________________
સહસ્ર રૂપા સાધના : ૨૮૭
માણસ જેમ જેમ વૃદ્ધ થશે તેમ તેમ તેનુ મન કઠણુ અને મજબૂત થશે. ફળના જ દાખલા લા. પ્રથમ તે કાચુ' હાય છે ત્યારે લીલુંછમ ક્રાય છે. પછી ક્રમિક રીતે પાકે છે. અંતે સડીને કહી જાય છે અને નાશ પણ પામે છે. પણ તે સડી ગએલા ફળના ખેાખામાં અંદર રહેલું ખી, જે ફળનું જીવન સત્ત્વ છે, આત્મા છે, પ્રાણ છે, તે તેા કઠણ કઠણ અને મજબૂત ને મજબૂત રહે છે. બહારનું કલેવર ભલે સડી જાય કે ખરી જાય, તેનું કોઇ મહત્ત્વ નથી. કેમકે બહારનું કલેવર તેનું સાર સંસ્વ નથી. તેનું સાર સર્વસ્વ તે તેને આત્મા છે, તેનું ખી છે.
આપણાં શરીરનુ પણું એવું જ છે. આપણું શરીર ભલે ઘરડું થાય, અશક્ત અને અસમર્થ બની જાય, છતાં આપણા અનુભવા અને સ્મૃતિએ વધારે સઘન, વધારે તાજા અને વધારે તેજસ્વી બનવાં જોઇએ. મતિની સૂક્ષ્મતામાં અને પ્રજ્ઞાની પારદર્શિતામાં અપાર વૃદ્ધિ થવી જોઇએ, પણ એમ થતુ નથી. વૃદ્ધ માણસેાની પ્રતિદિન આવી જ ફરિયાદો હાય છે કે: હમણાં હમણાં તે કંઈ થાદ રહેતું નથી. શું કરીએ ? ઉમર થઇ છે.' પરંતુ હકીકતે આ ખરાખર નથી. આપણું જ્ઞાન, આપણાં અનુભવ, આપણી સ્મૃતિ, એ કાંઇ આપણાં શરીરનાં અંગે નથી કે શરીરની કૃશતાની સાથે તે જ્ઞાન, અનુભવ અને સ્મૃતિએ પણ કૃશ અને કસ વગરની થઇ જાય ! એ તે આપણા આત્મા છે. આપણાં શરીરનાં ખી છે. આપણા પ્રાણા છે. શરીરની કૃશતા છતાં ફળના ખીની માફક આપણા અંદરના આત્માના જે જ્ઞાન, સંસ્કાર, અનુભવા અને સ્મૃતિએ છે તે વધારે ગહન અને તેજસ્વી થવાં જોઇએ.
બહારની
બહારને અપરંપાર સંસાર આપણાં મનમાં ભરેલા હાઈ ઊભરાયા કરે છે. ક્ષુલ્લક વસ્તુ પાછળ આપણે આપણી અનંત જ્ઞાનશક્તિ અને અપાર વીય શક્તિ વાપરી નાખીએ છીએ. આ જ્ઞાનશક્તિ આપણી અણુમાલ મૂડી છે. પરંતુ આપણે મૂડીને નગણ્ય બાબતાના ચિંતનમાં અને સ્થૂલ વિષય પરત્વેની રસાકસીમાં વાપરી નાખીએ છીએ. આ આપણી પાયાની ભૂલ છે. તે આપણને આપણા જ અનંત વૈભવનાં દનમાંથી પીછેહટ કરાવી દે છે– આજે રસોઈ ખરાખર નથી થઇ. શાકમાં તેલ નથી. મીઠું તેા નાખતા જ ભૂલી ગયા, મીઠું નાખતા કેમ ભૂલી ગયા ?”—આવી મતની વાતો અને વિચાર પાછળ આપણે આપણુ જ્ઞાન વાપરી નાખીએ છીએ. એટલે જે જ્ઞાન આપણને પરમ દેવાધિદેવ પરમાત્માના દર્શન કરાવવા સમ છે તે રસેાઇના સારા નરસાપણાની ચર્ચામાં અટવાઇ જાય છે. જ્ઞાનનુ કેટલું સામર્થ્ય છે તે જુએ ! ગીતામાં કહ્યુ છે: નહિ જ્ઞાનેન સંપૂરા પવિત્રમિક વિદ્યતે। જ્ઞાનથી વધારે શ્રેષ્ઠ અને પવિત્ર કાઇ વસ્તુ નથી. જ્ઞાનથી વધારે પવિત્ર કરનારું કોઇ સ્ત્રાત, કોઈ ઝરણું નથી. જ્ઞાન જ મુકિત છે; જ્ઞાન જ અમૃત છે.
હાં, અજ્ઞાનીના હાથમાં જે જાગતિક પદાર્થોનું જ્ઞાન આવી જાય તે ભારે ખતરો ઊભો થાય. વિજ્ઞાને અજ્ઞાનીના હાથમાં જ્ઞાનની રાશિ સોંપી, પરિણામે હિરાશિમા અને નાગાસાકીના