________________
ભગવાન મહાવીર : ૨૭૭ તે બાબતમાં પોતાની અસમર્થતા પ્રગટ કરી. એટલે કપિલે ફરી પ્રશ્ન કર્યો “આપ જેનું આચરણ કરી રહ્યા છે તેમાં શું ધર્મ નથી?
આ પ્રશ્ન મરીચિના મનમાં મિથ્યાભિમાન જગાડયું. તેઓ ડીવાર મૌન રહ્યા પછી બોલ્યાઃ “અહીં પણ તે જ છે જે આહંત ધર્મમાં છે. આ સાંભળી કપિલ મરીચિને શિષ્ય થયે. આ ઉસૂત્રપ્રરૂપણાના કારણે કાડાઝાડ સાગરોપમપ્રમાણ તેમને સંસાર ભ્રમણ કરવું પડ્યું અને દોષની આલોચના વગર આયુષ્ય પૂર્ણ કર્યું. ૪ બ્રહ્મ-દેવલોક :
ચેર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને મરીચિને જીવે બ્રહ્મ દેવલેકમાં દસ સાગરની સ્થિતિવાળે દેવ બન્ય. ૫ કૌશિક બ્રાહ્મણ .
દેવલેકમાંથી અવતરી કલ્લાક સંનિવેશમાં એંસી લાખ પૂર્વની આયુષ્યવાળા કૌશિક બ્રાહ્મણના રૂપે જન્મ લીધો. ૬ પુષ્પમિત્ર બ્રાહ્મણ
કૌશિકનું આયુષ્ય પૂર્ણ કરીને તે ધૂણ નગરીમાં પુષ્પમિત્ર નામને બ્રાહ્મણ . તેનું તેર લાખ પૂર્વનું આયુષ્ય હતું. તે અંતિમ સમયમાં પૂર્વના સંસ્કારવશ પરિવ્રાજક ત્રિદંડી બને. ૭ સૌધર્મ દેવલોક :
ત્યાંથી આયુષ્ય પરિપૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં તે મધ્યમ રિથતિવાળે દેવ બન્યો. ૮ અગ્નિધીત :
ત્યાંથી ચવીને તે ચેત્ય સન્નિવેશમાં અગ્નિદ્યોત નામને બ્રાહ્મણ થયું. તેનું આયુષ્ય ચેસઠ લાખ પૂર્વનું હતું. પરિવ્રાજકના સંસ્કારની તીવ્રતાથી પરિવ્રાજક ત્રિદંડી બન્ય. ૯ ઈશાન દેવલોક :
ત્યાંથી આયુષ્યની પરિસમાપિત થવા પર તે ઈશાન દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયા. ૧૦ અગ્નિભૂતિ બ્રાહ્મણ
ત્યારબાદ મંદિર નામક સન્નિવેશમાં અગ્નિભૂતિ નામના બ્રાહ્મણના રૂપે જન્મ લીધો. તેનું આયુષ્ય છપ્પન લાખ પૂર્વનું હતું. જીવનના અંત સમયે ત્યાં ફરી પરિવ્રાજક ત્રિદંડી બને. ૧૧ સનકુમાર દેવલોક ?
અગ્નિભૂતિરૂપ ભવની સમાપ્તિ પછી તે સનકુમાર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ બને.