________________
૩૧૪ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વારા જાય છે. કારણ, આપણે પ્રેમ પ્રેમ ખાતર નથી, સૌંદર્ય પ્રતિ છે. સૌંદર્યમાં જે અપરિચિત રસ હતો, તે પરિચય વધતાં ખોવાઈ જાય છે ત્યારે સૌંદર્યનું જે અપરિચિત આકર્ષણ અને આમંત્રણ હતું તે વિલીન થઈ જાય છે. કેમ કે આપણે પ્રેમ તેને કરીએ છીએ જે સુંદર છે. પરંતુ બે દિવસ પછી સૌંદર્ય ખેવાઈ જવાનું એટલે પ્રેમ પણ ક્યાંથી ટકવાને ?
આદિવાસી જેને પ્રેમ કરે છે તેને સૌંદર્ય આપે છે અને આપણે જે સુંદર હોય છે તેને પ્રેમ કરીએ છીએ. બનેમાં સૌંદર્ય વિષેના પાયાના ભેદ છે. પરંતુ એકને પ્રેમ સૌંદર્યને ઊભું કરે છે અને બીજાની સુંદરતા પ્રેમને આમંત્રે છે. અંતે બે દિવસ પછી પલટાઈ જનારી સુંદરતા પ્રેમને ક્યાંથી ઊભે રાખી શકે ? પ્રેમની એક જ વિશિષ્ટતા છે કે જો તે પિતાના પર આધારિત હશે તે તે પ્રતિ દિવસ વધતે જવાને, અને જે તે કઈ બીજા ઉપર આધારિત હશે તે તે પ્રતિદિન ઘટતે જવાને !
જે હું એમ કહ્યું કે, મેં એટલા ખાતર પ્રેમ કર્યો કે તે સુંદર છે, તે મારે તે પ્રેમ વૃદ્ધિગત થવાને બદલે ઘટતે જવાને. પરંતુ જે હું એમ કહું કે મેં પ્રેમ એટલા ખાતર કર્યો કે મારે પ્રેમ કરે છે તે તેનું સૌદર્ય પ્રતિક્ષણ વધતું જ રહેવાનું છે. પ્રેમ જે પિતાના પર આધારિત હશે તે તે વિકાસમાન છે; પરંતુ જે તે કોઈનાં અવલંબન ઉપર આધારિત હશે તે તે પંગુ બની પડી જશે.
એક માતાને બે સંતાનો છે. તેમાં એક છે તે આમજગતની દષ્ટિએ સુંદર છે અને બીજું છે તે આમજગતની દષ્ટિએ કુરૂપ છે. પરંતુ માને માટે તે બંને સંતાને સમાન છે. તેની દષ્ટિએ બંનેનાં સૌંદર્યમાં કશેજ ભેદ નથી. તેમનું સૌંદર્ય તેને માટે પુત્ર સ્વરૂપમાં ઉદ્દભૂત થયેલું છે. માતાને પ્રેમ પ્રાથમિક છે. આદિવાસીઓનું ચિત્ત પણ એવું જ સરળ છે, તે શ્રદ્ધથી પર છે.
ચીનમાં થએલા સંત શ્રી લાઓત્યેની તે સ્પષ્ટ માન્યતા છે કે તમે આ જગતમાંથી બુરાઈ મટાડવા ઇચ્છતા હશે પરંતુ જ્યાં સુધી તમારામાં ભલાઈને બચાવી લેવાની ઈચ્છા હશે ત્યાં સુધી બુરાઈ મટી શકશે નહિ. અસાધુતાને આ દુનિયામાંથી વિદાય આપવા ઈચ્છતા હશે પરંતુ ત્યાં સુધી સાધુતાને તમે જયજયકાર બોલાવતા હશે, ત્યાં સુધી અસાધુતા આ વિશ્વમાંથી વિદાય પામવાની નથી. આ દ્વોમાં ગહન રહસ્ય છે. ખરી હકીક્ત તે એ છે કે, સમાજમાં અસાધુઓનું પ્રમાણ વધારે હશે તે સાધુઓની પ્રતિભા દેખાશે. સમાજમાં અસાધુઓ હશે તે સાધુસમાજ તેમને બદલવાનું અભિમાન ધરાવી શકશે, તેમને માર્ગે લાવવા માટે શ્રમ કરી શકશે. અસાધુઓની નિંદા અને તેમને ભલા બૂરા કહેવામાં જ સાધુતાનું સૌંદર્ય અને કાર્ય રહેલું છે !
જે આ પૃથ્વીના તલ ઉપર કઈ અસાધુ જ ન હોય, તે સાધુતાના નામથી જેની અસ્મિતા અને અહંકાર પરિપુષ્ટ થાય છે તે નાકામિયાબ બની જાય ! તેમને ઊભવાની જગ્યા જ મળે