________________
૩૨૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
યુગમાં ઊભી હોય ત્યાં આત્મા-પરમાત્માની સાદી સીધી અને સરળ વાતો પણ અઘરી બની જાય છે. આમ છતાં ઈશ્વરાર્પણતા સાધવાની કળા ભૂલી જવા જેવી નથી. તેને આત્મસાત્ કર્યો જ છૂટકે છે. એટલે આજે આ દિશામાં આપણે થોડું ઊંડાણપૂર્વક મંથન કરીશું.
પાંચ વર્ષને નાનકડો બાળક જ્યારે બાલમંદિર કે નિશાળમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મૂળાક્ષરોનું જ્ઞાન કરાવવા માટે જે બાળપોથી આપવામાં આવે છે તેમાં મોટાં ચિત્ર સાથે મૂળાક્ષરો આપેલા હોય છે. દાખલા તરીકે “ગ” ગણપતિને એમ શીખડાવવા જતાં, ગણપતિનાં ચિત્ર સાથે “ગ” અક્ષરની આકૃતિ બહુ મોટા પ્રમાણમાં કહેલી હોય છે જે બાળકની આંખને વળગી જાય છે. શિક્ષક પણ બોર્ડમાં કે તેની પાટી ઉપર ઘુંટવા તેવા જ મોટા અક્ષરે તેને લખી આપે છે અને તેને ચિત્રના નામ સાથે બોલતાં જવું અને ઘુંટતા જવું, એમ બાળકને શીખવે છે. આમ કરવાથી બાળક ઘેડા દિવસમાં તે અક્ષરોને ઓળખતે થઈ જાય છે. અક્ષરેની આવી પકડ જ્યારે બાળકના માનસમાં આવી જાય છે ત્યારે હવે “ક” અને “ગને નાના અક્ષરેમાં કાઢીને શીખવવામાં આવે છે. કારણ મોટા “ક” કે નાના “કમાં પાયાને કઈ જ તફાવત નથી. બાળકની નાની ઉમરના કારણે નાના અક્ષરે તેની આંખને સરળતાથી વળગે નહિ એટલે તેને મોટા અક્ષરે, ચિત્ર સાથે, શીખવવામાં આવ્યા. પરંતુ જેવા તે અક્ષરે તેનાં માનસમાં કોતરાઈ ગયા, કે તરત જ તેની ઓળખશકિત સતેજ થાય તે માટે, શિક્ષક તેને તે જ અક્ષરોને નાના કાઢવા માટે સૂચન કરે છે. આમ બાળક ક્રમિક રીતે નાના અક્ષરેથી ટેવાઈ જાય છે.
મૂળાક્ષરોનાં જ્ઞાન પછી બાળકની બુદ્ધિપ્રતિભા જ્યારે ખીલવા માંડે છે ત્યારે સર્વ પ્રથમ તેને સાદા સીધા અક્ષરેના બનેલા શબ્દો શીખડાવવામાં આવે છે. જેમકે નમ, રમ, ગામ, કમ–આવા નાના શબ્દોમાં જ્યારે તે પારંગત થઈ જાય છે ત્યાર પછી તેને કાના માત્રાવાળા શબ્દો અને પછી સરળ જોડાક્ષરે અને ત્યાર બાદ કિલષ્ટ સંયુક્તાક્ષને અભ્યાસ કરાવવામાં આવે છે. આ રીતે થતા અભ્યાસથી તે વાંચનકળામાં નિષ્ણાત બની જાય છે. હવે તેને નાના મેટા અક્ષરે, કાના માત્રાવાળા શબ્દ, સંયુક્તાક્ષર કે કિલષ્ટતમ સંયુક્તપદો વાંચવામાં જરા પણ તક્લીફ પડતી નથી. ગૂંચવણભર્યા અટપટા જોડાક્ષરે પણ તેને માટે રમત બની જાય છે. અક્ષરોની કળા સિદ્ધ કરવામાં જેમ અભ્યાસની અપેક્ષા છે અને તેના કમિક અભ્યાસથી જેમ તે સિદ્ધ થાય છે, તેમ “ણ મુશ્ય મય –સર્વ સત્વ અને ભૂતેમાં આત્મસ્વરૂપને નિહાળવાની કળા પણ અભ્યાસથી સાધવાની હોય છે.
સર્વ પ્રથમ માતા–પિતામાં પ્રભુતાના દર્શન કરવા જોઈએ. ઉપનિષદનાં આ સુવર્ણ વાય માતૃ મય, તે મા, અતિથિ મા, આવાર્થ મા, ઈત્યાદિમાં પણ આજ આદર્શ સમાએલે છે. વેદાન્ત તે પ્રભુતાના આ આદર્શથી જડ-ચૈતન્યમય અખિલ બ્રહ્માંડને આવરી લીધેલ છે. તેણે તે પૃથ્વી અને નદીઓમાં પણ માતૃત્વની દિવ્ય કલ્પનાઓ ઊભી કરી છે. ગંગામાતા, પૃથ્વીમાતા આદિ નામ પાછળ પ્રભુતાને પરમ આદર્શ ઊભો છે. તેની દ્રષ્ટિમાં