________________
સમતાગની સાધના : ૩૦૭
ભિન્ન ભિન્ન છે. સંશય મનના અવલંબન પર આવિર્ભાવ પામે છે ત્યારે ભગવલ્હેમનું અવલંબન સ્વયં આત્મા છે. આમ છતાં બન્ને વચ્ચે અમુક રીતે વિરોધી સંબંધ પણ છે. કારણ કે જ્યાં સુધી મનમાંથી સંશય વિલય ન પામે ત્યાં સુધી ભગવપ્રેમ પલ્લવિત કે પ્રફુટિત થતું નથી. આત્મામાં જે ભગવલ્હેમ અંકુરિત થઈ જાય તે મન સંશયશૂન્ય બની જાય છે. એટલે ગહનતાથી વિચારીએ તે બન્નેને એક રીતે સંબંધ જણાય છે, છતાં બન્નેની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન આધાર ઉપર થાય છે. આપણે કહીએ છીએ કે “સાચારમાં વિનરાતિ’ જે દઢ સંક૯પવાળે નથી અને વાવાઝોડાની માફક જે હાલકડોલક સ્થિતિ ધરાવે છે, તે કદી કઈ યોગ્ય નિર્ણય ઉપર પહોંચી શકતું નથી. એટલે સંશથથી ભરેલે આત્મા નષ્ટ થઈ જાય છે. તમને આશ્ચર્ય થતું હશે કે, મહારાજ આવી વિચિત્ર વાત કેમ કરે છે ? એક બાજુ એમ કહે છે કે, સંશયની અભિવ્યક્તિ મનથી થાય છે, સંશયનો આવિર્ભાવ મનમાં થાય છે, સંશયને અને આત્માને લેવા દેવા નથી. આત્મામાં ભગવ...મને જન્મ થાય છે, ભગવન્મેમ સાથે આત્માને સંબંધ છે, સંશય સાથે નહિ. ત્યારે બીજી બાજુ “સંચારમા વિનતિ’ કહીને સ્વવચનવિરોધ કેમ ઊભે કરે છે અને અમને દ્વિધામાં નાખે છે ?
તમારા મનમાં આ જાતની શંકા થાય તે સ્વાભાવિક છે. ખરેખર ભગવલ્હેમ અને સંશય બનેના આધાર ભિન્ન ભિન્ન છે. બન્નેમાં એક બીજાને અભાવ છે. અથવા એકના સદૂભાવમાં બીજાને અભાવ અને એકના અભાવમાં બીજાને સદુભાવ સંભવિત છે. આમ છતાં આત્મામાં ભલે સંશય ન હોય, પરંતુ જેના મનમાં સંશય થાય છે તેનાં મનથી મન જ આત્મા જણાય છે. સંશયથી ભરેલાં મનને, મનથી પર કેઈ આત્મતત્વ જેવું લોકેનર તત્ત્વ છે, તેની કલ્પના સુદ્ધાં હોતી નથી. તે મનને જ આત્મા માની લેવાની ભૂલ કરી બેસે છે અને મનને જ આત્મા જાણનાર વ્યક્તિ અવશ્ય વિનાશને ઉપલબ્ધ થાય છે. કારણ મૂળમાં જ, સમજણના પ્રથમ ચરણમાં જ, તે ભૂલ ખાઈ રહ્યો હોય છે.
જ્યારે મન સંશયની સઘનતાથી ભરાઈ જાય છે ત્યારે વિનાશને ઉપલબ્ધ થાય છે. કારણ સંશયશીલ વ્યકિત સંક૯પહીન હોય છે. એટલે તેનામાં કશી જ નિર્ણાયક શકિત કે નિર્ણાયક બળ હોતું નથી. તે કઈ એક દિશામાં મક્કમપણે ગતિ કરવાનું વિચારી શકતી નથી. તેનું મન હંમેશાં વિચારોના વમળમાં જ અટવાયેલું રહે છે. તેની માનસિક સ્થિતિ અસ્થિર હોય છે. પરિણામે તેનામાં વિદ્યાયક શકિત રહેવા પામતી નથી. નવા સર્જન માટે જે સંકલ્પબળ અને નિર્ણાયક શક્તિ જોઈએ તે તેનામાં હતાં નથી.
વિનાશ માટે નિર્ણયની જરૂર હતી નથી. વિનાશ સ્વયંભૂ હોય છે. વગર નિચે માત્ર બેઠાં રહે તે પણ વિનાશ સંભવિત છે. હિમાલયના ઉત્તુંગ શિખર ઉપર ચઢવા માટે નિર્ણય લેવો પડે છે, દઢ સંકલ્પબળની આવશ્યકતા રહે છે, તે પ્રમાણે શ્રમ પણ કરવો પડે છે. પરંતુ