________________
૩૨૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
આપણે જેને બુદ્ધિ કહીએ છીએ તે માત્ર આપણા મનના એક ભાગ છે. આખા મનના જો વિભાગ પાડવામાં આવે તે બુદ્ધિ તે વિભાગોમાંથી માત્ર એક ભાગ છે. બાકીના ભાગો તે અંધારામાં પડયા હોય છે. તે ભાગા સુધી સમજણુનાં કિરણા પ્રવેશી કે સ્પર્શી શકતાં નથી. જો સમજણના દિવ્ય પ્રકાશ અંધારામાં પડેલા એ ખીજા ભાગાને એટલે કેન્દ્રને સ્પર્શી લે તે જીવનનું રૂપાંતરણ થયા વગર રહે નહિ. લીધેલી પ્રતિજ્ઞાએ અને પ્રત્યાખ્યાનાના ભંગનું આ જ એક આંતરિક રહસ્ય છે. તમે અબ્રહ્મચર્યના દોષો વિષે જ્યારે અમારી પાસેથી સાંભળે છે, ત્યારે મનના અગ્રિમ ભાગ આગળ વધે છે અને અમે બતાવેલી તે વાત સમજી ગયાના તે સંતા અનુભવે છે. કામવાસના તેને સ્પર્શવાની નથી. તે ક્ષણે તમારી બુદ્ધિ તેના સ્વીકાર કરે છે. પરંતુ વાસનાએનાં મૂળ એટલાં ઉપર હેાતાં નથી જેટલાં તે અંધારામાં અને ઊંડાણમાં રહેલ હાય છે. અબ્રહ્મચર્યના દોષાની અસર તે ઊંડાણમાં રહેલાં મૂળા સુધી પહેાંચી હાતી નથી. પરિણામે જ્યારે બહારનાં કામેાત્તેજક નિમિત્તો ઊભાં થાય છે, ત્યારે તે માણસ દીનહીન અને રાંક બની જાય છે. તેની પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાને ઠેકાણે રહી જાય છે અને તે વાસનાને ભેગ મની જાય છે. વાસનાનાં મૂળને સમજણના અગ્નિ સ્પર્શે નહિ ત્યાં સુધી વાસના નિરંકુર કેમ મની રાકે ? પરિણામ આવે છે કે બુદ્ધિ સમજી ગયાના દાવા કરી પ્રતિજ્ઞા કરે છે અને અદના ધકકાથી જ્યારે તે પ્રતિજ્ઞા ધરાશાયી થઇ જાય છે ત્યારે તે પશ્ચાત્તાપ કરે છે.
મનના અંધારામાં રહેલા ભાગેા વધારે પ્રભાવી હાય છે. તેમનું સામર્થ્ય ઉપરના ભાગમાં રહેલી બુદ્ધિના સામર્થ્ય કરતાં હજારગણું વધારે હોય છે. સામર્થ્ય પરિધિ ઉપર હાતું નથી, સામર્થ્યના આધાર કેન્દ્ર છે, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ તે મનના ઉપરના ભાગની એક પરિધિ છે. શહેરના બહારના ભાગની એક દીવાલ રૂપ છે, ગઢ છે. ત્યાં કાઇ ખજાના હાતા નથી. ખજાનાએ તે તિજોરીમાં હાય છે અને તિજોરી મકાનના અંદરના ભાગમાં હૈય છે.
સમજ જો કેન્દ્ર સુધી પહાંચી જાય તે જો સમજી જાય તે નિશ્ચિત રીતે ક્રાન્તિ ઘટિત
રૂપાન્તરણ થઇ જાય છે. અંદરમાં બેઠેલા ધણી થઇ જાય છે.
કેન્દ્ર સુધી સમજ ન પહેાંચે તે કશીજ ક્રાન્તિ તા થતી નથી પણ ઉપદ્રવ શરૂ થઇ જાય છે અને તે ઉપદ્રવ એ કે આપણું મન ખંડ ખંડમાં વિભાજિત થઇ જાય છે. આપણે કરવા કંઇક ઇચ્છીએ છીએ અને અંદરનું મન કંઈક કરાવવા ઇચ્છે છે. જે તે કરવા ધારે છે તે થતું નથી અને થાય છે તે, જે અંદરનું મન કરાવવા ધારે છે! આ રીતે આપણું મન આપણા જ મનના બીજા ભાગ સાથે લડવા લાગે છે. આપણા જ મન સાથે આપણે કુરૂક્ષેત્ર ઊભુ કરી દઇએ છીએ. આપણાજ મન સાથે આપણા મનને લડાવવામાં આપણે શિત ખાઇ બેસીએ છીએ. અંતે માણસ પેાતાની જ દૃષ્ટિમાં પડી જાય છે.