________________
સંપત્તિ સંન્યાસીની પાદુકા છે આજે આ મહાપર્વને ચતુર્થ દિવસ છે. આત્મદ્રવ્યને ઓળખવા માટે આ પરમ ઉપકારક નિમિત્તે છે. કારણ આત્માનો અચિંત્ય અને અકથ્ય મહિમા છે. એનું પિતાનું અપાર એશ્વર્યા છે. બાહ્ય પરિગ્રહમાં આસકત થએલી બુદ્ધિ પિતાની જ આંતરિક સમૃદ્ધિને જેવા અસમર્થ બની જાય છે. મોહનીય કર્મના પ્રબળ ઉદયનું આ પરિણામ છે. જેણે મેહ ઉપર વિજય મેળવી લીધે છે એવા સપુરુષ માટે તો નિર્વાણ ઉપનિષમાં જેમ કહ્યું છે તેમ “ ક્રિશાં દુ:સંપત્તિ મહર્ષિઓની પાદુકા છે, પગરખાં છે. કેવી સુંદર આ વાત છે ! કેવું અદ્દભૂત આ સૂત્ર છે ! સામાન્યરૂપે તે એમ જણાશે કે, સાધુ પુરુષોને સંપત્તિ સાથે શું લેવા દેવા ? પુરુષોને અંતિમ આદર્શ આત્મદર્શન એટલે કે બ્રહ્મદર્શનને છે. સંપત્તિ સાથે તેમને કશે જ સંબંધ નથી. આ જ વાતની સૂચના આ સૂત્રમાં અન્તર્નિવિષ્ટ છે. ઉપનિષદુ કહે છે કે, સંપત્તિ સાથે સંતેને સ્નાન સૂતકને પણ સંબંધ નથી. સંપત્તિ સંતે માટે પાદુકા છે. અહીં સમજવાની વાત એ છે કે, આમ સમુદાય સંપત્તિની પાદુકા એટલે પગરખાં છે. એટલે કે, સંપત્તિ જ્યારે ચાલે છે ત્યારે આપણે બધા તેના પગરખાનું કામ કરીએ છીએ. કારણ આપણે સંપત્તિના ગુલામ છીએ. સાચા સંતે સંપત્તિના માલિક છે. એટલે સંપત્તિને પગરખાંની માફક પહેરીને ચાલી શકે છે. આથી પુરુષ સંપત્તિને કદી પણ માંગતા નથી, ભૂલથી તેને સ્પર્શ પણ કરતા નથી.
સામાન્ય રીતે તમે માનતા હે છે કે, તમે તમારી સંપત્તિના માલિક છે; પરંતુ આ તમારી એક બ્રાન્તિ છે. ખરેખર તો સંપત્તિ જ તમારી માલિક હોય છે. કેમકે જ્યારે તમે રાતના સૂતા હે છે, ત્યારે તમારી તિજોરીના રૂપીઆ રાતભર જાગતા નથી. તે તો નિરાંતે તિજોરીમાં આરામ લેતા હોય છે. આ રૂપીઆની ઝંઝટનાં કારણે તમારી ઊંઘ હરામ થઈ જાય છે. રૂપીઆ આરામથી સૂઈ જાય છે અને તમને જાગવા ફરજ પાડે છે. તેથી પ્રશ્ન એ થાય છે કે તમે સંપતિના માલિક છે કે સંપત્તિ તમારી માલિક છે ? તમારા હાથમાંથી સો રૂપિયાની નોટ સરી જાય, કે ખિસ્સામાંથી કેઈ તે કાઢી લે, ત્યારે સો રૂપિયાની નોટ રડવા બેસતી નથી, પરંતુ તમે તેને માટે રડે છો; અને છતાં તમે તેના માલિક હોવાનો દાવો કરે છે, આ તે કેવી વિચિત્રતા છે? ખરી હકીક્ત તો એ છે કે જેને ઉપર તમે માલિકીપણાને દાવો કરે છે તે જ તમારે માલિક થઈ જાય છે. જે માલિક થવા જાય છે, તે માલિક થવાને બદલે, ગુલામ થઈ જાય છે.
સંપત્તિની માલિકી માટે સંન્યાસી વાત જ કરતું નથી. તે કહે છે કે, જનસમુદાયમાં જેને આપણે સંપત્તિશાળી તરીકે જાણીએ છીએ તેને મુખ ઉપર સંપત્તિના તો કશા જ દર્શન થતાં નથી. તેની મુખમુદ્રા સંપત્તિને અભાસ આપવાને બદલે વિપત્તિનો એહસાસ કરાવે છે. સાચી સંપત્તિની લાલિમા તે સંતનાં પેઢાં ઉપર જ જોવા મળે છે. પુરુષ હંમેશાં પ્રફુલ્લિત, આનંદિત, મસ્ત અને બેફિકર હોય છે. તેમનાં જીવનમાં એક સ્વર અને એક સંગીતનાં જ દર્શન