________________
સહસ્રધા સાધના : ૨૯૩
રહેવાની છે, તેમાં ભાગ્યે જ ક્રૂર પડતા હોય છે. તે કદી ફેરવી શકાતી નથી, ફેરવવી જ હાય તે આપણી સૃષ્ટિ ફેરવવી જોઇશે. જેવી સૃષ્ટિ ફરી કે સૃષ્ટિ એની મેળે ફ્રી જશે.
તમારી આંખા ઉપર જો લાલ રંગના ચશ્મા ચઢાવશે તે આખી સૃષ્ટિ તમને લાલ દેખાશે, બળતી હોય એમ જણાશે. પરંતુ દુનિયામાં કશું જ મગડેલુ નથી. ખગયુ. જ ઢાય તે માત્ર આપણી સૃષ્ટિ બગડી હેાય છે. એટલે આપણા હૃદયના ભય જ ખીજામાં આરોપિત થઈ, આપણને ભયભીત બનાવ્યા કરે છે.
પક્ષીઓ ચણ ચણતા હૈાય ત્યારે તેમની પાસેથી જરા ધીમેથી પણ પસાર થઇ જાઓ. તમેાને શે। અનુભવ થાય છે? તે બધાં પક્ષીઓ ફડફડાટ કરતાં એક સાથે ઊડી જાય છે. આગળ પાછળ ફરતી જ રહે છે. તેના ફફડાટ જુદી જ સતત સતાવ્યા જ કરે છે. તેમને એક ક્ષણ માટેની પણ
પક્ષીની ડાક તાવની સતત જાતના હાય છે. તેમને બીજાના ભય નિશ્ચિ ંતતા કે નિભયતા હાતી નથી.
♦
જ્યાં સુધી આપણું હૃદય સવ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસથી છલકાઈ ન જાય, ત્યાં સુધી આખી દુનિયા આપણને દુશ્મન જેવી જણાશે. આ વિકૃત અને બિહામણી ભાવના જેના પ્રાણાને સ્પર્શી ગઇ હોય, તેનાં માનસને શાંતિ કે સમાધિ કયાંથી હોય ? એવા માણસો ભૂલથી એમ સમજવા લાગે છે કે મારું સંરક્ષણ હું પાતે જ કરવાના છું. બીજા બધા મારા સંહારક છે, ભક્ષક છે. આવી ભ્રાંતિપૂર્ણ ભાવનાઓ જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી પ્રકૃતિની સૃષ્ટિમાં માંગલ્ય જોવાની દૃષ્ટિ અભિવ્યક્ત થશે નહિ.
સૃષ્ટિ મોંગલથી ભરેલી છે, એ રીતે જોવાની જો કળા સિદ્ધ થઈ ગઇ, તે આનદ અને પ્રેમના અનંત ઝરા આપણાં હૃદયમાં જ અસ્ખલિત રીતે વહેતા થઇ જશે. આનંદ લેવા કયાંય ભટકવું નહિ પડે. તેના અક્ષય ખન્નાને આપણામાં જ પડેલા દેખાશે. હૃદયાકાશ દિવ્ય પ્રકારાથી ઝળહળી ઊઠશે !
અંતરાત્માના દિવ્ય ભંડારને જોતાં શીખેા! બહારના નિરભ્ર આકાશને નિરખીને ચિત્ત નિળ તેમજ નિલેપ બનાવે! કારણ, વર્ષાતપામ્યાં િચેમ્નશ્રમ ચૈત્ર તા:સ્થિતિ: । વરસાદ અથવા તડકાથી આકાશ ભીંજાઇ કે સંકોચાઈ જતું નથી. વર્ષા અને તડકાની અસર તેા ચામડા ઉપર થાય છે. ચામડું પાણીથી કુલાઇ જાય છે અને તડકાથી સંકોચાઇ જાય છે. આકાશ ઉપર તેની કશી જ--અસર થતી નથી. માટે આકાશની માફ્ક સ્વચ્છ અને નિલેપ થવામાં જ સાધનાની નિષ્પત્તિ સમાએલી છે.