________________
દ્વાતીત ધર્મ : ૩૧૭ વ કે જિંદગી પસાર કરવી પડત ખરી? સારા નરસાને નિર્ણય લીધો હતો અને તટસ્થતાથી તેને જાણી, સ્વીકારી, આગળ વધી ગયાં હત, વૃક્ષની ડાળની માફક તેને સંગની વાત સ્વીકારી લીધી હેત, તે જીવનમાં આવી અશાંતિ અને તેફાન આવત ખરાં?
કામ, કાધ, લોભ, મેહ અને અહંકાર આદિ જુદા જુદા શબ્દોને જોઈ એવી પ્રતીતિ થાય છે કે, એક જ માણસની આસપાસ ઘણી બીમારીઓ પ્રગટ થાય છે. પરંતુ આ અસલિયત નથી. જેટલી બીમારીઓના નામની આપણને પ્રતીતિ છે, મૂલતઃ બીમારીઓ તેટલી નથી. બીમારી એક જ છે, ઊર્જા એક જ છે, જે વિવિધ નામેથી વિવિધરૂપે પ્રગટ થાય છે. જે કામને દબાવવામાં આવે છે તે ક્રોધ બની જાય છે. કામનું રૂપાંતર તે ક્રોધ છે “માત થsfમનાય એમ ગીતામાં પણ કહ્યું છે.
આપણે કામને દબાવતા આવ્યા છીએ એટલે આપણા બધામાં કેધ પણ મેજૂદ જ છે. આપણી પાસે મૂળભૂત ઊજ તે એક જ છે, પરંતુ જ્યારે તે વિકૃત થઈ જાય છે ત્યારે તેના હજારો પ્રવાહ વહેવા લાગે છે. મનુષ્ય મૂળથી લડવાને બદલે મૂળની ધારાઓમાં અટવાઈ જાય છે. ધારાઓમાં અટવાએલે માણસ મૂળની ઊર્જા સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી.
શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામી મૂળભૂત ઊર્જાની પકડવાળા છે. એટલે વિકૃતિઓથી તેઓ જાગૃત છે. તેમના શિષ્ય પણ મૌલિક તવેથી અજ્ઞાત નથી એટલે એમની આશંકાનાં મૂળો પણ મૂળભૂત ત નથી. એક જ આદર્શને મેળવવા પ્રવૃત્ત થએલાઓમાં બાહ્ય ભેદની આવી ખાઈ શા માટે છે? તેનાથી મૂળભૂત આદર્શને તે કશી જ ઈજા નથી પહોંચતી ને? આ પ્રશ્નોને જાણવાની એમની જિજ્ઞાસા છે.
पुच्छामि ते महाभाग ! केसी गोयममब्बवी । तओ केसि बुबत तु गोयमो इणमब्बवी ॥ २१ पुच्छ भते! जहिच्छ ते केसिं गोयम मब्बवी।
तओ केसी अणुन्नाले गोयम इणमब्बवी ॥ २२ કેશીએ શ્રી ગૌતમને કહ્યું: “હે મહાભાગ! હું તમને કંઈક પૂછવા માંગુ છું.” આ સાંભળી ગૌતમે કહ્યું: “પ્રભે ! જે આપની મરજી હોય તે આપ પૂછી શકે છે.'
શિષ્યના મન આશ્વસ્ત નથી, આશંકાઓથી તે ઘેરાઈ ગયાં છે અને તે સ્વભાવિક પણ છે. આ સત્ય તે બંને મહાપુરુષોથી અજાયું નથી રહ્યું. કારણ, એક કડીની ચાલી આવતી અક્ષુણ પરંપરાની આ ધારામાં (મહાવીરની પરંપરા) કાંઈક ભિન્નતા દૃષ્ટિગોચર થતી હતી. એટલે વ્યામોહને દૂર કરવા માટે બંનેએ એક સાથે બેસી વિચારવિનિમય કરવાનો નિર્ણય કર્યો. પાશ્વ પરંપરા જ્યેષ્ઠ છે એટલે મારે સામે ચાલીને જવું જોઈએ એ વિનયમૂલક વિચાર ગૌતમસ્વામીને આવ્યા એટલે તેઓ શ્રી કેશીશ્રમણના ઉતારે શિષ્યસમુદાય સાથે પધાર્યા.