________________
સંવત્સરી મહાપર્વ અને ક્ષમાપના : ૨૯૭
ચોથા સાત દિવસ સુધી ઘત એટલે ઘીની ધારાને વરસાદ થાય છે. આ ઘીની ધારાના વરસાદને કારણે પૃથ્વીમાં જે કંઈ પણ ઉત્પાદન શકિતમાં ઉણપ રહી જવા પામી હોય તેની પૂર્તિ થઈ જાય છે. ઘીના જેવા સ્નિગ્ધ પદાર્થના એકધારા સિંચનથી પૃથ્વી ભારે રસકસ વાળી બની જાય છે. એની ફળદ્રુપતા સેળે કળાએ ખીલી ઊઠે છે. આખું વાતાવરણ બદલાઈ જાય છે. જાણે નવી જ પૃથ્વી ઊતરી આવી હોય અથવા નવી જ સૃષ્ટિનું પ્રકૃતિએ નિર્માણ કર્યું હોય, એમ દષ્ટિગોચર થાય છે. આવા આમૂલ પરિવર્તનમાં આ વરસાદ કીમતી ભાગ ભજવે છે.
પાંચમાં સાત દિવસ સુધી અમૃતને વરસાદ થાય છે. આ વરસાદથી વનરાઈ, ફળ ફૂલે અને પૃથ્વીમાંથી જન્મ પામતી બીજી બધી જ વસ્તુઓના સ્વાદમાં અમૃતરસનું સિંચન થઈ જાય છે. અમૃતને આ વરસાદ પાર્થિવ વસ્તુઓમાં અમૃતની મીઠાશ ભરી દે છે. મીઠાશ જન્માવવી અને તેનું અપહરણ કરી નાખવાનું કામ પ્રકૃતિનું હોય છે. માણસોના કે જીવરાશિના પુષ્ય અને પાપના નિમિત્તને કારણે પ્રકૃતિમાં તદનુરૂપ પરિણમન થયા કરે છે.
છ સપ્તાહ ઉઘાડનું હોય છે. પૃથ્વી નવા રૂપ અને નવા રંગમાં દષ્ટિગોચર થવા લાગે છે. પ્રકૃતિ જ્યારે પૃથ્વીને આવી જાતના અવનવા સોંદર્યથી ભરી દે છે ત્યારે માણસનાં મન પણ આનંદથી ઊભરાઈ જાય છે. માણસની શુદ્ર વૃત્તિઓમાં અચાનક અકલ્પનીય પરિવર્તન આવી જાય છે. માણસની ભાવના અને કામનાઓમાં માંગલ્યની વૃદ્ધિ થવા લાગે છે. જનમન નવાં જીવન અને નવાં સૌંદર્યને નિહાળવા અને માણવા થનગની ઊઠે છે.
સાતમું સપ્તાહ રસના વરસાદનું હોય છે. આખી પૃથ્વીમાં જુદી જુદી જાતના છએ ૨ નું યોગ્ય પરિમાણમાં સિંચન થઈ જાય છે. હવે પૃથ્વીતત્વ સંપૂર્ણ શકિતથી સભર બને છે. સાચા અર્થમાં હવે તે વસુંધરા બની જાય છે. હવે પૃથ્વી ખરા અર્થમાં માતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી, બધા એનાં જીવનતત્ત્વને સાવિક રીતે પિષણ આપવા લાગે છે.
સાત દિવસના આ રીતે વરસાદ અને ઉઘાડેને લઈ ધરતીમાં જે નવાં જીવન, નવું ચૈતન્ય, નવા રસ અને નવી શકિતને દિવ્ય આવિર્ભાવ થાય છે તેને કારણે તે લીલીછમ બની જાય છે. નવી જાતના અંકુરે પલ્લવિત થાય છે. વાતાવરણ આનંદિત બની જાય છે. આમ આ ઓગણપચાસ દિવસો પૃથ્વી ઉપર નવું જીવન ઉતારવા માટેના છે. અને પચાસમો દિવસ સંવત્સરીને છે. તે દિવસે બિલમાં રહેલા માણસે બહાર નીકળી આ નવા જીવનને નવો આનંદ માણે છે. આ નવા જીવનની સ્મૃતિરૂપે સંવત્સરી મહાપર્વને પવિત્ર દિવસ છે. સાત્ત્વિક જીવન જીવવાને આ દિવસે પ્રારંભ થાય છે. આ સનાતન દિવસ છે.
આ દિવસે કુદરતની અલૌકિક સંપત્તિ જોઈ, માણસે માંસાહારનો પરિત્યાગ કરી, શાકાહારી બને છે. પાપ, હિંસા, કલેશ અને ધૃણાને છોડી પ્રેમ, સંભાવ, લાગણી, સ્નેહ અને અહિંસાના