________________
૩૧૮ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર
શ્રી કેશીકુમાર શ્રમણે એક શ્રેષ્ઠ સાધુને આપવા જોઈતા સમાનથી તેમને સન્માનિત કર્યા અને વિચાર વિનિમયની પૂર્વભૂમિકારૂપે શ્રી કેશીકુમાર શ્રમણે, શ્રી ગૌતમસ્વામીની નમ્રતાપૂર્વક આજ્ઞા મેળવી.
ધ્યાનમાં લેવા જેવી વાત તો એ છે કે, પરસ્પર એકબીજાને એકબીજા પરત્વે કેવી વિનય અને શિષ્ટાચારથી ભરેલી વિશુદ્ધ લાગણીઓ છે? – એકબીજા તરફ આદરભાવની કેવી ઊંચી દષ્ટિ છે? બંને મહા જ્ઞાનીઓ છે, શાસ્ત્રોના પારગામી છે, શાસ્ત્રીય વિષયેના પરમ નિણાત છે; આમ છતાં તે જ્ઞાન અહથી શૂન્ય છે. અહંથી ભરેલું જ્ઞાન તે જ્ઞાન નથી. અહંથી ભરેલું જ્ઞાન અજ્ઞાન જ છે.
એમનું જ્ઞાન પુસ્તકમાંથી મેળવેલું નથી. પરંતુ આત્મસાક્ષાત્કારના બળે લાધેલું છે, આવિર્ભાવ પામેલું છે, કેઈનું ઉછીનું લીધેલું કે વાસી નથી. બંને એક યા બીજી રીતે પિતપોતાના જ્ઞાનથી પરમ સંતૃપ્ત છે. આ તે શિષ્યના વ્યાહને દૂર કરવા અને શિષ્યના હદમાં પરમ સત્યને સાક્ષાત્કાર કરાવવા માટેના એક દિવ્ય સંકેતરૂપ આ નિર્દેશ છે. પરંતુ આ નિર્દેશમાં એકબીજા પરત્વે, પરસ્પર કેવા વિનમ્ર અને સદ્દભાવની પરમ લાગણીઓથી ભરેલા છે, તેનો પણ ઇશારે મળી રહે છે.
પ્રભુતાને સાક્ષાત્કાર આપણે આ યુગ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને યુગ છે. વિજ્ઞાન જ્યારે શિખરને સ્પર્શે છે ત્યારે ભૌતિક સમૃદ્ધિ પણ નિરવધિક પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વિજ્ઞાનની આ સર્વોપરીતામાં અધ્યાત્મજ્ઞાન નિઃશેષ થઈ જાય છે. જાણે અધ્યાત્મની ખાઈ બનાવી વિજ્ઞાને પદાર્થજ્ઞાનના ગૌરીશંકરને કેમ સ્પર્યો હોય! એટલે આજના યુગમાં જન્મેલા માણસની આંખોમાં ભૌતિકવાદની છારી બાઝી ગઈ હોય તે પણ તેમાં કશું જ આશ્ચર્ય નથી. આત્મા છે જ ક્યાં? હાય તે ઘટ પટની માફક તે દેખાતે કેમ નથી? આત્મા અને ઈશ્વરના નામે લોકોને ભરમાવવાને, છેતરવાને, તેમને ભુલભુલામણીમાં નાખવાને એક વ્યવસ્થિત ઉપક્રમ ઊભું કરવામાં આવેલ છે. એટલે અમુક સ્થાપિત હિતેએ ઈશ્વર, સ્વર્ગ, મોક્ષ, નરક અને ધર્મના તૂતો ઊભાં ક્ય છેઆવું માનનાર સમુદાય કેઈ નાને સૂને નથી. ઈશ્વર અને આત્મા કયાંય પ્રતીત થતા નથી, તે પ્રત્યક્ષ દેખાતા નથી એટલે માણસેનાં સામાન્ય જીવન જે પાપભીરુ, ઈશ્વરપરાયણ અને ધર્મનિષ્ઠ હોવાં જોઈએ તેને બદલે તે વિકારમય, વિષયલેલુપ અને અનેક પ્રકારની વિષમતાઓથી ભરાઈ ગએલાં જણાય છે.
પારદર્શી બુદ્ધિ ધરાવતા નિષ્ણાત અને તત્વજ્ઞાનીઓની દષ્ટિ પણ સૌને પેટ પૂરત રોટલે કેમ મળે તે માટેના વિચારમાં જ અટવાઈ ગઈ છે. તેનાથી સૂક્ષ્મ મન અને તેનાથી પણ