________________
બુદ્ધિનું મૂલ્ય શું? : ૩ર૭ આપણી આ બૌદ્ધિક સમજણને આપણે વાસ્તવિક સમજણ માની બેસીએ છીએ એ જ પાયાની ભૂલ છે. બૌદ્ધિક સમજ ભાગ્યે જ પ્રાણસ્પર્શી હોય છે. વૃક્ષના મૂળમાં જળનું સિંચન થતાં તે પલ્લવિત, પુપિત અને ફળવાળું બને છે. પરંતુ જે આપણે પાંદડાં ઉપર પાણી રેડયા કરીએ અને તે શાખા, પ્રશાખા અને પુષ્પની સમૃદ્ધિથી સભર ન થાય તે તેમાં દોષ કોને ? બૌદ્ધિક સમજણ પાંદડા ઉપર પાણી નાખવા જેવી છે જે મૂળને સ્પર્શતી નથી. વૃક્ષનાં પાંદડાંને આપવામાં આવેલું પાણી મૂળ સુધી પહોંચતું નથી, પરંતુ મૂળને આપવામાં આવેલું પાણી વૃક્ષની શાખા, પ્રશાખા અને પાંદડાં સુધી પહોંચે છે. વૃક્ષનાં મૂળે એ વૃક્ષનું કેન્દ્ર છે. તેને જે જળ મળે તો તે આખા વૃક્ષની કાયા માટે ઉપકારક થાય છે. પરંતુ પાંદડાંઓ તે વૃક્ષની પરિધિ માત્ર છે. પાંદડાને સિંચવાથી કેન્દ્રને લાભ પહોંચાડી શકાતું નથી. હાં, પાંદડાં કદાચ સુકાઈ જશે, પાનખર ઋતુ આવતાં ખરી જશે અને તેને ઠેકાણે તરતજ નવાં પાંદડાં પણ આવી જશે પરંતુ વૃક્ષના મૂળિયાને જ જે નાશ થશે તે પછી નવાં મૂળિયાં આવી શકશે નહિ.
એટલે આપણે જેને સમજણ માનીએ છીએ, હકીકતે તે સમજણ માત્ર તાર્કિક, બૌદ્ધિક અને શાબ્દિક છે, તે આંતરિક કે આત્મિક નથી. તે પરિધિની છે, કેન્દ્રની નથી. ઉપદ્રનો જન્મ પરિધિમાંથી થતું નથી, ઉપદ્રની ગંગોત્રી તે કેન્દ્ર છે.
આપણી આખી શિક્ષા અને દીક્ષાની સીમારેખા આ શાબ્દિક સમજણ છે. એટલે વ્યાવહારિક જગતનાં કામ આવી શિક્ષા-દીક્ષાથી ચાલે છે ખરાં ! કારણ જે ગણિત કે ભાષા આપણે શીખીએ છીએ એનાથી વિપરીત ગણિત કે ભાષા આપણામાં હોતાં નથી. આપણા કેન્દ્રમાં જે કંઈ બીજું ગણિત કે બીજી ભાષા હોત તે મુશ્કેલી ઊભી થયા વગર રહેતા નહિ. આ જ કારણ છે કે, એક નાનકડા બાળકને જે ભાષા ન શીખડાવવામાં આવે તે તે બોલી શકશો. નહિ. તેને ગણિત ન ભણાવવામાં આવે તે તે ગણિત શીખી શકતું નથી. પરંતુ કેધ કરવા માટે કે કામવાસના માટે તેને કઈ સ્કૂલ કે વિશ્વ વિદ્યાલયમાં મોકલવાની જરૂર રહેતી નથી. તેને એકાંત નિર્જન સ્થાનમાં મૂકી દે તે પણ તે શીખી જશે. કારણ આ વસ્તુઓ તેના કેન્દ્રમાં છે.
તાત્પર્ય એ છે કે, જે વસ્તુઓ અંદરમાંથી જન્મે છે તેના વિષે બૌદ્ધિક, તાર્કિક કે શાબ્દિક સમજણ પર્યાપ્ત નથી હોતી. બૌદ્ધિક સમજણ માત્રથી તે અડચણ જ ઊભી થવાનો. કારણ બૌદ્ધિક સમજણ પરિધિ ઉપર અવસ્થિત હોય છે ત્યારે વસ્તુની ઉત્પત્તિ કેન્દ્રમાંથી થઈ હોય છે. બૌદ્ધિક સમજણની કેન્દ્રને કશી જ ખબર હોતી નથી. એટલે કેન્દ્ર અને બૌદ્ધિક સમજણ વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરવાનું. એટલું ખરું કે જે ચીજ અંદરમાંથી નથી જન્મતી, માત્ર ગણિત અને ભાષાની માફક બહારથી જ આવે છે, તેમાં ઉપદ્રવ કે અડચણને અવકાશ નથી.
જે વસ્તુની યથાર્થ સમજણ હૃદયમાં ઊતરી જાય તે જીવન બદલાઈ જાય એ એક નિયમ છે. જીવનમાં જે કશી જ કાન્તિ ન થતી હોય, કશું જ રૂપાંતરણ ન થતું હોય, તો સમજી લેવું જોઈએ કે, સમજણ માત્ર પાંદડાને સ્પશી છે, મૂળિયાને નહિ.