________________
૨૮૬ : લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર
નહિ. જ્યારે હું ગીતાજીના વાંચનમાં એકચિત્ત બની જાઉં ત્યારે તમારે મારા ઓપરેશનનું કાર્ય શરૂ કરી દેવું. ગીતાના વાંચનમાં જ્યારે હું એકચિત્ત બની જાઉં છું ત્યારે આજુબાજુનું બધું જ ભૂલી જાઉં છું. એટલે શસ્ત્ર ચિકિત્સા તરફ મારું જરા જેટલું પણ લક્ષ્ય નહિ ખેંચાય.” જો કે આ વાત સહેલાઈથી ડોકટરોને ગળે ઊતરે એવી નહોતી. તેઓ કાશી નરેશના સૂચનને અનુસરવા તૈયાર પણ નહોતા. છતાં રાજાના સરળ પરંતુ મકકમ આગ્રહ સામે ડોકટરેએ પિતાને આગ્રહ છોડી દીધું અને વગર કાફેમેં ઓપરેશન કરવાનું નકકી કર્યું.
કહે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના વાંચનમાં જેવા તેઓ તન્મય થયા કે ડેકટરોએ શસ્ત્ર ચિકિત્સા પ્રારંભ કરી. કાશી નરેશ જાણે કશું જ જાણતા ન હોય તેમ ગીતાના સ્વાધ્યાયમાં સંલગ્ન રહ્યા. કલાકે વીતી ગયા છતાં, ચિકિત્સાજન્ય વેદનાની સામાન્ય રેખા પણ તેમનાં માનસ પર અંકિત ન થઈ. વગર કલરફેમેં પણ આટલી સમાધિ, શાંતિ અને સ્વસ્થતા જોઈ ડોકટરનાં આશ્ચર્યને પાર ન રહ્યો. તેમણે આનાં રહસ્યને જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ આ તે અનુભૂતિને વિષય હતે. અનુભૂતિના વિષયને ગમે તેવી કુશળ વાચા આપવામાં આવે, ગમે તેવા સુંદર શબ્દોથી તેનું સાક્ષાત્ ચિત્ર ઉપસાવવામાં આવે, તે પણ તેની સાક્ષાત્ સાકારતા કદાપિ ઊભી કરી શકાતી નથી. અનુભૂતિનું જીવંત ચિત્ર તે અનુભવથી જ મેળવી શકાય છે. આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં કાશી નરેશે કહ્યું જેમાં પ્રભુતાના દર્શન થાય તેની સાથે અભ્યાસથી થોડા જ કાળમાં તાદાભ્ય સાધી શકાય છે. ભગવદ્ ગીતા માત્ર અમારે ધર્મ ગ્રંથ જ નથી, તે અમારો પ્રાણ અને આત્મા છે. અમારી માન્યતા મુજબ તે ભગવદ્ ગીતા સારી દુનિયાને ગ્રંથ છે. પરમામાં આવતું પ્રત્યેક સાધન પ્રત્યેક વહેવારૂ માણસને માટે છે. આપણે વહેવાર શુદ્ધ અને નિર્મળ થાય, મનને સમાધાન તેમજ શાંતિ મળે, એ વાત જે પરમાર્થ શીખવતું હોય તે વ્યવહાર કેમ શુદ્ધ રાખવે તે ગીતા શીખડાવે છે. આપણે જ્યાં જ્યાં વહેવાર કરીએ ત્યાં બધે ગીતા આવીને ઊભી જ રહેવાની. તે આપણને ત્યાં ને ત્યાં ઊભવા દેવા માંગતી નથી. પરંતુ આપણે હાથ ઝાલી તે આપણને અંતિમ સાધ, ચરમ નિષ્પત્તિ સુધી લઈ જાય છે. માણસ પિતાને વ્યવહાર શુદ્ધ કરતે કરતે પરમોચ્ચ સ્થિતિને પહોંચે એ ગીતાની ઈચ્છા છે અને આટલા ખાતર જ ગીતાની હયાતી છે, ત્યારે બે કલાક શસ્ત્રક્રિયાના સમયમાં, વગર કલરફ અખંડ સમાધિમાં રાખવાની વાત, તે તેના ચરમ અને પરમ આદર્શની સામે સાવ ક્ષુલ્લક, નગણ્ય અને નજીવી છે.”
યાદ રાખજો કે મનની એકાગ્રતા જે યથાર્થ દિશામાં કેળવાશે તે તમારી સ્કૂર્તિ, તમારે ઉત્સાહ, બળ, પરાક્રમ અને પુરુષાર્થ કદી પણ નબળા પડશે નહિ. તમે વૃદ્ધ થયા હશે તે પણ તમારામાં યુવાન માણસને શરમાવે એવું સામર્થ્ય, એ ઉત્સાહ, એવું જેમ અને એવી વિલક્ષણ ગંભીરતા તમને જણાશે. શરીર બળ ઘટી જતાં મબળ કે આત્મવિશ્વાસ ઘટતાં નથી.