વ્યાપે અને હુલ્લડો પણ નહિ ફાટી નીકળે. મુશ્કેલી તા જ ઊભી થાય જે ‘હિન્દુત્વ’ કે ‘મુસ્લિમત્વ’-તેમને મન આ જગત પરના એક અભિનય. એક રમત ન હોય ! રમતને રમત તરીકે સ્વીકારી લેવામાં આવે તે પછી મુશ્કેલીને પ્રશ્ન જ રહેતો નથી.