________________
૨૬૪ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર
પરબ્રહ્મ અથવા સત્યનું મુખ સુવર્ણમય, તિર્મય પાત્રથી ઢંકાએલું છે. હે પૂષન! સત્ય ધર્મા એવા મને આત્માની ઉપલબ્ધિ કરવા માટે તું તે આવરણને ઊઠાવી લે!
સામાન્યતા આમસમુદાયની સમજણ છે કે, જે સત્ય હંકાએલું હોય તે તે સદા અંધકારથી જ ઢંકાએલું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે, સત્ય પ્રીતિકર તિથી, પ્રકાશથી, સુવર્ણ પાત્રથી આવૃત્ત છે.
સત્યના આયામની ગહનતામાં જેણે ઊતરવા મહેનત લીધી છે, સત્યની પાર પહોંચવાની જેની અંતિમ નેમ છે, તેવા જ માણસેની અનુભૂતિની આ ફલશ્રુતિ છે. જેમણે સત્યને સાક્ષાત્કાર કરવા શ્રમ ખેડ નથી, સાધનાના ઊંડાણમાં ઊતરવાની જરા જેટલી પણ મહેનત લીધી નથી, માત્ર સત્યના સંબંધને શાસ્ત્રો અને ગ્રન્થ જ વાંચ્યા છે અને તેને આધારે ચેડા ચિંતનના ક્ષેત્રમાં પ્રવેશવાને ઉપલક પ્રયાસ કર્યો છે, તેવા માણસેએ મનનના બળે એમ માન્યું કે સત્ય હંમેશાં અંધકારથી ઢંકાએલું છે. પરંતુ જેમણે સત્યને પ્રત્યક્ષ કરવા, આત્મસાત્ કરવા, તેમજ ધ્યાન અને સાધનાના અંતિમ પગથિયાં સુધી પહોંચવાને ઉચિત દિશામાં અવિશ્રાંત પરિશ્રમ કર્યો છે, તેમને એવો અનુભવ છે કે સત્ય પ્રકાશમાં ઢંકાયેલું છે. ત્યાં એ પ્રકાશમાં જે કેઈને અંધકાર દેખાય છે તેનું કારણ પ્રકાશની પરાકાષ્ઠા છે. પ્રકાશની પ્રગાઢતા અને અધિકતામાં આંખે જોવાનું કાર્ય કરી શકતી નથી. તે આંધળી બની જાય છે. પ્રકાશની પ્રગાઢતા પણ અંધકાર જેવી થઈ જાય છે. બપોરના સમયે સૂર્યના પ્રખર પ્રકાશમાં આપણે સૂર્ય તરફ આંખો માંડવા જઈએ તે આંખો અંજાઈ જાય છે. વધારે પડતા પ્રકાશને આંખે ભાગ્યે જ જીરવી શકે છે. અમુક જ પ્રકાશને પચાવવાની આંખેની શક્તિ છે, એટલે આંખની શક્તિ કરતાં વધારે પ્રકાશને આંખે સહી શકતી નથી. વધારે પડતા પ્રકાશને ન જીરવી શકવાની આંખની આ અશક્તિ તેની અપાત્રતા અને નબળાઈ છે. એટલે જે માણસોએ અંતિમ સત્યને મેળવવા માટે, અંતિમ સાધનાના અંતિમ પગથિએ પહોંચવાની મહેનત નથી લીધી, દૂરદૂરથી જ જાણવા અને વિચારવાનો માત્ર શ્રમ કર્યો છે, તેઓ અવશ્ય કહેશે કે, પ્રભુનું મંદિર અંધકારમાં છુપાએલું છે.
સત્ય તરફની યાત્રા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ પ્રકાશ વધતું જાય છે. તે પ્રકાશ વધતાં વધતાં એટલે બધે વધી જાય છે કે, પ્રકાશની અધિકતાના કારણે જ અંદર અંધકારની પ્રતીતિ થવા લાગે છે. પરંતુ અંધશ્નર સંબંધી તે આપણી નરી ભૂલ છે. તે અંધકાર બીજું કાંઈ નથી પણ વિશેષ પ્રકાશની અધિકતા જ છે, અને તે જ ક્ષણે કરવામાં આવેલી આ પ્રાર્થના છે કે-“હે પ્રભો ! આ પ્રકાશના પરદાને હટાવી લે કે જેથી આ સુવર્ણમય અને જતિર્મય પ્રકાશની પાછળ છુપાએલા સત્યના હું દર્શન કરી શકું. દેવાધિદેવ સાથેના સાક્ષાત્કારનું આ અંતિમ આવરણ છે જે અનાવૃત્ત થતાં, પ્રભુતા, વિરાટતા અને દિવ્યતા સેળે કળાએ ખીલી ઊઠે છે.