________________
સુવણ પાત્ર : ૨૬૫
સમીચીન અને ઉચિત પણ એ જ દેખાય છે કે, પ્રકાશના વર્તુળમાં જ સત્ય છુપાવું હોય ! કોડે સૂર્યો જેવા તીવ્ર પ્રકાશપુંજમાં પણ આપણી અસમર્થતા કે અપાત્રતાને કારણે જે અંધકાર જણાય, તે તે આપણી માત્ર ભ્રાંતિ છે. સત્યની ચારેકોર કદી અંધકાર સંભવી શકે ખરા? અને માને કે સત્ય જેવા પરમ તત્વની આજુબાજુ પણ અંધકારનું જ વર્તુલ હોય, તે પછી પ્રકાશને રહેવાને બીજે અવકાશ કયાં ? સત્યની પાસે અંધારું કદી પણ ટકી શકતું નથી. સત્યની પાસે ટકી રહેવાની અંધકારની ક્ષમતા પણ નથી.
જેમણે આત્માની અનુભૂતિ કરી છે તેવા માણસેના સંસર્ગમાં આવે, તેમના અનુભવની, શબ્દોથી અગમ્ય છતાં સત્યની દિશા તરફ ઈશારે કરતી વાણી સાંભળે, તે કરેડ સૂર્યને દિવ્ય પ્રકાશ એકસામટે તમારી અંદરમાં આવિર્ભાવ પામી ગયે હોય એ તમને અનુભવ થશે! આવા દિવ્ય પ્રકાશની અધિકતામાં આખો ઊઘાડવી પણ મુશ્કેલ છે. આંખો અંધારામાં જ સહેલાઈથી ઊઘડે છે. યાદ રાખજે, જે સત્યની નિકટ પહોંચશે તેમને અંતિમ સંઘર્ષ પ્રકાશની સાથે જ થશે, અંધકાર સાથે નહિ.
આ પ્રકાશ માટે “હિરણ્યમય’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું છે તેની પાછળ પણ ભારે રહસ્ય છે. પ્રકાશને માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે તે સુવર્ણ જે છે, એટલે તેને સંઘરી રાખવાને વ્યાણ થાય તે સ્વાભાવિક છે. અસાધુતાને ત્યાગ સરળ હોય છે, પરંતુ અંતિમ ક્ષણમાં જ્યારે સાધુતા પણ પરમ સત્યના દર્શનમાં બંધ થઈ જાય છે, ત્યારે તેને છેડવી અનિવાર્ય થઈ જાય છે. પરંતુ બેચેની અને પરેશાનીની ક્ષણે તે જ હોય છે. આજ સુધી સાચવી સાચવીને સુરક્ષિત રાખેલા શુભેનો સમુદાય કે જેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ છે, તેની પકડ પણ એક પરતંત્રતા છે અને સત્યની સામે આ પરતંત્રતા પણ અડચણરૂપ છે, ત્યાં તે પરમ સ્વાતંત્ર્ય જોઈએ. આપણે ત્યાં નાની નાની સાંપ્રદાયિક પકડે કેવી મજબૂત હોય છે એને અનુભવ આપણને બધાને છે. આ બધી પકડે આત્માથી કરોડ ગાઉ દૂરની છે. છતાં પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરાને વ્યામહ, આ પકડેને ટકાવી રાખવામાં સંઘભેદના પાપને પણ ગૌણ બનાવી, પોતાની પકડને આગ્રહપૂર્વક ટકાવી રાખે છે. બે ભાદરવા હોય ત્યારે પર્યુષણ પહેલા ભાદરવામાં કરવા કે બીજા ભાદરવામાં તેને સંઘર્ષ ચાલે છે. સામાન્ય રીતે જોઈએ તે આ કેવી સ્કૂલ અને નજીવી વાત છે? છતાં આપણી આ વિષેની પકડ કેટલી જબરી હોય છે? પહેલા ભાદરવામાં પર્યુષણ ઉજવાય કે બીજામાં, એ કઈ આત્મા સાથેના આત્યંતિક સત્યનો વિષય નથી; છતાં એ વિષેના આગ્રહ-પ્રત્યાગ્રહ જાણીતા છે. આ આચડપ્રત્યાગ્રહની પકડમાં તે જે નિયમે, જે મર્યાદાઓ, જે બંધને આજ સુધી સ્વીકાર્યા, સાચવ્યાં, નભાવ્યાં અને ટકાવ્યાં તેનાથી પણ ત્યારે નિયમાતીત, સીમાતીત અને બંધનાતીત થઈ, તે બધી મર્યાદાઓને પણ તજી દેવાતી હોય છે. તે પકડની પરિસ્થિતિમાં સત્ય માટેનું પારદર્શી પરદા જેવું સૂમ આવરણ પણ આકર્ષક અને મોહક બની જાય છે. તેને ભેદવાનું મન થતું નથી.