________________
૩૧૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર જાય છે કે જ્યાં ચઢવા-પડવાને કશે જ અવકાશ નથી. જીવનની આ સમતલખાનું નામ જ
ધર્મ છે.
જીવનની આ સમતલ રેખાને પામનારા એટલે કે ધર્મના પારમાર્થિક સ્વરૂપને પામનારા. જે આત્માઓ હોય છે તેના નિર્ણયે જુદી જ જાતના હોય છે. માને કે વરસાદના દિવસે માં એક વૃક્ષ નીચેથી પસાર થવાને તમારે પ્રસંગ આવ્યું. પ્રારબ્ધ અથવા નિયતિવશ જેવાં તમે પસાર થાઓ છે કે તે વૃક્ષની એક ડાળી તે જ ક્ષણે તમારા માથા ઉપર પડે છે. ડાળી પડતાંની સાથે તમારા શરીરને ઈજા થાય છે અને તમને તેનાથી પીડા પણ થાય છે. પરંતુ તેથી તમે ડાળીને કે વૃક્ષને ગાળો ભાંડવા માંડતા નથી. વૃક્ષની સામે બદલે લેવાને પણ તમને વિચાર આવતું નથી. આવી આપત્તિના પ્રસંગે પણ તમે વૃક્ષના સંબંધી કશે જ નિર્ણય લેતા નથી. તમે વૃક્ષના સંબંધમાં નિર્ણયશૂન્ય થઈ જાઓ છો. તમારા ઉપર પડેલી વૃક્ષની ડાળી તમારી ઊંઘ હરામ કરતી નથી. તેની સામે બદલો લેવાને પણ તમને ક્યારેય વિચાર આવતે નથી. તમને એ પણ વિચાર નથી આવતો કે, વૃક્ષે મારું શુભ કર્યું કે અશુભ? વૃક્ષે મારું બૂરું કર્યું કે ભલું? વૃક્ષના સંબંધમાં તમે આવા કેઈ જ વિચાર કરતા નથી. કદાચ વિચાર કરશે તો પણ એ વિચાર કરશે કે એ તે સંગની વાત હતી, એ એક અકસ્માત હતે કે, હું નીચેથી પસાર થયે અને વૃક્ષની ડાળી મારા પર પડી. પરંતુ તમે કદી વૃક્ષને દેષ દેતા નથી.
હવે આને બદલે જે કઈ માણસ ભૂલીને પણ તમારા ઉપર લાકડીને પ્રહાર કરે, અરે! પ્રહારની વાત તે દૂર રહી, માત્ર અણછાજતે શબ્દ કે ગાળ દઈ દે, તે પણ તમે ઉશ્કેરાઈ જાઓ છો. લાકડીને પ્રહાર તે વાગે પણ ખરે, ગાળીને તે કશો આઘાત થતું નથી, છતાં મન તત્કાળ નિર્ણય લઈ લેશે કે પેલાએ મારું અપમાન કર્યું છે. એનાથી બદલે લીધે જ હું છૂટક કરીશ. આ નિર્ણયની સાથે જ તમારું મન ચિંતાઓથી ઘેરાઈ જાય છે. તે ગાળના વિચારેની આસપાસ જ મન ફર્યા કરે છે. દિવસો ને મહિનાઓ તેના જ વિચારમાં પસાર થઈ જાય છે. તેના જ વિચારે પાછળ વર્ષો બગડી જાય છે. “આંધળાના દીકરા આંધળા જ હોય—એ શબ્દના પાયામાં જ મહાભારતના વિધ્વંસક યુદ્ધનું પક્ષ મંડાણ થયું હતું. આ મંડાણનું મૂળ શું છે? જેવી પેલા માણસે ગાળો દેવાની શરૂઆત કરી કે આપણે આપણું નિર્ણયની શરૂઆત કરી. આ બંને બાબતે પરસ્પર સંબંધિત છે તે જ સમજવાની વાત છે. જે આપણે તે ગાળ દેનાર વ્યક્તિ માટે આપણા મનમાં કશે જ નિર્ણય ન લઈએ અને જેમ વૃક્ષની શાખાના સંબંધમાં વિચાર્યું તેમ વિચારી લઈએ કે, ભઈ એ તે સંગની વાત છે કે હું તેની નજીકથી પસાર થતા હતા અને તેના મોઢામાંથી અનાયાસ ગાળો સરી પડી, તે આપણાં મનમાં ચિંતાને જે સઘન સ્થાન મળ્યું, અવકાશ મળે, તે મળત ખરાં? એની ગાળો આપણા હૃદયને આઘાત પહોંચાડનાર ઘારૂપ બનત ખરી? તેના વિચારે પાછળ મહિનાઓ,