________________
સંપત્તિ સંન્યાસીની પાદુકા છે : ર૭૩ રાજાએ વીંટીને મહુલીના ઉપરના ભાગમાં નળિયા નીચે મૂકી દીધી. રાજાની પરેશાની ખૂબ વધી જવા પામી, તેની ઊંઘ ઊડી ગઈ. કબીર અને કમાલ વચ્ચેની ભેદ રેખા બે વિરોધી છેડાઓને સ્પર્શતી તેમને જણાઈ. કબીર તરફ તેમને ભારે આદર જન્મે અને કમાલ પ્રત્યે તેટલે જ અગણમે ! આ વાતને પંદર દિવસ વીતી ગયા પણ રાજાના મનમાં જરા પણ શાંતિ ન થઈ. તે પાછે કમાલ પાસે આવ્યો. તેમને હતું કે કમાલે પિતાની વીંટીના દાળિયા કરી નાખ્યા હશે, ભારે લાલચુ માણસ છે ! આ તે ફકીરની રીતે કહેવાય? -
રાજાને આવતા જોઈ કમાલે કહ્યું: “એહ! શું ફરી વીંટીની ભેટ આપવા આવ્યા છે?' રાજાના મનમાં હવે તેને લાલચુપણુ વિષે શંકાને અવકાશ ન રહ્યો. તે વિચારવા લાગ્યાઃ “આ ભારે વિચિત્ર અને લોભી માણસ છે. એટલે જરા રૂક્ષતાપૂર્વક તેમણે જવાબ આપેઃ “આ વખતે કંઈ જ ભેટ લઈને આવ્યું નથી. આ વખતે તે અગાઉ આપેલી ભેટને તમે શું ઉપયોગ કર્યો તે તપાસવા આવ્યો છું–તે વીંટીને તમે શો ઉપયોગ કર્યો તે મને કહો કમાલે કહ્યું વીંટીની મને કશી જ ખબર નથી. તમે તે કયાં મૂકીને ગયા હતા તેની પણ મને ખબર નથી. મેં તેને સ્પર્શ પણ કર્યો નથી. એટલે તમે જ્યાં મૂકીને ગયા છે, ત્યાં તેની તપાસ કરો ! તમારી મૂકેલી ચીજ વિષે તમે જાણે, મારે એની સાથે શું સંબંધ છે?. તમે મૂકીને ગયા છે અને ત્યાંથી કદાચ કેઈએ તે ઉપાડી લીધી હોય, તે પણ મારે શું? તમારી વીંટીને સાચવવાની જવાબદારી અમારી ફકીરાની નથી હોતી. રાજા ઊભે થયે. જે જગ્યા પર તેણે વીંટી મૂકી હતી, તે જગ્યા તેને બરાબર યાદ હતી. તેણે ત્યાં જોયું તે નળિયાની નીચે તેમણે જેમ તે મૂકી હતી તેમ છે તેમ સુરક્ષિત ત્યાં પડી હતી.
સંતની દષ્ટિમાં સંપત્તિ એક પાદુકાથી જરા પણ વધારે મહત્વ ધરાવતી નથી. તેને. ઈન્કાર કરવા જેટલું માલિકીપણું પણ સંન્યાસીને મનથી સંપત્તિ વિષેના વ્યામોહની અસ્પષ્ટ સ્વીકૃતિ જ ગણાય. એટલે સાધુ પુરુષ તેને સ્વીકાર કે અસ્વીકારથી પર હોય છે. તેને ઈન્કાર કરવાથી પણ શું લાભ? આખર તે તે માટી છે.
સંપત્તિને છોડવા જતાં કે પકડવા જતાં બંને વખત જાયે-અજાણ્યે પણ સંપત્તિને મહત્વ અપાઈ જાય છે. છોડવાના કેન્દ્રમાં પણ સંપત્તિની જ મહત્તા પ્રધાન હોય છે અને પકડવામાં તે તેની પ્રમુખતા સ્પષ્ટ છે જ.
જ્યારે આપણે કહીએ કે સંપત્તિ હેવી આવશ્યક છે ત્યારે પણ આપણા મનમાં તેનું આંતરિક મૂલ્ય હોય છે. જે આપણે એમ કહીએ કે અમે સંપત્તિને અડીશું નહિ, સંપત્તિ તે અભડાવનારી, અપવિત્ર વસ્તુ છે, તે પણ તેનું આંતરિક મૂલ્ય અંકિત થઈ જાય છે. સંન્યાસીને માટે તેનું કશું જ મૂલ્ય નથી. સંન્યાસીની સમજમાં સંપત્તિ નિમૂલ્ય છે.