________________
૨૭૮ : લેવા પાષાણુ,
ત્યાં દ્વાર
૧૨ ભારદ્વાજ બ્રાહ્મણ
સનસ્કુમાર કલ્પથી ચવી તે શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામને બ્રાહ્મણ થયું. તેનું આયુષ્ય ચુંમાલીસ લાખ પૂર્વનું હતું. અંતિમ સમયે ત્યાં પરિવ્રાજકની દીક્ષાથી દીક્ષિત થશે. ૧૩ મહેન્દ્ર દેવલોક :
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહેન્દ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયા. ૧૪. સ્થાવર બ્રાહ્મણ :
દેવલોકથી ચવીને કેટલાયે કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરીને તે રાજગૃહ નગરમાં સ્થાવર નામને બ્રાહ્મણ થયું. ત્યાં તેનું આયુષ્ય ચેત્રીસ લાખ પૂર્વનું હતું. અંત સમયે ત્રિદંડી પરિવ્રાજક બને. ૧૫. બ્રહ્મ દેવલોક :
- પંદરમા ભવમાં તે બ્રહ્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ બને. ૧૬. વિભૂતિઃ
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી નયસારને જીવ સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખાભૂતિના પુત્ર વિશ્વભૂતિ થયા. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખાનંદી હતું.
એક વખત વિશ્વતિ પુપકરંડ ઉપવનમાં પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા હતા ત્યારે મહારાણીની દાસીઓ પુપે લેવા ત્યાં આવી. વિશ્વભૂતિની ક્રીડા જોઈ તેમને ઈર્ષ્યા આવી. તેમણે મહારાણીના હૃદયમાં પણ ઇર્ષાને અગ્નિ પ્રગટાવ્યું. રાજાએ પોતાની કુળમર્યાદાનો ખ્યાલ આપી તેને સમજાવવા ઘણે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે એકથી બે ન થઈ અને પિતાને આગ્રહુ ટકાવી જ રાખે ત્યારે મંત્રીએ એક યુકિત અજમાવી. રાજાના આદેશથી રણભેરી વગાડવામાં આવી. રણભેરીને અવાજ સાંભળતાં જ વિશ્વતિએ ઉદ્યાન ક્રીડા સ્થગિત કરી નાખી અને રાજા પાસે આવી ઉપસ્થિત થયે. રાજાને અટકાવી પોતે સેના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. શત્રુનાં
ક્યાંય દર્શન ન થતાં તે સેના સહિત પાછા વળ્યા. આ દરમિયાન રાજકુમાર વિશાખાનંદીએ પિતાના અંતઃપુર સહિત પિતાને પડાવ તે ઉદ્યાનમાં નાખી દીધે. જ્યારે વિશ્વભૂતિ પુનઃ ઉદ્યાનમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દ્વારપાલેએ તેમને અટકાવ્યા અને જણાવ્યું કે રાજકુમાર વિશાખાનંદી પિતાના અંતઃપુર સહિત કીડા કરી રહ્યા છે.
- વિશ્વભૂતિને હવે ભાન થયું કે, મને યુદ્ધના બહાને અત્રેથી કાઢવામાં આવેલ છે. આથી કે પાયમાન થઈ તેમણે કઠાનાં વૃક્ષ ઉપર એક મુક્કો માર્યો જેથી કોઠાનાં બધાં ફળે ટપટપ પડી ગયાં. પછી દ્વારપાલને કહ્યું કે આ રીતે હું તમારાં માથાં વધેરી શકું છું. પરંતુ રાજાના ગૌરવની રક્ષા ખાતર તેમ કરતું નથી.