________________
દ્વદ્વાતીત ધમ : ૩૧૩
નથી હોતી, તે અસત્ય બોલ્યું હોય. પરંતુ અસત્યના પાપની રેખા તેનાં માનસ ઉપર ખેંચાતી નથી. કેમ કે સત્ય અથવા અસત્ય વિષેની તેની પાસે કશીજ ભેદરેખા નથી. એટલે એ હું બલવું એ પાપ છે એમ જ્યારે તેને સમજાવવામાં આવે છે કે તરત જ સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા તેના માનસપટ પર દેરાવાને પ્રારંભ થાય છે. હવે તેના માનસમાં સત્ય શું છે અને અસત્ય શું છે તે જાણવાની ઈચ્છા પ્રગટે છે.
બાળકના માનસમાં સત્ય અને અસત્યની ભેદરેખાના જેવા શ્રીગણેશ મંડાયા કે બાળકની સહજતા અને સરળતાના નાશને પ્રારંભ થયે અને તેના માનસમાં દ્વન્દ્રનું નવું જગત ઉદયમાન થયું. આ રીતે આપણે આપણું કપનાથી બહાર દ્વન્દ્રનું નિર્માણ કરી લઈએ છીએ જેની આપણને ખબર પણ નથી હોતી. કારણ કે આપણે આપણી કલ્પના પ્રમાણે, આ બધું બાળકના ભલા માટે જ કરી રહ્યા છીએ એમ આપણે માનતા હોઈએ છીએ.
હકીક્ત તે એ છે કે, ભલાઈન બહાના તળે બુરાઈને જન્મ થાય છે. સીધેસીધી બુરાઈ કદી પણ જન્મવા પામતી નથી. ભલાઈને પ્રગટ કરવા જતાં બુરાઈનું નિર્માણ થઈ જાય છે.
જંગલમાં વસતા આદિવાસીઓને આપણી જેમ સુંદરતાને ખ્યાલ ભાગ્યે જ હોય છે. જેમ સુંદરતા વિષે તેઓ અજાણ છે તેમ અસુંદરતાની પણ તેમની પાસે કઈ દષ્ટિ હેતી નથી. તેમની પાસે આપણી માફક સુંદરતાની કઈ સ્પષ્ટ ભેદરેખા નથી તેથી તેઓ પ્રેમ કરી શકે છે. તેમના એ સ્વાભાવિક પ્રેમની વચ્ચે સુંદર–અસુંદરને લાવવાની તેમને જરૂર રહેતી નથી. તેમને પ્રેમ કેઈ સીમા બાંધતે નથી. પ્રેમ ફક્ત સુંદરને જ કરે અને અસુંદરને નહિ એવી કઈ જ ભેદવૃત્તિ તેમનામાં વિકાસ પામતી નથી. પરિણામે, કશા જ ભેદભાવ વગર જેવા સંયોગ હોય તે પ્રમાણે, તેઓ સુંદર અને અસુંદર બનેને અપનાવી શકે છે, બનેને પ્રેમ કરી શકે છે. કારણ કે આપણી માફક તેમણે સુંદર–અસુંદરની ધારણું વિકસાવી નથી હોતી. આપણી ધારણામાં સુંદર અને અસુંદર બે પૃથફ અસ્તિત્વ હેઈ, આપણે સુંદરને પણ પ્રેમ કરવા અસમર્થ બની જઈએ છીએ. કારણ કે દ્વન્દથી ભરેલું ચિત્ત પ્રેમ કરવા અસમર્થ હોય છે.
વળી જેને આપણે સુંદર કહીએ છીએ તે પણ કેટલા દિવસ સુંદર રહેવાનું ? જે આપણી દષ્ટિમાં કુરૂપ છે તે તો કુરૂપ જ રહેવાનું પરંતુ જેને આપણે સુંદર કહીએ છીએ તે પણ લાંબા વખત સુધી સુંદર રહેતું નથી. આવા દ્વન્દથી ભરેલા મનમાં સુંદરતા ખવાઈ જાય છે અને અસુંદરતા જ અવશિષ્ટ રહે છે.
આદિવાસીઓના માનસમાં આવી ભેદરેખા જન્મતી નથી એટલે તેઓ બધાને પ્રેમ કરી શકે છે. તેઓ પ્રેમ કરી શકે છે એટલે તેમને માટે બધું જ સુંદર થઈ જાય છે. યાદ રાખવા જેવી વાત છે કે આપણે તેને જ પ્રેમ કરીએ છીએ જે સુંદર હોય છે. બે દિવસ પછી જ્યારે તે સૌંદર્ય ચાલ્યું જાય છે, ઘસાઈ જાય છે, બગડી જાય છે ત્યારે આપણે પ્રેમ પણ ઓસરી