________________
સહઅધા સાધના : ૨૯૧
તેને આંચકે આવતું નથી. માટે આવા માણસની ઊંઘમાં જ બધા નું હિત અંતર્નિવિટ હોય છે. એટલે આવા માણસે જાગે તે કરતાં તે ઊંઘે એ જ તેમને માટે યોગ્ય છે. તેમની ઊંઘ જ જગતના જેને માટે આશીર્વાદરૂપ છે, તેમની જાગૃતિ અભિશાપરૂપ છે.
નાદિરશાહ જાગે તે તે ઉપદ્રવ કર્યા વગર રહે જ નહિ. માટે તે વધુ ઊંઘતો રહે એ જ તેને માટે એગ્ય છે. અજ્ઞાનીના હાથમાં અજ્ઞાન જ શ્રેયસ્કર છે. અજ્ઞાનીના હાથમાં જ્ઞાન ખતરનાક છે. જ્ઞાનીના હાથમાં અજ્ઞાનનું પણ જોખમ નથી હતું તે પછી જ્ઞાનની તે વાત જ શી ?
મનની એકાગ્રતા માટે જીવનની પરમ શુદ્ધિ અનિવાર્ય છે. જીવનના અંત સુધી શંકરની જેમ કડવા અને કાતિલ ઝેરે માણસે પચાવવાના હોય છે. તેના વિના જીવનની અંતિમ ક્ષણ એટલે કે મૃત્યુ અમૃત ભરેલું બનતું નથી. મૃત્યુની અંતિમ ક્ષણ અંતિમ મૂડી થાય તે માટે આખા જીવનની સાવધાનીપૂર્વકની જાગૃતિ આવશ્યક છે. આટલી બધી દોડધામ અને મથામણની પાછળ મૃત્યુની ક્ષણને સુધારી લેવાની માણસની આત્યંતિક ભાવના હોય છે. મરણની પવિત્રતા પણ તે જ જળવાય છે.
મનુષ્ય આ માટે પિતાનું આત્મનિરીક્ષણ કરતાં રહેવું જોઈએ કેઃ “આ મનુષ્ય દેહમાં મારા જેવા જ કાળા માથાના માનવીઓ ઋષિ, મહર્ષિ અને પરમર્ષિ થઈ ગયા. આ મનુષ્ય દેહમાં જ મારા જેવા સંસારમાં રખડતા અને રઝળતા જી નરમાંથી નારાયણ થઈ ગયા, તે પછી હું કેમ આવે ને આ જ કેરે છું? મારી અવશ્ય કંઈક ભૂલ થાય છે, હું કંઈક ગફલતમાં પડયે છું. મારું અવશ્ય અવળું આચરણ છે, મારી સ્વમાં (આત્મામાં સ્થિરતા નથી. મારી ચિત્તવૃત્તિ સદા બહાર રઝળ્યા કરે છે. બીજાના દોષોને જોવામાં હું મારું દેઢ ડહાપણ વાપરું છું, પણ મારા દે હું જેતે નથી. મારે શા માટે બીજાના દોષ જેવા જોઈએ? હું કયાં ગુણોને ખજાને છું? મારામાં વળી કયાં ઓછા દેશે પડયા છે ? જો હું મારા તરફ લક્ષ્ય આપવાને બદલે, બીજાના ઝીણા ઝીણા દોષને હિમાલય જેવડા મોટા બનાવી જોવાની દષ્ટિ કેળવીશ, તે તેથી બીજાને શી હાનિ થવાની? હાનિને પાત્ર તે હું જ થઈશ. મારા વિકાસને માટે મળેલાં સાધનોને નિરર્થક વેડફી નાખવાને બદલે જે હું તેમાંથી એરપૂર્વક બચવા પ્રયત્ન કરીશ તે જ હું મારા મનની એકાગ્રતા સાધી શકીશ. અન્યથા મને મળેલ આ અમૂલ્ય માનવદેહ અને પરમાત્માને પામવાના મને મળેલાં બધાં સાધનોને હું ગુમાવી બેસીશ. તમોગુણ અને રજોગુણમાં અટવાયા કરીશ તે મારું જીવન નિરર્થક સિદ્ધ થશે. માટે મારે પ્રયત્નપૂર્વક આ બધાંમાંથી બહાર નીકળી જવું જોઈએ—મનુષ્યના મનને આ દઢતમ નિર્ણય જ ચિત્તની એકાગ્રતામાં ઉપકારક થશે.
માપસરનું જીવન : મનની એકાગ્રતામાં માપસરનું જીવન ઉત્તમ નિમિત્તની ગરજ સારે છે. જેમ દવાઓ માત્રાના આંકા ગણીને લેવાની હોય છે તેમ જીવનના બધા વ્યવહારો