________________
સંવત્સરી મહાપર્વ અને ક્ષમાપના આજે સંવત્સરી મહાપર્વને પવિત્ર દિવસ છે. આ પવિત્ર દિવસને અતિ દિવ્ય અને ભવ્ય ઈતિહાસ છે. પ્રકૃતિએ આપેલાં વિપુલ સાધના સમીચીન ઉપગ તેમજ માનવ જાતના નવી દિશા તરફના પ્રયાણના પુરુષાર્થના સુભગ સંગની મીઠી સ્મૃતિને આ મીઠે અને અપૂર્વ દિવસ છે. આગને આધારે આ દિવસના રહસ્યભર્યા ઈતિહાસને સ્મૃતિગોચર બનાવવા આજના દિવસે આપણે પ્રયત્ન કરીએ. જંબુદ્વીપ પન્નત્તિમાં આ દિવસ કેમ ઉદ્ભવ્ય ? આ દિવસનું સંવત્સરી મહાપર્વ નામકરણ કેમ અપાયું ? આ મહાપર્વની ઉજવણી હમણાં જ શરૂ થઈ કે તે પરાપૂર્વથી ચાલી આવે છે, વગેરે બાબતે જાણી લેવી આવશ્યક છે.
જૈન આગમમાં વીસ ક્રોડાકોડ સાગરોપમની મર્યાદાના સમયને કાળચકના નામથી ઓળખવામાં આવે છે. તેના અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના બે વિભાગે છે. ઉતરતે કાળ કે જેમાં સમસ્ત પદાર્થોના વર્ણાદિ ગુણેની ક્રમશઃ હાનિ થાય તે અવસર્પિણી કાળ, અને જેમાં સમસ્ત વસ્તુઓના વર્ણાદિગુણેની ક્રમિક રીતે વૃદ્ધિ થાય, એટલે કે શુભ પર્યાયે વધતાં વધતાં પરિસીમાએ પહોંચે તે ઉત્સર્પિણી કાળ કહેવાય છે.
દરેક કાળચક્રમાં છ-છ આરા હોય છે. અવસર્પિણીના પ્રથમ આરાનું નામ “સુષમ-સુષમ છે. તેની સ્થિતિ ચાર ઝેડક્રોડ સાગરોપમપ્રમાણ છે. આ આરામાં ભૂમિ હથેળીની માફક સમ હોય છે. પાંચ વર્ણવાળા મણિઓ સમાન સુંદર વનરાઈથી તે સભર હોય છે. ઉદાલ, કેદાલ, મેદાલ, કૃતમાલ, નૃતમાલ, દંતમાલ, નાગમાલ, શંખમાલ અને તમાલ વૃક્ષની સઘન છાયા તેમજ સુંદર પુષ્પ અને ફળથી ભરેલાં ઘટાદાર વૃક્ષ હોય છે. જેરુતાલવન, હેરુતાલવન, મેરુતાલવન, સાલવન, ખજુરીવન, નાળિયેરીવન આદિ વને જ્યાં ત્યાં વિસ્તરેલાં હોય છે. આ યુગના માણસે સ્વભાવથી બાળક જેવા નિર્મળ, સરળ, ઉપશાન્ત કષાયી અને કમળ હોય છે. તેમની ઉત્કૃષ્ટ ઊંચાઈ ત્રણ ગાઉની અને આયુષ્ય ત્રણ પલ્યનું હોય છે. ત્રણ દિવસે તેઓ ક્ષુધાતુર થાય છે. તુવેરની દાળ જેટલી માત્રાનું અત્યલ્પ ભેજન તેઓ લે છે. કલ્પ વૃક્ષોથી ઈચ્છિત સુખ સાધને તેઓ મેળવે છે. તે યુગના માનવી ઘણાં સુખી અને સંતોષી હોય છે.
બીજા આરાનું નામ “સુષમ છે. તે ત્રણ કેડાર્કોડ સાગરોપમપ્રમાણ હોય છે. પહેલા આરા કરતાં આ આરામાં વર્ણાદિ શુભત્વ થોડું ઘટી જાય છે. આ આરાના પ્રારંભમાં બે પત્યની અને અંતમાં એક પલ્યની મનુષ્યની આયુ હોય છે. તેમની ઇચ્છાઓ પણ કલ્પવૃક્ષથી પૂર્ણ થતી હોય છે. ઊંચાઈ પ્રારંભમાં બે ગાઉની અને અંતે એક ગાઉની હોય છે.
ત્રીજા આરાનું નામ “સુષમ-૬ષમ છે. તે બે કોડાક્રોડ સાગરોપમપ્રમાણ છે. આ આરાના પ્રારંભમાં માણસોની ઊંચાઈ એક ગાઉની અને ઊતરતા આરે પાંચસે ધનુષ્યની હોય છે.