________________
સંપત્તિ સંન્યાસીની પાદુકા છે : ૨૭૧
જરા પણ નથી. માથા ઉપરના પગરખાનું કારણ તમારી સાથે સંબંધિત છે. તમને એ યાદી આપવા માટે છે કે, એક પગરખાંને માથા ઉપર રાખવાથી પણ જે માણસ ગાંડાની શ્રેણીમાં ગણાતું હોય, તે તમે તે આ લક્ષ્મીરૂપી બંને પગરખાંને તમારા માથા ઉપર મૂકી રાખ્યાં છે. એક પગરખાને માથા ઉપર મૂકવાથી જે હું ગાંડામાં ખપતે હેઉં, તે બન્ને પગરખાંને માથા ઉપર મૂકનાર તમે શેમાં ખપશે?”
યાદ રાખજે સંપત્તિને આવશ્યકતા કરતાં વધારે મહત્વ આપવામાં આવે તો તે પાદુકાને માથા ઉપર મૂકવાની જ એક પ્રક્રિયા છે. સંપત્તિ જ્યાં હોવી જોઈએ ત્યાં જ હોવી જોઈએ. તે માત્ર પગને જ ઉપગ છે. તેને માલિક બનાવી શકાય નહિ. જે કદાપિ સંપત્તિના માલિક થવા મહેનત કરશે તે માલિક તો થશે જ નહિ, ઊલટાના તેના ગુલામ બની જશે. માટે સંપત્તિના સ્વામી થવાને બદલે સ્વના સ્વામી થઈ જાઓ, એટલે સંપત્તિ તમારી ગુલામ થઈ જશે. પિતાને જે માલિક છે તે જ સાચે માલિક છે. સંપત્તિ તે તેની પાદુકા છે.
પશુઓની જરૂરિયાતો મર્યાદિત છે. તેમની મર્યાદિત આવશ્યકતાઓ પરિપૂર્ણ થઈ જતાં તે સંતૃપ્ત બની જાય છે. તેમની જરૂરિયાતો બહુ સામાન્ય અને સીમિત છે. ખાવા માટે ઘાસ મળી જાય, પીવા માટે પાણી, ડી ઊંઘ, થેડી વિશ્રાંતિ અને વર્ષમાં અમુક વખતે કામ વાસનાની તૃપ્તિ મળી જાય એટલે તે સંતૃપ્ત થઈ જાય છે. પરંતુ માણસને તે પોતે કપેલી બધી જ આવશ્યકતાઓ પૂર્ણ થાય તો પણ તેને સંતોષ થતો નથી. માણસમાં એક અનોખી જ ભૂખ હોય છે અને તે એ કે, બીજાને પોતાની જરૂરિયાત હંમેશાં લાગવી જોઈએ. આ એની આંતરિક ભૂખ છે. અહંકારથી પીડાએલો તે એમ જ માને છે કે, મારા વગર આ જગત ચોપટ થઈ જશે. બધી જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય છતાં એક જરૂરિયાત તેને હંમેશાં લાગ્યા જ કરતી હોય છે મારી ઉપયોગિતા બીજાને હંમેશાં દેખાવી જ જોઈએ ! અન્યથા આ જીવનનું મહત્વ પણ શું? બીજાને મારી ઉપયોગિતા, મારી જરૂરિયાત ન દેખાય તે મારું જીવવું પણ બેકાર છે. મારી પાસે ભેજન, કપડ, નીંદ બધું છે, પણ બીજાને મારી જરૂરત ન હોય તે એ બધાં જ નકામાં છે એમ તે હંમેશાં માનતા રહે છે.
કબીરના જીવનની એક ઉપદેશાત્મક ઘટના છે. કબીરની પાસે કેઈ આવતું તે તેની પાસેથી કંઈ પણ લેવાનું તેઓ સ્વીકારતા નહિ. તે “ઇન્કાર, તે “નાની પાછળ પણ તેમની આંતરિક કરુણવૃત્તિ જ કામ કરતી હતી. કારણ તેઓ માણસના માનસના પૂરા અભ્યાસી હતા, આંતરિક અને ભાવનાને ઓળખી પાડનારા સાચા પરીક્ષક હતા. તેઓ સમજતા હતા કે, દેનાર માણસ આવેશમાં આપી તે દે છે, પરંતુ તેના આપવાના સત્કાર્યમાં પણ પરેશાની અને બેચેનીને ઈતિહાસ છુપાએલો હોય છે. સંભવ છે આપ્યા પછી આપનારને રાતભર ઊંઘ ન આવે. સંભવ છે તેને મનમાં એવી ભાવના સક્રિય થઈ જાય કે, સાધુ અને ફકીરને નામે કેવા