________________
સહસ રૂપ સાધના : ૨૮૫
ગંદકીથી ભરાઈ જાય છે ત્યારે આ બાજુ હજુ તૃષ્ણ અને ઈચ્છા પૂરેપૂરી જન્મવા પણ ન પામી હોય ત્યાં જ તેમાં એક જાતને જ્વર-તાપ પ્રવિષ્ટ થઈ જાય છે. તેનું આખું શરીર આંદલિત બની જાય છે. તે એક પ્રકારની ઉત્તપ્તતા અનુભવવા લાગે છે. તે ભારે અસ્વસ્થ બની જાય છે. કામના એ જ અશુચિ, અસ્વસ્થતા અને અપવિત્રતા છે.
જેવી મનમાં કામનાઓ સાકાર થવા લાગે છે કે આંતરિક સુગંધ ખવાઈ જાય છે અને દુર્ગધ પ્રાદુર્ભત થવા લાગે છે. શાંતિ અદશ્ય થઈ જાય છે અને અશાંતિ અને અસમાધિનાં વલે ઊભાં થવા લાગે છે. હૃદયમાં વિવિધ વમળે સક્રિય બની જાય છે અને દીનતા અને હીનતાગ્રંથિ મજબૂત રીતે પકડાઈ જાય છે. માણસ પિતાનું આંતરિક એશ્વર્ય ગુમાવી બેસે છે. હૃદયથી તે રાંક અને દીનહીન બની જાય છે.
| મનમાં જેવી ઇચ્છા કે વાસના જાગૃત થઈ કે તરત જ તેની બીજા વિકાર સાથેની સ્પર્ધાને પ્રારંભ થાય છે. જેવી ઈર્ષાની નિર્મિતી શરૂ થવા લાગે છે કે પ્રતિસ્પર્ધાની ભાવના બળવત્તર થઈ ઊભી રહે છે. સ્પર્ધા, અસૂયા કે ઈર્ષ્યાથી વધારે ગંદી બીજી કઈ વસ્તુ નથી. પ્રતિસ્પર્ધાથી ભરેલું મન કદરૂપું બની જાય છે.
વાસનાથી વાસિત ચિત્તદષ્ટિ ભવિષ્ય તરફ જોડાએલી હોય છે. વર્તમાન તરફ તે જોતી નથી. જે છે તેના તરફ તે ઉદાસીન છે અને જે નથી તેને મેળવવા તે ધમપછાડા કરે છે. કઈ દાંત પડી જાય અને તે ખાલી જગ્યામાં જેમ જીભ વારંવાર અડયા કરે, તેમ વાસના પણ જે નથી તેને મેળવવા દેડે છે. જ્યાં દાંતની અસ્તિ છે ત્યાં જીભ અડતી પણ નથી. પડી ગયેલો દાંત જ્યાં સુધી પડયે નહોતે ત્યાં સુધી જીભ તેને અડતી પણ નહોતી, આજે જ્યારે તે દાંત નથી ત્યારે તે ખાલી જગ્યાને સ્પર્શવા જીભ સતત પ્રયત્નશીલ છે. જે નથી તેના સંસ્પર્શને માણસને ભારે રસ છે; જે છે તેનું તેને કશું જ મહત્ત્વ નથી. આમ વાસના જે નથી તેને મેળવવા મથે છે અને જે છે તેની સદંતર ઉપેક્ષા કરે છે. આ વાસનાનું ઉદ્દભવસ્થાન મન છે; અને મનની સફળતાને આધાર તેની એકાગ્રતા ઉપર આધારિત છે.
ડાં વર્ષો પહેલાંની આ વાત છે. કાશી પાસે રામગઢ નામે એક ગામ છે. તે ગંગા નદીને કિનારે આવેલું છે. કાશીનું જ તે ઉપનગર છે. આ ગામના રાજાને એકવાર ભારે શારીરિક તકલીફ ઊભી થઈ. પોતે રાજા હતા એટલે ઉપચારની કઈ જ ખામી રાખવામાં આવી નહિ. તેમના ઓપરેશનને માટે ખાસ પરદેશથી સજનેને બોલાવવામાં આવ્યા હતા. ઓપરેશન બે ત્રણ કલાક ચાલે તેમ હતું. તેથી ડોકટરેએ કરેફર્મ સુંઘાડવાને આગ્રહ રાખે. પરંતુ કાશી નરેશને તે સ્વીકાર્યું નહોતું. સભાન અવસ્થામાં જ ઓપરેશન કરાવવા તેઓ આગ્રહ રાખી રહ્યા હતા. સર્જનને કલોરેફર્મ સુંઘાડ્યા વિના શસ્ત્રક્રિયા કરવાની વાત ગળે ઊતરતી નહોતી. એટલે તેઓ કલેરેફર્મ સુંઘાડવાને આગ્રહ રાખી રહ્યા હતા. કાશી નરેશે કહ્યું: “તેમાં ગભરાએ