________________
૩૩૦ . ભેદ્યા પાષાણ, છેલ્લાં દ્વાર
કથમ િશક્ય નથી. કર્મ કરતાં કરતાં પણ કતૃત્વથી છૂટી શકાય છે. સામાન્યતયા આપણે માનતા હોઈએ છીએ કે કર્મથી મુક્ત થઈ જઈએ એટલે કર્તુત્વથી મુકત થઈ જવાય, કારણ કર્મ થશે નહિ તે કર્તુત્વ ક્યાંથી ઊભું રહેશે ? પરંતુ હકીકતે આ સત્ય નથી. સંભવિતતા એનાથી જુદી જાતની છે. મનુષ્ય કર્મને કરતો રહે છે, છતાં તે કર્તુત્વના બંધનમાં જકડાને નથી. તમે પૂછશેઃ “આમ કઈ રીતે બની શકે ? આ પ્રશ્નને જવાબ સાદો સીધે છે અને તમારા સૌના અનુભવને પણ છે. એટલે તેને સમજવામાં તમને મુશ્કેલી નહિ પડે.
એક રંગમંચ પર કેઈ નાટકના એક પાત્રના અભિનયને જ્યારે આપણે ભજવતાં હોઈએ ત્યારે આપણે કર્મ તે યથાવત્ કરીએ છીએ પણ તેથી આપણે કર્તા થતા નથી. રામલીલામાં કઈ અભિનેતા રામનું પાત્ર ભજવે છે, તેમાં જ્યારે સીતા એવાઈ જાય છે ત્યારે રામ રડે છે. તેઓ વનમાં ભટકે છે અને સીતાના વિરહમાં પાગલ જેવા બની તે એક એક વૃક્ષને સીતાની ભાળ પૂછે છે. સીતા કયાં ગયાં હશે તેની વનમાં શોધ કરે છે. દશરથના પુત્ર શ્રી રામને આબે દબ અભિનય આ રામલીલાને રામ પણ કરે છે. સાચા રામ કરતાં પણ રામલીલાને નકલી રામ વધારે કુશળતાથી અભિનય કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવી દે છે ! રામે જે કર્મો ક્ય તે જ કર્મો આ રામલીલાને રામ પણ કરે છે, પરંતુ આ કર્મો પાછળ તે કર્તા નથી; અભિનેતા માત્ર છે.
કર્તાને બદલે માણસ જે અભિનેતા થઈ જાય તે કર્મ તે ચાલુ રહે છે પણ અંદર આખું રૂપાંતરણ થઈ જાય છે. કારણ અભિનય બાંધતું નથી. અભિનયની સીમારેખા અંતરને સ્પશતી નથી. અભિનયને સંબંધ પરિધિ સાથે જ હોય છે, કેન્દ્ર સાથે તે જોડાતે નથી. અભિન્ય ગહનતામાં પ્રવેશતા નથી. રામલીલાને રામ અસલી રામ કરતાં ભલે વધારે કુશળતાથી રડતે હોય, કરુણ આક્રંદ કરતે હોય, પરંતુ તેનાં આંસુએ પ્રાણોમાંથી આવીને વહેતાં નથી. આંસુ લઈ આવવા માટે તેને અંજન કે એવા કઈ રાસાયણિક પદાર્થના ઉપયોગની જરૂર પડે છે. ભલે તે ધ્રુસકે ધ્રુસકે રડતું હોય અને વાતાવરણને કરુણાથી ભરી દેતે હોય, છતાં તેનાં રૂદનને સંબંધ ગળાથી આગળ હૃદય સુધી પહોંચેલે હેત નથી. તેનાં આંતરિક ભાવે સર્વધ અસ્પૃશ્ય અને અસ્કૃષ્ટ છે.
જ્યારે કર્મની સાથે “હું”પણું જોડાઈ જાય છે, ત્યારે કર્મ કાજળની માફક એંટી જાય છે. કર્મની સાથે “હુંપણું જે ન જોડાય તે કતૃત્વથી શૂન્ય કર્મ બંધનનું કારણ બનતું નથી. હુંપણની સાથે કર્મનું તાદાસ્ય ન થવા દેવું, એ જ કર્મ કરતાં છતાં તેમાંથી મુક્ત થવાને રામબાણ ઉપાય છે.
કર્મથી મુક્ત થવાને એક જ ઉપાય છે અને તે એ કે જીવનને અભિનયના રૂપમાં રૂપાંતરિત કરી નાખવું. “હું”ની સાથે જ્યારે કર્મનું તાદાભ્ય થઈ જાય છે ત્યારે જીવન અંધકાર અને કાલિમાથી ભરાઈ જાય છે. પરંતુ અંદર કઈ કહેનાર ન હોય કે હું કર્તા છું અને અંદર માત્ર જણનાર હોય કે આ જગતના મંચ પર આ એક અભિનય થઈ રહ્યો છે, પછી મંચ ભલે